નવી દિલ્હીઃ પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગના બહેન અંજુ સેહવાગે (Virendra Sehwag Sister Join Aap) આજે કોંગ્રેસ પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયાં છે. તેમના સિવાય રાજૌરી ગાર્ડનના સામાજિક કાર્યકર અરવિંદ ચંદેલા પણ AAPમાં જોડાયા છે. આ બંને લોકોને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સચિવ પંકજ ગુપ્તા, માલવીયાનગરના ધારાસભ્ય સોમનાથ ભારતીએ પાર્ટીની ટોપી અને ખેસ પહેરાવીને પાર્ટીમાં આવકાર્યા હતાં.
આ દરમિયાન ETV Bharat સંવાદદાતાએ પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગના બહેન અંજુ સેહવાગ (Anju sehwag join delhi aam aadmi party) સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના કામથી પ્રભાવિત થઈને તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયાં છે.
કેજરીવાલના કામોથી પ્રભાવિત છે અંજુ સેહવાગ
અંજુ સેહવાગે (Virendra Sehwag Sister Join Aap) કહ્યું કે પરિવર્તન કુદરતનો નિયમ છે. છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટી દિલ્હીમાં શાનદાર કામ કરી રહી છે. પાર્ટી જે રીતે કામ કરે છે તેનાથી હું પ્રભાવિત છું. નવી શાળાઓ બનાવવાની હોય, આરોગ્ય વ્યવસ્થા સુધારવાની હોય કે પછી કોરોનાના સમયમાં દિલ્હીની સ્થિતિને સંભાળવાની વાત હોય. અરવિંદ કેજરીવાલે આવા ઘણા કામો કર્યા છે જેની અસર આપણાં બધા પર પડી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે આ તમામ ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમણે આમ આદમી પાર્ટીની સદસ્યતા લીધી છે.
આ પણ વાંચોઃ વિરેન્દ્ર સેહવાગે સુરત સિવિલ હોસ્પિટલના એક દર્દીના બર્થ ડેનો વીડિયો કર્યો શેર
તેમની બેઠક હવે અનામતમાં ફેરવાઇ છે
જ્યારે પૂર્વ કાઉન્સિલર અંજુ સેહવાગને કોંગ્રેસ છોડવા (Anju Sehwag leaves Delhi Congress) અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે પહેલા જ્યાં હતાં ત્યાં ઘણું કામ થયું છે, પરંતુ અમે પહેલા જે સીટ પર હતાં તે હવે અનામત છે, તેથી તે બેઠક પર ફરીથી ચૂંટણી લડી શકશે નહીં. પરંતુ એ જોવાનું રહેશે કે ભવિષ્યમાં શું થશે તે અંગે અત્યારે કંઈ કહી શકાય તેમ નથી. આ દરમિયાન તેમણે કહ્યું કે પાર્ટી જે પણ જવાબદારી આપે તે લેવા માટે તે તૈયાર છે.
આ પણ વાંચોઃ સહેવાગે અમદાવાદને કોરોનાથી સુરક્ષિત ગણાવ્યું, VS સ્ટોરનું કર્યું ઉદ્ઘાટન
કોંગ્રેસમાંથી ચૂંટણી જીત્યાં હતાં
જણાવી દઈએ કે વર્ષ 2012માં તેઓ કોંગ્રેસની (Delhi Congress) ટિકિટ પર મ્યુનિસિપલ ચૂંટણીમાં દક્ષિણપુરી એક્સટેન્શન સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઉતરી હતી. અહીં અંજુ સેહવાગ જીત્યાં હતાં અને વર્ષ 2017 સુધી કોર્પોરેશન કાઉન્સિલર રહ્યાં હતાં. અંડુ સેહવાગ તે એક ખાનગી શાળામાં હિન્દી શિક્ષિકા (Anju sehwag join delhi aam aadmi party) પણ રહી ચૂક્યાં છે.