ETV Bharat / bharat

રાજ્યો પાસે કોરોના વેક્સિનના 2.14 કરોડ ડૉઝ ઉપલબ્ધ : કેન્દ્ર સરકાર - રાષ્ટ્રીય વેક્સિનેશન ડ્રાઈવ

સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું છે કે, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે કોરોના વેક્સિનના 2.14 કરોડથી વધુ ડૉઝ ઉપલબ્ધ છે. જેના કારણે આગામી દિવસોમાં વેક્સિનની અછત સર્જાશે નહીં.

રાજ્યો પાસે કોરોના વેક્સિનના 2.14 કરોડ ડૉઝ ઉપલબ્ધ

author img

By

Published : Jun 22, 2021, 5:36 PM IST

  • દેશમાં પૂરજોશમાં ચાલી રહ્યો છે વેક્સિનેશન પ્રોગ્રામ
  • વેક્સિન વેસ્ટજ સાથે કુલ 27.20 કરોડ ડૉઝની માગ
  • આગામી 3 દિવસમાં વધુ 33.80 કરોડ ડૉઝ પહોંચતા કરાશે

નવી દિલ્હી : રાષ્ટ્રીય વેક્સિનેશન ડ્રાઈવ અંતર્ગત અત્યાર સુધી કુલ 28.87 કરોડ ડૉઝ લગાવવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કેન્દ્ર સરકાર તરફથી અને પ્રત્યક્ષ ખરીદ શ્રેણીના માધ્યમથી 29.35 કરોડ ડૉઝ પહોંચાડવામાં આવ્યા છે. જેમાં વેક્સિન વેસ્ટજ સાથે કુલ 27.20 કરોડ ડૉઝની માગ છે.

વેક્સિનેશનનો નવો રેકોર્ડ સ્થાપ્યો

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પાસે મંગળવારે સવારે 7 વાગે ઉપલબ્ધ માહિતી અનુસાર, મંત્રાલયે જણાવ્યું છે કે, હાલમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે 2.14 કરોડ ડૉઝ ઉપલબ્ધ છે અને આગામી 3 દિવસમાં વધુ 33.80 કરોડ ડૉઝ પહોંચતા કરી દેવાશે. ભારતમાં ગઈકાલે સોમવારે એક જ દિવસમાં 86.16 લાખ લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. જેણે વિશ્વભરમાં એક દિવસમાં સૌથી વધારે લોકોને વેક્સિન આપવાનો રેકોર્ડ સર્જ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.