- ત્રણેય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લગભગ અડધો કલાક સુધી ડાઉન રહ્યું
- લોકોએ ફરિયાદ કરતા ટ્વિટર પર ધુમ મચાવી હતી
- વ્હોટ્સએપે ટ્વિટર પર કહ્યું, 'ધૈર્ય રાખવા બદલ આભાર'
આ પણ વાંચો: સોશિયલ મીડિયા માટે સરકારની નવી માર્ગદર્શિકા
નવી દિલ્હી: ફેસબુક, વ્હોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામનું સર્વર ડાઉન થતા ભારત સહિત વિશ્વના અનેક દેશોના વપરાશકર્તાઓ નારાજ થયા હતા. આ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લગભગ અડધો કલાક સુધી ડાઉન રહ્યું હતું. આ અંગે લોકોએ ફરિયાદ કરતા ટ્વિટર પર ધુમ મચાવી હતી. લગભગ અડધા કલાક પછી, વ્હોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ અને ફૅસબુક ફરીથી શરૂ વપરાશકર્તાઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ પણ વાંચો: ટ્વીટર પર ઓથેન્ટિફિકેશન મેથડ તરીકે વાપરી શકાશે સિક્યોરિટી કીઝ
વ્હોટ્સએપે તેના ટ્વિટર હેન્ડલ સાથે ટ્વીટ કરીને કહ્યું હતું કે, સર્વર 45 મિનિટ ડાઉન રહ્યું હતું, ધૈર્ય રાખવા બદલ આભાર. ઉલ્લેખનીય છે કે, ફેસબુક, વ્હોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ એ ટ્વિટરની એકમાત્ર હરીફ કંપની છે. જ્યારે ઇન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ અને ફૅસબુક ડાઉન હતા, ત્યારે લોકોએ ટ્વિટર પર લઈ જઈને તેમની મજાક ઉડાવી હતી.