ETV Bharat / bharat

આપણે ચીનની સાથે સીમા વાર્તાના દરેક તબક્કામાં અનુકુળ પરિણામની આશા ન રાખવી જોઈએઃ સેના પ્રમુખ - ભારત અને ચીન વચ્ચે તણાવની સ્થિતિ

ચીન અવારનવાર ભારતની સીમાઓમાં ઘુસવા માટે અવળચંડાઈ કરી રહ્યું છે. ત્યારે ભારત અને ચીન વચ્ચે અનેક વખત વાતચીત પણ થઈ હતી. તો હવે આ અંગે ભારતીય સેનાના પ્રમુખ જનરલ એમ. એમ. નરવણેએ (Indian Army Chief General M. M. Narvane) એક નિવેદન આપ્યું હતું. તમણે જણાવ્યું હતું કે, ભારતે સીમા મુદ્દાઓને નિવારવા માટે ચીનની સાથે યોજાતી દરેક તબક્કાની વાતચીતમાં અનુકુળ પરિણામની આશા ન રાખવી જોઈએ.

આપણે ચીનની સાથે સીમા વાર્તાના દરેક તબક્કામાં અનુકુળ પરિણામની આશા ન રાખવી જોઈએઃ સેના પ્રમુખ

author img

By

Published : Oct 22, 2021, 8:53 AM IST

  • ચીન સાથેની સીમા વાર્તાના મુદ્દે સેના પ્રમુખ જનરલ એમ. એમ. નરવણેએ આપ્યું નિવેદન
  • ચીનની સાથે સીમા વાર્તાના દરેક તબક્કામાં અનુકુળ પરિણામની આશા ન રાખવી જોઈએઃ જનરલ નરવણે
  • મને વિશ્વાસ છે કે, વાર્તાના હજી અન્ય તબક્કામાં આપણે આગળ વધવા પર આ મુદ્દાઓનું સમાધાન લાવવામાં સક્ષમ હોઈશુંઃ જનરલ નરવણે

નવી દિલ્હીઃ ભારતીય સેનાના પ્રમુખ જનરલ એમ. એમ. નરવણેએ (Indian Army Chief General M. M. Narvane) જણાવ્યું હતું કે, ભારતે સીમા મુદ્દાઓને નિવારવા માટે ચીનની સાથે યોજાતી દરેક તબક્કાની વાતચીતમાં અનુકુળ પરિણામની આશા ન રાખવી જોઈએ. (સીમા વાર્તા દરમિયાન ભારત અને ચીન વચ્ચે) તણાવવાળા 4-5 બિન્દુ હતા અને અમે એકને છોડીને તમામનું નિવારણ લાવી દીધું છે. મને વિશ્વાસ છે કે, વાર્તાના હજી અન્ય તબક્કામાં આપણે આગળ વધવા પર આ મુદ્દાઓનું સમાધાન લાવવામાં સક્ષમ હોઈશું.

આ પણ વાંચો- અફઘાનિસ્તાનમાં ક્યારે શું થયું ? કાબુલથી પરત ફરેલી મેડિકલ સ્ટાફની સભ્યએ જણાવ્યો સમગ્ર ઘટનાક્રમ

સંરક્ષણ સંમેલનમાં સેના પ્રમુખે આપી માહિતી

આ મહિનાની શરૂઆતમાં ભારત અને ચીન 13મા તબક્કાની સૈન્ય વાર્તા દરમિયાન પૂર્વીય લદ્દાખમાં તણાવવાળા અન્ય બિન્દુઓમાં 17 મહિનાના ગતિરોધનું સમાધાન લાવવામાં કોઈ પ્રગતિ કરવામાં નિષ્ફળ રહ્યા. અહીં એક સંરક્ષણ સંમેલનમાં સેના પ્રમુખે કહ્યું હતું કે, ચીનની સાથે પૂર્વીય લદ્દાખ સીમા પર સ્થિતિ લગભગ એક વર્ષની સરખામણીમાં હવે ઘણી સારી અને વધુ સ્થિર છે. ભારત અને ચીન વચ્ચે અનેક તબક્કાની વાતચીત થઈ છે અને તે વાર્તાઓના પરિણામરૂપે આપણે ઘણી હદ સુધી સૈનિકોને પાછા હટવાની પ્રક્રિયાના સંબંધમાં સંમતી બનાવવામાં સફળ રહ્યા છીએ.

આ પણ વાંચો- 1990 બાદ કાશ્મીર: સૈન્ય અધિકારીએ કહ્યું- અહીંની 'મા'ને મળી રહી છે હાર, પશ્ચિમમાં'પાકી' અપશબ્દ

કેટલીક વાતો પર સંમતી તો કેટલીક વાતો પર મતભેદ હોય છે

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હું જે કહેવા માગું છું. તે એ છે કે, આપણે દરેક તબક્કાની વાતચીતમાં અનુકુળ પરિણામની આશા ન રાખવી જોઈએ. હંમેશા કેટલીક વાતો પર સંમતી બને છે તો કેટલીક વાતો પર મતભેદ હોય છે. જ્યાં સુધી અમે વાત કરતા રહીશું. અમે તે મતભેદોને દૂર કરવામાં સક્ષમ હોઈશું તથા એકબીજાની નજીક જઈશું અને તમામ મુદ્દાનું નિવારણ લાવીશું.

ચીનની સાથે રાજકીય, રાજદ્વારી અને સૈન્ય સ્તર પર વાતચીત થઈ રહી છે

જનરલ નરવણેએ કહ્યું હતું કે, ચીનની સાથે વાતચીત રાજકીય સ્તર પર, રાજદ્વારી સ્તર પર સૈન્ય સ્તર પર થઈ રહી છે. મને વિશ્વાસ છે કે, અમે એક સંતોષજનક સંકલ્પની સાથે આવવામાં સક્ષમ હોઈશું અને જ્યારે હું સંતોષજનક કહું છું તો બંને પક્ષ માટે સંતોષજનક હોવું જોઈએ અને મને વિશ્વાસ છે કે, આવું ઝડપથી થશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભારતીય સેના એક ક્ષણ માટે પણ પોતાની દેખરેખ અને સુરક્ષાને ઘટાડી નથી રહી અથવા એ કલ્પના નથી કરી રહી કે, ભવિષ્યમાં સ્થિતિ વધુ ખરાબ ન થાય. હંમેશા એક આશા છે કે, તમામ મતભેદોને વાતચીત અને ચર્ચાના માધ્યમથી નિવારી શકાય છે, પરંતુ જો એવું નહીં થાય તો આપણે હંમેશા પોતાની સીમાઓની રક્ષા કરવા અને પોતાની ક્ષેત્રીય અખંડતા અને પ્રભુતાની રક્ષા કરવા માટે તૈયાર છે.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.