ETV Bharat / bharat

એક જ દિવસમાં સૂર્યને લાગશે ત્રણ ગ્રહણ, જાણો ક્યારે બનશે અકલ્પનીય ઘટના - હાઇબ્રિડ સૂર્યગ્રહણ શું છે

એક જ દિવસમાં (Hybrid Solar Eclipse) આંશિક, પૂર્ણ અને કંકણ આકારનું સૂર્ય ગ્રહણ (Solar Eclipse) થવા જઇ રહ્યું છે. આવો સંયોગ ચાર મહિના બાદ બનશે. વૈજ્ઞાનિકો માટે પણ તેની ચોક્કસ રીતે નથી કહી શકતા કે હવે પછી આ પ્રકારના ગ્રહણનો સંજોગ ક્યારે બનશે.

Etv Bharatએક જ દિવસમાં સૂર્યને લાગશે ત્રણ ગ્રહણ, જાણો ક્યારે બનશે અકલ્પનીય ઘટના

author img

By

Published : Nov 28, 2022, 5:50 PM IST

હૈદરાબાદ: તારીખ 20 એપ્રિલ 2023 સૂર્ય ગ્રહણની ઘટના બનશે. એક જ દિવસમાં આંશિક, પૂર્ણ અને કંકણ આકારનું સૂર્ય ગ્રહણ (Solar Eclipse) થવા જઇ રહ્યું છે. આવો સંયોગ ચાર મહિના બાદ બનશે. સૂર્ય તેના વિચિત્ર સ્વરૂપમાં જોવા મળશે જયારે એકજ દિવસમાં આંશિક, પૂર્ણ અને કંકણ આકારનું સૂર્ય ગ્રહણ થવા જઇ રહ્યું છે. આવી ઘટના 100 વર્ષોમાં ભાગ્યેજ જોવા મળે છે.

હાઇબ્રિડ સૂર્યગ્રહણ શું છે?: હાઇબ્રિડ સૂર્યગ્રહણ (What is a Hybrid Solar Eclipse) વલયાકાર અને પૂર્ણ સૂર્યગ્રહણનું મિશ્રણ કહેવાય છે.જેમાં પહેલા વલયાકાર સૂર્યગ્રહણ થાય છે. પછી સંપૂર્ણ સૂર્યગ્રહણથાય છે ત્યારબાદ તે જ પ્રક્રિયા ઉલટી થાય છે. એટલા માટે સમગ્ર વિશ્વમાં એક દિવસમાં લોકો એક જ સમયે અલગ અલગ પ્રકારના ત્રણ સૂર્યગ્રહણ જોઈ શકશે . એટલે કે, જો તમે સૂર્યોદય અથવા સૂર્યાસ્તના સમયે હાઈ બ્રીડ સૂર્યગ્રહણ જોઈ રહ્યા છો તો રિંગ ઓફ ફાયર જોવા મળી શકે છે.

શા માટે થાય છે?: શા માટે હાઇબ્રિડ સૂર્યગ્રહણ થાય છે (Why do hybrid solar eclipses occur) તેનું કારણ આપણે અહીં સ્પષ્ટ કરી દઈએ. ચંદ્ર પૃથ્વીની આસપાસ સતત ફરે છે. પરંતુ તે હંમેશા પૃથ્વીથી સમાન અંતરે રહેતોનથી ક્યારેક થોડે દૂર તો ક્યારેક નજીક આવી જાય છે આ કારણોસર જ્યારે તે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે અને પૃથ્વીની એટલી નજીક હોય છે કે તેનો પડછાયો સંપૂર્ણપણે પૃથ્વીના એક ભાગને આવરી લે છે ત્યારે સંપૂર્ણ સૂર્યગ્રહણ થાય છે. જ્યારે તે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવતો હોઈ છે ત્યારે તેનું અંતર પૃથ્વી કરતાં વધુ હોય છે આવામાં તેનો પડછાયો નાનો હોય છે આવી સ્થિતિમાં, વલયાકાર સૂર્યગ્રહણ રચાય છે.પરંતુ હાઈબ્રીડ સૂર્યગ્રહણના સમયે પૃથ્વીથી ચંદ્રનું અંતર ન તો વધારે હોય છે કે ન તો ઓછું હોય છે તે પૃથ્વીથી એટલું દૂર છે કે તેનો પડછાયો પૃથ્વીના ખૂબ જ નજીકના વિસ્તાર અથવા સપાટી પર સમાપ્ત થાય છે ત્યારે આ હાઈબ્રીડ સૂર્યગ્રહણની પ્રક્રિયા રચાતી હોઈ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.