ETV Bharat / bharat

Weekly Horoscope : જાણો સાપ્તાહિક રાશિફળ, કેવું રહેશે આપનું સપ્તાહ - સાપ્તાહિક રાશિફળ

Weekly Horoscope for 13 to 19 August કેવું રહેશે આપનું અઠવાડિયું અભ્યાસ, પ્રેમ, લગ્નજીવન તેમજ વેપાર જેવા ક્ષેત્રોમાં કેવી રહેશે ગ્રહદશા. શું વૈવાહિક જીવનમાં મળશે રાહત. અભ્યાસમાં બાળકોનું મન નથી લાગી રહ્યું? શું આવનારા સમયમાં વિદેશ યાત્રાના યોગ છે. જાણો જીવનસાથી સાથે કેવું રહેશે આગામી સપ્તાહ.

Etv BharatWeekly Horoscope
Etv BharatWeekly Horoscope
author img

By

Published : Aug 13, 2023, 3:58 AM IST

મેષ: વ્યાપારમાં તમને મોટી સફળતા પ્રાપ્ત થવાની સંભાવના રહેશે. નોકરી કરતા લોકો પોતાના કામને વળગી રહેશે અને વધુ મહેનત કરશે પરંતુ તેમણે પોતાના સ્વભાવમાં પરિવર્તન લાવવુ પડશે. નોકરીના સ્થળે બીજાની બાબતોમાં બહુ રસ લેવાના બદલે પ્રોફેશનલ અભિગમ રાખવો. તમારી મહેનત તમારા ઉપરીઓની નજરમાં પણ આવશે. તમે કામકાજ અથવા ઇન્ટરવ્યુ માટે ટૂંકા અંતરની મુસાફરી કરો તેવી શક્યતા છે. આપ્તજનો અને મિત્રો સાથે પિકનિક અથવા પ્રિયપાત્ર સાથે લોંગ ડ્રાઇવ તમારામાં નવી તાજગી અને ઉર્જાનો સંચાર કરશે અને તમને વિચારોથી વધુ મજબૂત બનાવશે. વિવાહિત જીવનમાં ખુશીઓનું આગમન થશે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો વચ્ચે બોલચાલ થવાને કારણે અને કંઈક ખોટું બોલવાના કારણે તેમનો સંબંધ મુશ્કેલીમાં આવી શકે છે. તમારા પ્રિય સાથેના તમારા સંબંધો બગડી શકે છે. તમારે તમારા પ્રિયને મનાવવા માટે પણ ઘણી મહેનત કરવી પડશે. જીવનસાથીની શોધમાં હોય તેઓ કોઈ ખાસ પાત્ર તરફ આકર્ષાઈ શકે છે. આ અઠવાડિયું વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મજબૂત સ્થિતિ પ્રદાન કરનારું રહેશે અને તમારી એકાગ્રતામાં પણ વધારો થશે. તમે નવું શીખવા માટે કોઈ વધારાના કોર્સમાં જોડાઈ શકશો. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે અન્યથા ઋતુગત બીમારીઓમાં તમે ઝડપથી સપડાઇ જશો.

વૃષભ: પ્રોફશનલ બાબતોથી શરૂઆત કરીએ તો, નોકરિયાતવર્ગ તેમજ વ્યવસાયિક જીવન જીવતા લોકો માટે આ અઠવાડિયું થોડું ચિંતાપૂર્ણ રહેશે. કેટલીક અયોગ્ય વાતો કહેવાને કારણે તમારો કોઈની સાથે ઝઘડો થઈ શકે છે. વેપાર કરવા માટે સમય સારો રહેશે. તમને વિદેશના લોકો સાથે સંપર્ક કરીને વેપાર કરવામાં લાભ મળી શકે છે. અંગત સંબંધોની વાત કરીએ તો, વિવાહિત જીવન જીવતા લોકો માટે આ સમય સારો રહેશે, પરંતુ તમારે ખૂબ સમજી વિચારીને તમારા જીવનસાથી સાથે વાત કરવી પડશે. સંતાનપ્રાપ્તિ ઈચ્છતા દંપતીઓ માટે આ સમય શુભ ફળદાયી રહેશે. પારિવારિક જીવનમાં ચિંતા રહેશે. પરસ્પર વિવાદ થવાની શક્યતા રહેશે, તમારી માતાનું સ્વાસ્થ્ય બગડી શકે છે. પિતા સાથે પણ વાદ-વિવાદ થઈ શકે છે. તમારા કોઈ પણ મિત્ર સાથેની નિકટતા તમારા પર હાવી થઈ શકે છે. જો તમારા પ્રેમ જીવનની વાત કરીએ તો, આ સમય તમારા માટે સાનુકૂળ રહેશે. તમે તમારા સંબંધોમાં જવાબદારીપૂર્વક આગળ વધશો. વિજાતીય પાત્રો સાથે નવી મૈત્રીની શરૂઆત થઈ શકશે. મુસાફરીનું સરળ આયોજન થઈ શકશે. વિદ્યાર્થીઓને છેલ્લા બે દિવસ સિવાયના સમયમાં વધુ મહેનત કરવી પડશે. અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં સમસ્યા ઉભી થઈ શકે છે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. જોખમી જળાશયોની બહુ નજીક ન જવાની સલાહ છે.

મિથુન: વેપાર કે ધંધો કરી રહ્યા હોય તેવા જાતકોને કામકાજમાં વિસ્તરણ કરવા અથવા નવી શરૂઆત કરવા માટે સાનુકૂળ સમય છે. ટ્રેડિંગ, કોમોડિટીને લગતા કાર્યોમાં ફાયદો થઈ શકે છે. કૃષિના સાધનો, બિયારણ, એગ્રો-કેમિકલ વગેરે કામકાજોમાં જોડાયેલા હોય તેમના માટે લાભદાયી સમય છે. નોકરીમાં કેટલાક નવા કામ તમારા હાથમાં આવી શકે છે, જે તમને તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો કરવામાં મદદ કરશે. તમને આર્થિક રીતે કોઈ મોટો ફાયદો મળી શકે છે. ધંધામાં પરિવારના સભ્યો પણ પૈસાની મદદ કરશે. તમને પિતાનો સહયોગ મળે તેમજ પૈતૃક મિલકતો, સરકારી કામકાજો વગેરેમાં ફાયદો થાય. તમારું ભાગ્ય બળવાન રહેશે. વિવાહિત લોકો તેમના ગૃહસ્થ જીવનમાંથી કેટલીક નવી વસ્તુઓ શીખી શકે છે. જીવનસાથી જોડે કોઈ રમણીય કુદરતી સૌંદર્ય ધરાવતા સ્થળે ફરવાનું પ્લાનિંગ થઈ શકશે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે આ સમય સારો રહેશે. તમારા પ્રિયને લગ્ન કરવા માટે મનાવવાના પ્રયાસમાં તમને સફળતા મળશે. ઉચ્ચ શિક્ષણમાં જોડાયેલા વિદ્યાર્થીઓ અત્યારે સ્ટડી ટૂરનું આયોજન કરી શકશે. અભ્યાસ બાબતે કોઈની સાથે મહત્વની ચર્ચા થઈ શકશે. સ્વાસ્થ્ય સુખાકારી માટે સામાન્ય કરતા ઓછું ભોજન લેવાની સલાહ છે.

કર્ક: તમે તમારા કામમાં અડગ રહેશો. નોકરીમાં કંઈક નવું કરવાનો પ્રયાસ કરવા માટે આ સમય યોગ્ય છે. તમારા હાથમાં કેટલાક નવા અસાઇનમેન્ટ આવી શકે છે, જે સમયસર પૂરા કરવા તમારા માટે પડકારરૂપ રહેશે પરંતુ પડકાર લેવામાં તમે પાછા નહીં પડો. તમારે વધુ પડતા આત્મવિશ્વાસથી બચવું પડશે. વેપાર કરવા માટે આ સમય થોડો નબળો રહેશે. કોઈની વાતમાં ફસાવું નહીં. તમારું કાર્યક્ષેત્ર છોડીને કોઈ નવા કાર્યોમાં સાહસ ખેડવા માટે અત્યારે સારો સમય નથી. શરૂઆતમાં આર્થિક મોરચે થોડી ચિંતાઓ રહેશે અને ખર્ચામાં પણ વધારો થશે પરંતુ આવક વધવાથી તમારી ચિંતા હળવી થશે. વિવાહિત જીવનમાં થોડી ચિંતા રહેશે. જીવનસાથી જોડે સારો તાલમેલ જાળવવાનો પ્રયાસ કરવો પડશે. તમે પરિવારના કોઈ સભ્ય માટે વાહન, ગેઝેટ અથવા અન્ય કોઈ મોંઘી વસ્તુ ખરીદી શકશો. પ્રેમસંબંધોમાં સામીપ્ય વધશે. પ્રેમ જીવન જીવતા લોકો તેમના સંબંધો વિશે ખૂબ જ એક્ટિવ રહેશે અને તેમના પ્રિયનુ દિલ જીતવા માટે પ્રયત્ન કરશે. તમે તમારી સર્જનાત્મકતાનું પ્રદર્શન કરશો અને તમારા પ્રિય માટે એક અદ્ભુત ભેટ લાવશો. વિદ્યાર્થી માટે સખત મહેનત કરતાં વધુ મહેનત સાચી દિશામાં કરવી જરૂરી રહેશે. અઠવાડિયાનો મધ્યભાગ મુસાફરી કરવાના હેતુથી સારો રહેશે. સ્વાસ્થ્ય સુખાકારી સામાન્ય રહેશે.

સિંહ: શરૂઆતના તબક્કેથી જ તમે તમારાં કાર્યને ઝડપથી પૂર્ણ કરીને આ અઠવાડિયાને સુખદ બનાવવાનો પ્રયાસ કરશો. તમારી મહેનત રંગ લાવશે. તમારા પ્રયત્નો સફળ થશે, જેના કારણે તમને કાર્યમાં ખૂબ સારાં પરિણામ મળશે. નોકરીમાં તણાવમાં વધારો થઈ શકે છે. તમને વિદેશમાં જવાનો મોકો પણ મળી શકે છે. તમારા વિરોધીઓ નબળા પડી શકે છે અને તેઓ ઇચ્છે તો પણ તમને કોઈ નુકસાન પહોંચાડી શકશે નહીં. કોર્ટના કેસોમાં તમને સફળતા મળશે. થોડો ખર્ચ થશે પણ આવક પણ સારી રહેશે. તમારે વ્યવસાયમાં કેટલાક નવા સોદાઓને અંતિમ સ્વરૂપ આપવું પડશે અને કેટલીક અટકેલી યોજનાઓ પર કામ કરવાની તક મળી શકે છે. તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખજો. કોઈપણ વ્યક્તિ સાથે તેમજ ખાસ કરીને તમારા જીવનસાથી સાથે ગુસ્સામાં વાત કરવી નહીં. કારણ કે તેનાથી તમારા વિવાહિત જીવનમાં ચિંતામાં વધારો થઈ શકે છે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે આ સમય સાનુકૂળ રહેશે. તમારી રચનાત્મક વિચારસરણીને કારણે તમે તમારા પ્રેમસંબંધને સુખી રાખવા માટે કોઈ કસર છોડશો નહીં અને તમારા પ્રિય પણ તમારી ખુશીનું સંપૂર્ણ ધ્યાન રાખશે. તમારા સ્વાસ્થ્યને સારું રાખવા માટે તમારે કેટલાક નવા પ્રયોગો કરવા પડશે, જેમ કે નવા ડાયટ ચાર્ટની યોજનાને અનુસરવું તમારા માટે સારું રહેશે. થોડું જીમિંગ કરવું પણ તમારા માટે ફાયદાકારક રહેશે. મુસાફરી માટે શરૂઆતનો સમય સારો છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં વધુ મહેનત કરવાની ખાસ સલાહ છે.

કન્યા: હાલમાં તમે મોટાભાગનો સમય તમારા કાર્યક્ષેત્રમાં પરોવાયેલા રહેશો અને આવક વધારવા પર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરશો. તમે તમારી આવક અને તમારા ખર્ચ વચ્ચે યોગ્ય તાલ-મેળ જાળવવાનો પ્રયાસ કરશો અને તમારા શ્રેષ્ઠ પ્રયાસો કરશો, જેથી તમારા ખર્ચને યોગ્ય સ્થિતિમાં લાવી શકાશો. નોકરિયાત લોકો માટે આ અઠવાડિયું ઘણું સારું રહેશે. તમે જે કાર્યો કર્યા છે તેના ઉત્તમ પરિણામો મેળવવાનો સમય આવી ગયો છે. તમારી પાસે પ્રમોશન મેળવવાની પ્રબળ તક હશે. વ્યવસાયિકોને ખૂબ જ મહેનત કરવી પડશે કારણ કે તમારી કેટલીક એવી યોજનાઓ અટકી શકે છે, જેનાની તમને વધુ અપેક્ષા હતી. પરણિત લોકો ગૃહસ્થ જીવનની સમસ્યાઓમાંથી બહાર આવવા માટે શાંતિથી ચર્ચા કરીને મતભેદો દૂર કરી શકે છે. મંદિરમાં થોડો સમય વિતાવવાથી તમારા મનને શાંતિ મળશે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે આ સમય સારો રહેશે. તમને પ્રેમ અને રોમાંસની કોઈ કમી નહીં વર્તાય પરંતુ ક્યારેક સંબંધો બાબતે તમારામાં આત્મવિશ્વાસનો અભાવ હોઈ શકે છે. સ્વાસ્થ્યની દૃશ્ટિએ આ સમય તમારા માટે થોડો નબળો ચાલી રહ્યો છે, તેથી તમારા આહારમાં સુધારો કરવો અને થોડી કસરત પણ કરવી, જેથી શરીરને ફિટ બનાવી શકાય. વિદ્યાર્થીઓ એક કરતાં વધુ વિષયોનો ખૂબ ધ્યાનથી અભ્યાસ કરશે. કમ્પ્યૂટર, વિજ્ઞાન, ટેકનોલોજી અથવા કોઈપણ ઉચ્ચ અભ્યાસમાં તમારું પરફોર્મન્સ બહેતર થશે.

તુલા: વ્યાપારી વર્ગ માટે આ અઠવાડિયું એકંદરે સારું ફળ આપનારું રહેશે. શરૂઆતમાં વ્યવસાયને લગતી કોઈ મોટી વાત તમારી સામે આવી શકે છે. મહિલાઓ તમારા વ્યવસાયમાં રોકાણ કરે અથવા તેમની સક્રિયતાથી તમારા વ્યવસાયને નવી પાંખો મળે તેવી શક્યતા છે. નોકરિયાત લોકો માટે આ સમય થોડો નબળો કહી શકાય. તમારી ઓફિસમાં તમારો કોઈની સાથે વિવાદ થઈ શકે છે, જેના કારણે નોકરીમાં તમારો હોદ્દો બદલાય અથવા તમને કોઈ અલગ જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા છે. ટીમ સાથે કામ કરવામાં સંયમમાં રહેવું અને પ્રોફેશનલ અભિગમ રાખવો. વિવાહિત લોકોનું ગૃહસ્થજીવન સારું રહેશે. સંબંધમાં રોમાંસ રહેશે અને તમે એકબીજાની નજીક આવશો. તમે સાથે મળીને એકબીજાની જવાબદારી નિભાવશો. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો તેમના પ્રિયપાત્ર સમક્ષ દિલની વાત જેટલી સ્પષ્ટતા સાથે કરશે એટલો સંબંધોમાં વિશ્વાસ અને આત્મીયતા વધશે. સંબંધમાં પ્રેમ અને સમજણ પણ રહેશે, પરંતુ કોઈ બાબતે નાના-મોટા ઝઘડા થઈ શકે છે. શરૂઆતનો તબક્કો લોંગ ડ્રાઇવ અથવા અન્ય કોઈપણ કારણથી મુસાફરી કરવા માટે સારો છે. વિદ્યાર્થીઓ અભ્યાસ કરવામા સખત મહેનત કરશે, જેના કારણે તમને સુખદ પરિણામો મળશે. તમને ઘણી મહેનત પછી આગળ વધવાની તક મળશે. તમારું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. ખાવા-પીવામાં ધ્યાન આપવું ખૂબ જ જરૂરી રહેશે.

વૃશ્ચિક: જીવન ક્યારેય સીધા ઝરણાની જેમ નથી વહેલું પરંતુ તેમાં ઘણા ઉતારચડાવ આવે છે તે હકીકત તમને આ સપ્તાહમાં સમજાશે. શરૂઆત તમારા માટે વધારે સાનુકૂળ નથી, તેથી આ સમય દરમિયાન કોઈ મોટો નિર્ણય લેવો નહીં અન્યથા પરિણામ તમારી વિરુદ્ધમાં આવી શકે છે. શરૂઆતમાં પૈસાની ખોટ થવાની સંભાવના રહેશે અને ખર્ચા પણ નોંધપાત્ર રહેશે. સામે પક્ષે આવક અને ઉઘરાણીમાં અવરોધો આવશે માટે અગાઉથી મની મેનેજમેન્ટ કરવાની સલાહ છે. નોકરિયાત લોકો માટે આ સમય કંઈક કરી બતાવવાનો છે. ખોટા નિવેદનો કરવાને બદલે, તમારે તમારી કાર્ય કૂશળતા બતાવશો તો ઉત્તમ પરિણામ મેળવી શકશો. વ્યવસાય કરતા લોકોએ કામના સંબંધિત ઘણી મુસાફરી કરવી પડશે. કદાચ વિદેશ મુસાફરી પણ થઈ શકે છે. આવી મુસાફરીથી તમારી કોઈ જૂની અટકેલી ડીલ ફાઈનલ થઈ શકે છે. વિવાહિત લોકોનું ગૃહસ્થજીવન ઘણું સારું રહેશે. તમે સાથે મળીને કોઈ સુંદર સ્થળ પર ફરવા જઈ શકો છો, તેનાથી તમારા સંબંધોમાં નવીનતા આવશે અને તમે એકબીજાની નજીક આવશો. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે આ અઠવાડિયું સારું રહેશે. તમે ઘણાં રોમેન્ટિક રહેશો અને તમારી લાગણી તમારા પ્રિય સાથે શેર કરશો. અઠવાડિયાના મધ્ય અને અંતિમ દિવસો મુસાફરી કરવાના હેતુથી સાનુકૂળ રહેશે, વિદ્યાર્થીવર્ગે અભ્યાસ કરવામાં કેટલાક નવા વિષયો પર ધ્યાન આપવું પડશે. અભ્યાસમાં સફળતા મેળવવા માટે સખત મહેનત કરવી તમારા માટે જરૂરી રહેશે.

ધન: વેપારી અને વ્યવસાય કરી રહેલા લોકોને અઠવાડિયું તેજીનો અનુભવ કરાવશે. શરૂઆતમાં તમારા વ્યવસાયને લગતી કોઈ મોટી વાત તમારી સામે આવી શકે છે. તમે મહત્વની મીટિંગ કરો, કામકાજ સંબંધિત પ્લાનિંગ કરો, માર્કેટિંગની સ્ટ્રેટેજી તૈયાર કરો તેમજ ગ્રાહકોને આકર્ષવા અથવા નવા ક્લાયન્ટ જોડવા માટે કંઈક નવી ઓફર લાવો તેવી શક્યતા છે. કાર્યસ્થળે વિજાતીય પાત્રો સાથે તમારે વધુ કામ કરવાનું થશે. નોકરિયાતોને કોઈની સાથે વિવાદ ન થાય તે માટે અહં છોડવાની અને વધુ તાલમેલપૂર્ણ વર્તન અપનાવવાની સલાહ છે. વિવાહિત લોકોને રોમાંસ વધશે. તમે એકબીજા સાથે ગુણવત્તાપૂર્ણ સમય વિતાવશો અને એકબીજાની મૂંઝવણો કે સમસ્યાઓ દૂર કરવામાં તેમને સાથ આપશો. પ્રેમ સંબંધોમાં પ્રપોઝ કરવાની તક મળી શકે છે. જેઓ પહેલાંથી સંબંધોમાં હોય તેમને કલાત્મક અંદાજમાં દિલની વાત કહેવાની તક મળશે. શરૂઆત અને અંતિમ ચરણ મુસાફરી માટે બહેતર છે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં ઘણી મહેનત કરી શકશે. અભ્યાસમાં મિત્રોનો સાથ મળી શકે છે. સ્વાસ્થ્ય સુખાકારી માટે તમારે સંતુલિત આહાર પર ખાસ ધ્યાન આપવું પડે અન્યથા ઝડપથી ઋતુગત સમસ્યાના સકંજામાં આવી શકો છો. અત્યારે શક્ય હોય ત્યાં સુધી ગરમ અને મસાલેદાર ખોરાક લેવો નહીં તેમજ ગરમી વાળી જગ્યાએ જવું નહીં.

મકર: હાલમાં તમારી મર્યાદિત આવકની વચ્ચે વ્યવહારિક, ધાર્મિક, સંતાનો સંબંધિત ખર્ચ વધવાની શક્યતા હોવાથી શરૂઆતથી જ તમે આર્થિક બાબતે થોડા ચિંતામાં રહેશો. અનિવાર્ય ખર્ચને પહોંચી વળવા માટે અગાઉથી વ્યવસ્થા રાખવાની સલાહ છે. વેપાર કરનારા લોકોને સારો સમય મળશે અને તમે તમારા વ્યવસાયમાં કોઈ નવી યોજનાઓ અમલમાં મુકશો, તેનાથી તમને ઘણો ફાયદો થશે. આ અઠવાડિયું વ્યવસાયી વર્ગ માટે પણ કંઈક ખાસ અવસર લાવનારું રહેશે. નોકરિયાત લોકો તેમના કામમાં નિપુણ બનશે. તમને તમારાં કાર્યમાં સફળતા મળશે અને સારાં પરિણામો પ્રાપ્ત થશે. તમારી પ્રશંસા પણ થશે. તમને અટકેલું પ્રમોશન મળી શકે છે. કામમાં એકાગ્રતા વધવાથી તમને સફળતા પ્રાપ્ત થઈ શકે છે. વિવાહિત જીવનમાં અસંતુલનને કારણે એકબીજાને સમજવામાં સમસ્યા ઉભી થઈ શકે છે. તમારી વચ્ચે અહંનો ટકરાવ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. તમે જીવનસાથીને ખુશ કરવા માટે ફોન, ટુ-વ્હીલર, આભૂષણ જેવી કેટલીક મોંઘી ભેટ ખરીદો તેવી શક્યતા છે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે આ સમય સારો રહેશે, તમને તેમની સાથે પ્રેમાળ પળો વિતાવવાનો મોકો મળશે. અઠવાડિયાનો છેલ્લો દિવસ મુસાફરી કરવાના હેતુથી સારો રહેશે. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો રહેશે. તમારે તમારા અભ્યાસમાં સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

કુંભ: હાલમાં તમને ગ્રહોનો સાથ મળી રહ્યો હોવાથી તમારા દિલમાં જે પણ ઈચ્છા થશે તેને પૂરી કરવાનો પ્રયાસ કરશો. તેના માટે તમે થોડો ખર્ચા પણ કરશો. જોકે, આવક સારી રહેવાથી તમે આર્થિક સ્થિરતા અનુભવશો. નોકરિયાત લોકોને પ્રમોશન થઈ શકે છે અથવા કોઈ સારા પગાર કે લાભ સાથે નવી ઓફર આવી શકે છે. સેલ્સ, માર્કેટિંગ, ફાઇનાન્સ, દવા, શિક્ષણ અને કોમ્પ્યૂટરને લગતા કાર્યોમાં આ અઠવાડિયે નોકરી અને વેપાર બંનેમાં સારું ફળ મળી શકે છે. ધંધામાં તમારી મહેનત અને લાંબા ગાળાનું પ્લાનિંગ તમને મોટો લાભ અપાવશે. જોકે, બિઝનેસ પાર્ટનર સાથેના તમારા સંબંધો બગડવા જોઈએ નહીં તેનું ધ્યાન રાખજો. શરૂઆતમાં પ્રોફેશનલ હેતુથીઓથી મુસાફરી કરવાથી સારો ફાયદો થશે. પરણિત લોકોના જીવનમાં થોડી ચિંતા રહેશે કારણ કે તમારા જીવનસાથી કેટલીક કડવી વાતો તમને કહી શકે છે, તેનાથી તમને મન દુઃખ થવાની શક્યતા છે. પરિવારના કેટલીક નાની બાબતોએ બોલચાલ થવાથી તમે થોડા વ્યથિત રહેશો. આવી સ્થિતિને શાંતિથી અને સમાધાનકારી વલણ સાથે ઉકેલવાની ખાસ સલાહ છે. પ્રેમ જીવન માટે સારો સમય છે. કોઈપણ પ્રકારના ઝઘડાથી દૂર રહેવું અને બીજાની વાતમાં દખલ કરવી નહીં. વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં કેટલીક અડચણોનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્યની પણ કાળજી લેવી પડશે.

મીન: તમે શરૂઆતના તબક્કેથી પ્રોફેશનલ મોરચે વિવિધ કાર્યોમાં પ્રગતિ જોવા મળશે, જેથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. તમારી લાગણીઓને કાબૂમાં ન રાખવાના કારણે તમે થોડા દુઃખી થઈ શકો છો, તેથી લાગણીઓમાંથી બહાર આવીને પ્રેક્ટિકલ અભિગમ સાથે કોઈપણ મહત્વના નિર્ણય લેવા. તમે તમારા વ્યવસાયને આગળ વધારવા માટે કેટલાક નવા સોદા કરી શકો છો અને કેટલીક નવી માર્ગદર્શિકા પણ તૈયાર કરી શકો છો. તેનાથી તમને સારો ફાયદો પણ થશે. સંપત્તિ ખરીદવા માટે અત્યારે ખૂબ ફાયદાકારક સમય છે. પૈતૃક મિલકતોથી ફાયદો થાય તેમજ સરકારી ગૂંચવણો અને કોર્ટ કેસમાં ફસાયેલી મિલકતોનો તમારી તરફેણમાં ઉકેલ આવી શકે છે. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે. તમે શ્વસુર પક્ષની કોઈ વ્યક્તિને મળો અને તેનાથી તમને ફાયદો થાય તેવી શક્યતા છે. તમારી વચ્ચે કોઈપણ મતભેદ હોય તો અત્યારે દૂર થઈ શકે છે. પ્રેમ જીવનની શરૂઆત કરવા માટે અત્યારે સમય સારો છે. જીવનસાથીની શોધમાં હોય તમને કોઈ યોગ્ય પાત્ર સાથે મુલાકાત થઈ શકે છે. જેઓ પહેલાંથી જ કોઈની સાથે સંબંધોમાં હોય તેઓ અત્યારે રોમાન્સમાં ડુબેલા રહેશે. અભ્યાસ કરવામાં વિદ્યાર્થીઓએ ખૂબ કાળજી રાખવી પડશે તો જ તમને અભ્યાસમાં સફળતા પ્રાપ્ત થશે. તમારું સ્વાસ્થ્ય પહેલાં કરતા સારું રહેશે, પરંતુ ખાવા-પીવા પર ધ્યાન આપવું પડશે. આહારના કારણે તમારે તકલીફોનો સામનો કરવો પડી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.