ETV Bharat / bharat

વાઝે 2 લોકોનું એન્કાઉન્ટર કરવાનો હતોઃ NIA - સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચીન વાઝે

મુંબઈના એન્ટિલિયા કેસમાં દિવસેને દિવસે નવા વળાંક આવી રહ્યા છે ત્યારે હવે આ કેસ મામલામાં સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચીન વાઝેએ મોટો ખુલાસો કર્યો છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, તે 2 લોકોના એન્કાઉન્ટરની યોજના બનાવી રહ્યો હતો.

મુંબઈ
મુંબઈ
author img

By

Published : Apr 14, 2021, 11:52 AM IST

  • સચીન વાઝે મનસુખ હિરેનની હત્યામાં મુખ્ય આરોપી છે
  • 25 ફેબ્રુઆરીએ મુકેશ અંબાણીના ઘરની બહારથી મળી હતી શંકાસ્પદ કાર
  • કારમાં જિલેટિનની સ્ટિક પણ હતી ત્યારબાદ મનસુખ હિરેનનો મૃતદેહ મળ્યો હતો

મુંબઈઃ એન્ટિલિયા કેસ મામલામાં સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચીન વાઝેએ મોટો ખુલાસો કર્યો છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, તે 2 લોકોના એન્કાઉન્ટરની યોજના બનાવી રહ્યો હતો. વાઝે વેપારી મનસુખ હિરેનની હત્યાના કેસમાં મુખ્ય આરોપી છે.

આ પણ વાંચોઃ સચિન વઝે કેસમાં કબ્જે કરાયેલી કાર અગ્રવાલ પરિવારને મુંબઈના ઇસ્માઇલે આપી હતી ભેટ

2 વ્યક્તિનું એન્કાઉન્ટર કરી કેસ પતાવવાની ફિરાકમાં હતો વાઝે

NIAએ કોર્ટને જણાવ્યું હતું કે, વાઝે કંઈક મોટું કરવાનો હતો. તે 2 લોકોનું એન્કાઉન્ટર પણ કરવાનું વિચારી રહ્યો હતો. તેના નિશાના પર એક વ્યક્તિ પણ હતો, જેનો પાસપોર્ટ વાઝેના ઘર પરથી મળ્યો હતો. વાઝેએ યોજના બનાવી હતી કે, નવેમ્બર 2020માં ઓરંગાબાદથી ચોરી થયેલી કારમાં 2 લોકોનું એન્કાઉન્ટર કરી દેશે અને લોકોને લાગશે કે એન્ટિલિયા કેસ પૂરો થયો. તે કારની નંબર પ્લેટ NIAએ મીઠી નદીમાંથી મળી હતી.

આ પણ વાંચોઃ એન્ટિલિયા કેસ: NIAની ટીમે વોલ્વો કાર બાદ 7.5 લાખની સ્પોર્ટ્સ બાઇક કબજે કરી

વાઝે પર મનસુખ હિરેનની હત્યાનો આરોપ

આપને જણાવી દઈએ કે, 25 ફેબ્રુઆરીએ દક્ષિણ મુંબઈમાં મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા પાસે SUV કારમાં જિલેટિનની સ્ટિક મળી આવી હતી. ત્યારબાદ મનસુખ હિરેનની શંકાસ્પદ હાલતમાં મોત થતા સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચીન વાઝે પર આરોપ લાગ્યો હતો. ત્યારબાદ 13 માર્ચે સચીન વાઝેની ધરપકડ કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.