- વિશ્વની પહેલી મેલેરિયા વેક્સિનને WHOની મંજૂરી
- આફ્રિકન દેશોમાં 20 લાખથી વધારે ડોઝ આપવામાં આવ્યા
- પાયલટ પ્રોગ્રામની સમીક્ષા બાદ લેવામાં આવ્યો નિર્ણય
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (World Health Organization) બુધવારના RTS, S/AS01 મેલેરિયા વેક્સિન (Malaria Vaccine)ના ઉપયોગને મંજૂરી આપી દીધી છે. આ વેક્સિન મચ્છરજન્ય બીમારી (Mosquito-borne disease)ની વિરુદ્ધ વિશ્વની પહેલી રસી છે. મેલેરિયાથી એક વર્ષમાં દુનિયાભરમાં 4 લાખથી વધારે લોકોના મોત થાય છે, જેમાં મોટાભાગના આફ્રિકન બાળકો સામેલ છે.
પાયલટ પ્રોગ્રામની સમીક્ષા બાદ લીધો નિર્ણય
WHOએ આ નિર્ણય ઘાના, કેન્યા અને મલાવીમાં 2019માં ચાલી રહેલા એક પાયલટ પ્રોગ્રામની સમીક્ષા બાદ લીધો છે. અહીં વેક્સિનના 20 લાખથી વધારે ડોઝ આપવામાં આવ્યા હતા, જેને પહેલીવાર 1987માં દવા કંપની GSK દ્વારા બનાવવામાં આવી હતી. વાયરસ અને બેક્ટિરિયા વિરુદ્ધ અનેક રસી ઉપલબ્ધ છે, પરંતુ આ પહેલીવાર છે જ્યારે WHOએ માનવ પરોપજીવી સામે વ્યાપક ઉપયોગ માટે રસીની ભલામણ કરી છે.
WHOના ડિરેક્ટર જનરલે આને ઐતિહાસિક ક્ષણ ગણાવી
WHOના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ એડહેનોમ ઘેબરેયેસસે કહ્યું કે, "આ એક ઐતિહાસિક ક્ષણ છે. બાળકો માટે લાંબા સમયથી રાહ જોવામાં આવી રહેલી મેલેરિયા રસી વિજ્ઞાન, બાળ આરોગ્ય અને મેલેરિયા નિયંત્રણ માટે એક સફળતા છે. મેલેરિયાને રોકવા માટે હાલના સાધનોની ઉચ્ચ ક્ષમતા પર આ રસીનો ઉપયોગ કરવાથી દર વર્ષે હજારો યુવાનોનો જીવ બચી શકે છે. આજે WHO વિશ્વની પ્રથમ મેલેરિયા રસીના વ્યાપક ઉપયોગની ભલામણ કરે છે."
2,60,000થી વધારે બાળકોના મેલેરિયાથી મોત થાય છે
WHOના ગ્લોબલ મેલેરિયા પ્રોગ્રામના નિર્દેશક પેડ્રો અલોંસોએ કહ્યું કે, "વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આ એક મોટી સફળતા છે." આ એક રસી પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમની વિરુદ્ધ કામ કરે છે, જે 5 પરોપજીવી પ્રજાતિઓમાંથી એક અને સૌથી ઘાતક છે. આફ્રિકામાં મેલેરિયા બાળકોની બીમારી અને મૃત્યુનું પ્રાથમિક કારણ બનેલું છે. 5 વર્ષથી ઓછી ઉંમરના 2,60,000થી વધારે આફ્રિકન બાળકોનું વર્ષ દરમિયાન મેલેરિયાથી મોત થયા છે.
આ પણ વાંચો: Earthquake In Pakistan : પાકિસ્તાનમાં 6.0ની તીવ્રતાનો ભૂકંપ, 15થી વધુના મોત
આ પણ વાંચો: માર્ક ઝુકરબર્ગે મૌન તોડ્યું, કહ્યું વ્હિસલબ્લોઅરનો દાવો નો કોઈ મતલબ નથી