ETV Bharat / bharat

ભારતીય રેલવેએ 3.81 લાખ કર્મચારીઓ માટે કઈ મોટી જાહેરાત કરી? વાંચો..

ભારતીય રેલવેએ દૈનિક વેતન પર કામ કરનારા એટલે કે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. શ્રમિકોના હિતમાં ભારતીય રેલવેએ શ્રમિક કલ્યાણ ઈ-એપ્લિકેશન બનાવી છે, જે લઘુતમ મજૂરી અધિનિયમની જોગવાઈઓનું પાલન કરશે. આના દ્વારા એ વાતની ખાતરી મળશે કે ભારતીય રેલવેમાં કામ કરનારા કોન્ટ્રાક્ટ કર્મચારીઓને ચૂકવણી ઠેકેદાર નિયમિતરૂપથી કરે.

ભારતીય રેલવેએ 3.81 લાખ કર્મચારીઓ માટે કઈ મોટી જાહેરાત કરી? વાંચો..
ભારતીય રેલવેએ 3.81 લાખ કર્મચારીઓ માટે કઈ મોટી જાહેરાત કરી? વાંચો..
author img

By

Published : Mar 12, 2021, 11:55 AM IST

  • લઘુતમ મજૂરી અધિનિયમની જોગવાઈઓનું પાલન કરાશે
  • ભારતીય રેલવેએ શ્રમિક કલ્યાણ ઈ-એપ્લિકેશન બનાવી
  • કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિતરૂપે ચૂકવણી કરવી પડશે

નવી દિલ્હીઃ કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ ઘણી વખત ફરિયાદ કરતા હતા કે, ઠેકેદારો કર્મચારીઓને પૂરું વેતન નથી ચૂકવતા. કોન્ટ્રાક્ટ કર્મચારીઓને તેમના નાણા માટે રકઝક કરવી પડે છે અને હેરાન થવું પડે છે. તેવામાં આ એપ્લિકેશન કોન્ટ્રાક્ટર પરના કર્મચારીઓને ઠેકેદારો દ્વારા અપાતા વેતન પર નજર રાખવામાં ભારતીય રેલવેની મદદ કરે છે.

આ પણ વાંચોઃ નોકરિયાત વર્ગ માટે ખુશીના સમાચાર, 2020-21 માટે પ્રોવિડન્ડ ફંડ પર મળશે 8.5 ટકા વ્યાજ

3.81 લાખ કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પર

PIBના જણાવ્યાનુસાર, 9 માર્ચ 2021 સુધી ઈ-પોર્ટલ પર કુલ 3,81,831 કોન્ટ્રાક્ટર કર્મચારીઓનું રજિસ્ટ્રેશન થયું છે. આ કર્મચારીઓ 15,812 ઠેકેદારોના હાથ નીચે કામ કરે છે. આ ઉપરાંત ભારતીય રેલવે અંતર્ગત આ પોર્ટલ પર 48312 લેટર ઓફ એક્સેપ્ટેન્સની સાથે સાથે કુલ 6 કરોડ કાર્ય દિવસો અને 3495 કરોડ રૂપિયાથી વધારે મજૂરી માટે વેતન ચૂકવી દેવાયું છે.

આ પણ વાંચોઃ રેલવે દ્વારા પ્લેટફોર્મ ટિકિટની કિંમતમાં 3 ગણો વધારો કરાયો, જાણો શા માટે..

દૈનિક વેતનની માહિતી આ એપ્લિકેશન પર નિયમિત અપડેટ કરવી પડશે

આ સાથે જ ઠેકેદારોને તેમની સાથે કામ કરતા કોન્ટ્રાક્ટ કર્મચારીઓની માહિતી આ પોર્ટલ પર રજિસ્ટર્ડ કરાવવી પડશે. કર્મચારીઓને ફાળવવામાં આવતા કામ અને તેમના બદલે આપવામાં આવતા દૈનિક વેતનની વિગત પણ નિયમિતપણે અહીં અપડેટ કરવી પડશે. આ સંપૂર્ણ પ્રક્રિયામાં ભારત સરકારના ન્યૂનતમ મજૂરીની જોગવાઈઓના પાલનને સુનિશ્ચિત કરવા માટે સમય સમય પર તપાસની પણ જોગવાઈ છે.

કર્મચારીઓને આપવામાં આવતી સેવા સંબંધિત SMS પણ મોકલવું અનિવાર્ય

ઈ-એપ્લિકેશન પોર્ટલ પર કોન્ટ્રાક્ટર પરના કર્મચારીઓનુું ઓળખપત્ર બનાવવાની પણ જોગવાઈ ઉપલબ્ધ છે. આ સાથે સાથે તેમણે આપવામાં આવતી મજૂરી અને EPF તેમ જ ESICમાં પણ યોગદાન સંબંધિત SMS પણ સમય સમય પર તેમને મોકલવું અનિવાર્ય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.