નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 25000 રન બનાવવાનો આંકડો પાર કરી લીધો છે. ઓસ્ટ્રેલિયા સામે તેના હોમ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી ઇનિંગ્સ દરમિયાન તેણે આ સિદ્ધિ મેળવી હતી. વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે દિલ્હીમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી.
-
𝐌𝐢𝐥𝐞𝐬𝐭𝐨𝐧𝐞 𝐔𝐧𝐥𝐨𝐜𝐤𝐞𝐝! 🔓
— BCCI (@BCCI) February 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Congratulations @imVkohli on reaching 2️⃣5️⃣0️⃣0️⃣0️⃣ international runs in international cricket! 🫡
Simply sensational 👏🏻👏🏻#TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/Ka4XklrKNA
">𝐌𝐢𝐥𝐞𝐬𝐭𝐨𝐧𝐞 𝐔𝐧𝐥𝐨𝐜𝐤𝐞𝐝! 🔓
— BCCI (@BCCI) February 19, 2023
Congratulations @imVkohli on reaching 2️⃣5️⃣0️⃣0️⃣0️⃣ international runs in international cricket! 🫡
Simply sensational 👏🏻👏🏻#TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/Ka4XklrKNA𝐌𝐢𝐥𝐞𝐬𝐭𝐨𝐧𝐞 𝐔𝐧𝐥𝐨𝐜𝐤𝐞𝐝! 🔓
— BCCI (@BCCI) February 19, 2023
Congratulations @imVkohli on reaching 2️⃣5️⃣0️⃣0️⃣0️⃣ international runs in international cricket! 🫡
Simply sensational 👏🏻👏🏻#TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/Ka4XklrKNA
કોહલીના નામે વધું એક સિદ્ધી : વિરાટ કોહલી તે સૌથી ઓછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં આ સિદ્ધિ હાંસલ કરનાર ખેલાડી બની ગયો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 25000 રન બનાવનાર ખેલાડીઓમાં વિરાટ કોહલીનું નામ સૌથી આગળ છે. આ દરમિયાન કોહલીએ સચિન તેંડુલકર અને રિકી પોન્ટિંગને પાછળ છોડ્યો છે. વિરાટ કોહલીએ સચિન તેંડુલકર અને રિકી પોન્ટિંગ કરતાં પણ ઓછી ઇનિંગ્સમાં આ મોટું કારનામું કર્યું છે.
કુલ ઇનિંગ્સ
વિરાટ કોહલી - 549 ઇનિંગ્સ
સચિન તેંડુલકર - 577 ઇનિંગ્સ
રિકી પોન્ટિંગ - 588 ઇનિંગ્સ
બોર્ડર - ગાવસ્કર ટ્રોફિમાં નોંધાવ્યો રેકોર્ડ : વિરાટ કોહલીએ આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયા સામે દિલ્હીમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં નોંધાવ્યો છે. કોહલીએ બીજી ઇનિંગમાં 31 બોલમાં 20 રન બનાવ્યા અને બે ચોગ્ગા ફટકાર્યા હતા. કોહલીએ પ્રથમ દાવમાં 44 રન બનાવ્યા હતા અને તેણે 84 બોલનો સામનો કર્યો હતો. વિરાટે આ ઈનિંગ દરમિયાન ચાર ચોગ્ગા પણ ફટકાર્યા હતા. તેને પ્રથમ દાવમાં મેથ્યુ કુહનેમેન અને બીજી ઈનિંગમાં ટોડ મર્ફીએ આઉટ કર્યો હતો.