કોલાકાતાઃ પશ્ચિમ બંગાળની પંચાયતની ચૂંટણી લોહિયાળ પુરવાર થઈ છે. જેમાં ખુલ્લેઆમ ફાયરિંગ થયું હોવાની ઘટનાઓ સામે આવી છે. સતત ચોવીસ કલાક સુધી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ વચ્ચે મતદાન થયું હતું. બૂથ કેપ્ચરિંગ, રાજકીય સમર્થકો વચ્ચે મારામારી, મતદાતાઓને મતદાન કરતા રોકવામાં આવ્યા હતા. એવા પણ દ્રશ્યો જોવા મળ્યા હતા કે, બેલેટ બોક્સ લઈને અધિકારીઓ ભાગી ગયા હતા. તો ક્યાંક બેલેટ બોક્સ પાણીમાં ફેંકી દેવાયા હતા. એટલું જ નહીં મતપત્રો સળગાવી દેવાની ઘટના સામે આવી છે.
રાજ્યપાલે નિંદા કરીઃ પશ્ચિમ બંગાળમાં મતદાનના દિવસે થયેલી હિંસાની ગંભીરતાથી નોંધ લઈને રાજ્યપાલ સી.વી.આનંદ બોઝે ખૂબ જ નિંદા કરી છે. જોકે, તેમણે ઘટનાસ્થળ પર જઈને સમીક્ષા પણ કરી હતી. ઉત્તર-દક્ષિણ પ્રાંતમાં હિંસા થઈ હોવાનું સામે આવ્યું છે. આ હિંસના કારણે પશ્ચિમ બંગાળની શાંતિ ડહોળાઈ હતી. અમે કોઈ પણ કાળે શાંતિ સ્થાપવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ.
રાજકીય લડાઈઃ શુક્રવાર રાતથી પશ્ચિમ બંગાળના પંચાયતી વિસ્તારોમાં હિંસા શરૂ થઈ ગઈ હતી. જેમાં TMCના 8, CPI(M)ના 3, કોંગ્રેસ-ભાજપ અને ISFના એક-એક કાર્યકર્તાઓનું મૃત્યું નીપજ્યું છે. ચૂંટણી જાહેર થયા બાદ એટલે કે 9 જૂન પછી અત્યાર સુધી થયેલી હિંસક ઘટનાઓમાં કુલ મળીને 28 લોકોએ જીવ ગુમાવી દીધા છે. પરગાણા જિલ્લામાં હિંસાની ઘટના બાદ રાજ્યપાલ સી.વી.આનંદ બોઝે ઘટના સ્થળની મુલાકાત કરી હતી. એ પછી તેમણે ઈજા પામેલા લોકો સાથે વાતચીત કરી હતી. લોકોની જુદી જુદી ફરિયાદના નિકાલ માટે પીસ ઓફ હોમ શરૂ કર્યું હતું. હુગલીમાં એક અપક્ષ ઉમેદવારના દીકરાની ગોળી મારી દઈ હત્યા કરાઈ હતી. સુરક્ષાદળોની હાજરી વચ્ચે મોટી હિંસા ફાટી નીકળી હતી.
-
Violence, arson reported in West Bengal on panchayat poll day; TMC, BJP accuse each other
— ANI Digital (@ani_digital) July 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Read @ANI Story | https://t.co/ksNe8TGRKw#WestBengalPanchayatPolls #TMC #BJP #Congress pic.twitter.com/IfxW89B7J7
">Violence, arson reported in West Bengal on panchayat poll day; TMC, BJP accuse each other
— ANI Digital (@ani_digital) July 8, 2023
Read @ANI Story | https://t.co/ksNe8TGRKw#WestBengalPanchayatPolls #TMC #BJP #Congress pic.twitter.com/IfxW89B7J7Violence, arson reported in West Bengal on panchayat poll day; TMC, BJP accuse each other
— ANI Digital (@ani_digital) July 8, 2023
Read @ANI Story | https://t.co/ksNe8TGRKw#WestBengalPanchayatPolls #TMC #BJP #Congress pic.twitter.com/IfxW89B7J7
બેલેટ બોક્સ લઈ પલાયનઃ કૂચબિહારના માથાભંગામાં આવેલા એક બ્લકોમાં એક યુવક બેલેટ બોક્સ લઈને ભાગી ગયો હતો. જ્યારે પરગાણામાં આવેલા ભાંગડ બ્લોકમાં ઝમીરગાંછી ખાતે ઈન્ડિયન સેક્યુલર ફ્રન્ટ અને મમતા બેનર્જીના પક્ષ ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. ટીએમસીના કાર્યકર્તાઓ પોતાના થેલામાં બોંબ ભરીને આવ્યા હોવાના આક્ષેપ કરાયા હતા.
19 લોકોના મોતઃ લોકોને ડરાવીને મતદાન કરાવ્યું હોવાના પણ આક્ષેપ છે. કૂચબિહારના બારાનાચી ખાતે બોગસ વોટિંગ સામે આવ્યા બાદ લોકોએ જ મતપેટને આગ લગાવી દીધી હતી. ગ્રામપંચાયતની આ ચૂંટણીનું પરિણામ 11 જુલાઈના રોજ જાહેર થવાનું છે. પશ્ચિમ બંગાળમાં કુલ 73,887 ગ્રામ પંચાયત છે. છ જુદા જુદા જિલ્લાઓમાં ચૂંટણીના દિવસે હિંસા થઈ હતી. જેમાં કુલ 19 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે.
-
#WATCH | Miscreants set Police vehicle on fire in Murshidabad, West Bengal. #WestBengalPanchayatElections2023 pic.twitter.com/1iMZDT2xav
— ANI (@ANI) July 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Miscreants set Police vehicle on fire in Murshidabad, West Bengal. #WestBengalPanchayatElections2023 pic.twitter.com/1iMZDT2xav
— ANI (@ANI) July 8, 2023#WATCH | Miscreants set Police vehicle on fire in Murshidabad, West Bengal. #WestBengalPanchayatElections2023 pic.twitter.com/1iMZDT2xav
— ANI (@ANI) July 8, 2023
પ્રધાનોના નિવેદનઃ આ સમગ્ર ઘટનાને લઈને કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, ચૂંટણી જીતવા માટે મમતા બેનર્જી અને તેની પાર્ટી કોઈ હદપાર કરી શકે છે. એવી તે શી મજબુરી છે કે, રાજ્યની ચૂંટણી દરમિયાન હિંસા અને હત્યા થઈ રહી છે. ચૂંટણી જાહેર થતા ટીએમસી સરકારમાં મતપેટીઓ લૂંટવામાં આવે છે. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે, અભિનંદન દીદી, તમે ચૂંટણી જીતી ગયા, રાત્રે જ બેલેટ બોક્સ લઈ જવાયા હતા. બોગસ વોટિંગ કરીને બેલેટ બોક્સ પાછા મૂકી પણ દેવાયા હતા. આ કોઈ ચૂંટણી નહીં પણ નાટક છે. જો ચૂંટણી ન થાત તો કદાચ આટલા બધા લોકોના મોત ન થાત. ટીએમસી પ્રવકતા મનોજીત મંડલે કહ્યું હતું કે, પંચાયતની ચૂંટણીમાં થયેલી હિંસા માટે સુવેન્દુ અધિકારી જેવા નેતાઓ જવાબદાર છે. એમના પક્ષના લોકોએ ઉશ્કેરણી કરીને હિંસા કરાવી છે. એમની સામે કડક પગલાં લેવાવા જોઈએ. પણ રાજ્યપાલ હવે ચૂપ કેમ?