અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી (weather news ) કાતિલ ઠંડી પડી રહી છે. નલિયા 3.8 ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર નોંધાયું છે. તો અમદાવાદમાં પણ લઘુત્તમ તાપમાનનો પારો 10 ડિગ્રીની નીચે પહોંચી ગયો હતો. અમદાવાદમાં 8.6 ડિગ્રી, રાજકોટમાં 9.4 ડિગ્રી, ભૂજમાં 9.6 ડિગ્રી, વડોદરામાં 12 ડિગ્રી અને સુરતમાં 15.4 ડિગ્રી, ડીસામાં 8.2 ડિગ્રી, લઘુત્તમ તાપમાન નોંધાયું છે. મકરસક્રાંતિના બે દિવસમાં લોકોને ઠંડીએ ઠુંઠવાવી દીધા હતા. ઠંડા સુસવાટા નાંખતા પવનોનું જોર યથાવત રહ્યું છે. હજુ પણ ઠંડી પડવાની શક્યતાઓ હવામાન વિભાગે જણાવી છે.
-
Severe cold wave conditions very likely to grip parts of North India for next 3 days
— ANI Digital (@ani_digital) January 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Read @ANI Story | https://t.co/1wWIzBk0ZK#Delhi #Cold #IMD pic.twitter.com/5Za7u7oAIp
">Severe cold wave conditions very likely to grip parts of North India for next 3 days
— ANI Digital (@ani_digital) January 16, 2023
Read @ANI Story | https://t.co/1wWIzBk0ZK#Delhi #Cold #IMD pic.twitter.com/5Za7u7oAIpSevere cold wave conditions very likely to grip parts of North India for next 3 days
— ANI Digital (@ani_digital) January 16, 2023
Read @ANI Story | https://t.co/1wWIzBk0ZK#Delhi #Cold #IMD pic.twitter.com/5Za7u7oAIp
આ પણ વાંચો સ્નોફોલને ફીલ કરતા સહેલાણીઓ, સોળે કળાએ ખીલી ઉઠ્યું પૃથ્વી પરનું સ્વર્ગ
કોઈ આશા નથી દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં (Gujarat Weather Today)આગામી બે દિવસ સુધી ઠંડીથી રાહત મળવાની કોઈ આશા નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી, પંજાબ, હરિયાણા અને યુપી સહિત અન્ય ઘણા રાજ્યોમાં ધુમ્મસ અને ઠંડીનો કહેર ચાલુ રહેશે. હવામાનશાસ્ત્રીઓના મતે લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. જેની સુધી અસર ગુજરાત રાજ્યના હવામાન પર પડી શકે છે. ખાસ કરીને વહેલી સવારે ધુમ્મસ જોવા મળી રહ્યું છે.
-
Severe cold wave conditions very likely to grip parts of North India for next 3 days
— ANI Digital (@ani_digital) January 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Read @ANI Story | https://t.co/1wWIzBk0ZK#Delhi #Cold #IMD pic.twitter.com/5Za7u7oAIp
">Severe cold wave conditions very likely to grip parts of North India for next 3 days
— ANI Digital (@ani_digital) January 16, 2023
Read @ANI Story | https://t.co/1wWIzBk0ZK#Delhi #Cold #IMD pic.twitter.com/5Za7u7oAIpSevere cold wave conditions very likely to grip parts of North India for next 3 days
— ANI Digital (@ani_digital) January 16, 2023
Read @ANI Story | https://t.co/1wWIzBk0ZK#Delhi #Cold #IMD pic.twitter.com/5Za7u7oAIp
કોલ્ડવેવની શક્યતા હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તારીખ 17 થી તારીખ 18 જાન્યુઆરીએ ભારતના ઉત્તર-પશ્ચિમ અને મધ્ય વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં લગભગ બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં કોલ્ડવેવની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 'હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં તારીખ 16 થી તારીખ જાન્યુઆરી વચ્ચે હિમવર્ષા થવાની સંભાવના છે.
કેવું હતું હવામાન બીજી તરફ, રવિવારે પણ ભારતના ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં ઠંડીનું મોજું યથાવત રહ્યું હતું, જેના કારણે લઘુત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો હતો. રાજસ્થાનના સીકર જિલ્લામાં ફતેહપુર ઉત્તર-પશ્ચિમ ભારતમાં સૌથી ઠંડુ સ્થળ હતું, જ્યાં લઘુત્તમ તાપમાન માઈનસ 4.7 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું હતું. તે જ સમયે, પંજાબના ફરીદકોટમાં લઘુત્તમ તાપમાન માઈનસ એક ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
આ પણ વાંચો ફરી કડકડતી ઠંડીના રાઉન્ડનો પ્રારંભ, કેટલાક શહેર ઠંડુગાર બનવાની શક્યતા
તાપમાન ઘટ્યુંઃ અનુસાર, થાર રણની નજીક આવેલા ચુરુ જિલ્લામાં આગામી પાંચ દિવસ દરમિયાન સિઝનનું સૌથી નીચું લઘુત્તમ તાપમાન માઈનસ 2.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. દિલ્હીના પ્રાથમિક હવામાન કેન્દ્ર સફદરજંગ ઓબ્ઝર્વેટરી અનુસાર, તાપમાનમાં 4.7 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધવામાં આવ્યો છે.
સૌથી ઠંડું અઠવાડિયુંઃ હવામાન વિભાગના ડેટા અનુસાર, દિલ્હીમાં તારીખ 5 થી તારીખ 9 જાન્યુઆરી વચ્ચે તીવ્ર ઠંડી પડી છે અને તે છેલ્લા એક દાયકામાં બીજું સૌથી ઠંડું સપ્તાહ રહ્યું છે. આ દરમિયાન દિલ્હી શહેર 50 કલાક સુધી ધુમ્મસની ચાદરમાં લપેટાયેલું રહ્યું, જે 2019 પછીનો સૌથી લાંબો સમય છે. પંજાબના અમૃતસરમાં લઘુત્તમ તાપમાન 1.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે લુધિયાણામાં 4.9, પટિયાલામાં 4.2, પઠાણકોટમાં આઠ, ભટિંડામાં એક અને ગુરદાસપુરમાં 3.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
ઉત્તર ગુજરાતમાં ભારે ઠંડી બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં ભારે ઠંડી જોવા મળી રહી છે. સમાન્ય રીતે આ સમયમાં ઠંડીનું પ્રમાણ ઓછું થઇ જતું હોય છે. પરંતુ આ વખતે શરૂઆતના સમયમાં ઠંડી ના પડવાના કારણે આ વખતે શિયાળાના અંતમાં વધુ ઠંડી જોવા મળી રહી છે.