ETV Bharat / bharat

ઉત્તરકાશી ટનલ દુર્ઘટના, એક વિચક્ષણ સમીક્ષા - વડા પ્રધાનટ

ઉત્તરકાશીની ટનલ દુર્ઘટનાએ દેશની ડિઝાસ્ટર મેનેજમેન્ટ સિસ્ટમ પર સવાલ પેદા કર્યા છે. શું દેશનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ કુદરતી તેમજ બીજા સંકટો સામે લડત આપવા સંપૂર્ણ સજ્જ છે? અત્યારે નિષ્ણાંતોને આ સવાલોનો સામનો કરવો પડી રહ્યો છે. Uttarkashi Silkyara Tunnel Accident Engineeering Procurement and Construction post-nautral disaster management organisation state disaster management NDRF

ઉત્તરકાશી ટનલ દુર્ઘટના, એક વિચક્ષણ સમીક્ષા

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 29, 2023, 1:21 PM IST

ઉત્તરકાશીઃ હકીકત તો એ છે કે 13 દિવસ સુધી સાત રાજ્યોના કુલ 41 મજૂર ટનલમાં ફસાયેલા રહ્યા. ગ્રાઉન્ડ લેવલ પર તેઓ વિવિધ પડકારોનો સામનો કરતા રહ્યા. વિષય નિષ્ણાંતો, કેન્દ્રીય પ્રધાન અને રાજ્યના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામી સતત રેસ્ક્યૂ ઓપરેશન પર નજર રાખી રહ્યા હતા તેમ છતા કોઈ નક્કર પરિણામ આવતું નહતું.

ઉલ્લેખનીય છે કે 12 નવેમ્બરના રોજ સિલક્યારા ટનલના વળાંકના ભારે કાટમાળ નીચે મજૂરો ફસાઈ રહ્યા. આ ટનલનું નિર્માણ મહત્વકાંક્ષી પ્રોજેકેટ્ ચારધામ પરિયોજના અંતર્ગત થઈ રહ્યું હતું. જેને માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા ફંડિંગ કરવામાં આવે છે. તેમજ આ સમગ્ર નિર્માણ Engineeering Procurement and Construction (EPC)-એન્જિનિયરિંગ પ્રોક્યુરમેન્ટ એન્ડ કન્સ્ટ્રકશન મોડ અંતર્ગત થઈ રહ્યું હતું. સમગ્ર દેશ ઉત્સુકતાથી ગરીબ અને દુઃખી મજૂરોના સહી સલામત રેસ્કયૂની રાહ જોઈ અને પ્રાર્થના કરી હતી.

જો કે આ દુર્ઘટનાએ ફરી એક વાર વેલ ઈક્વિપ્ડ પોસ્ટ નોટ્રલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન(post-nautral disaster management organisation)ની તત્કાળ આવશ્યકતાને સામે લાવી દીધી છે. આ ઓર્ગેનાઈઝેશન ખાસ કરીને કુદરતી અને માનવસર્જિત આપત્તિઓમાં બચાવ અને રાહત કાર્યોમાં મુખ્ય ભજવે છે.

રાજ્યોમાં સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (state disaster management) અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ( National Disaster Response Force-NDRF)ની કામગીરી પ્રત્યે કોઈ શંકા નથી. તેઓ ત્યારે જ કાર્યાન્વિત થાય છે જ્યારે તેમની જરુરિયાત ઊભી થાય છે, તેમજ સંબંધિત વિભાગોનું કામકાજ અલગ અલગ હોય છે. હવે એ તો સર્વ વિદિત છે કે ગઢવાલ હિમાલયનો બહુ નાજુક ભાગ છે અને દેશના ભૂકંપીય નકશાના ઝોન પાંચમાં આવે છે. આ ક્ષેત્રમાં અગાઉ પણ ભૂકંપના નાના મોટા આંચકા આવ્યા છે.

ચોમાસા દરમિયાન ભૂસ્ખલન વિશેષ જોવા મળે છે. જે સમગ્ર વિસ્તારના જન જીવનને અસ્ત વ્યસ્ત કરી દે છે. ગઈ સદીમાં ઓછામાં ઓછા ત્રણ ભૂકંપ અને અનેક મોટા ભૂસ્ખલનમાં સમગ્ર વિસ્તારમાં જાનમાલનું ભારે નુકસાન થયું હતું. 1991 અને 1998ના ઓક્ટોબર મહિનામાં આવેલા ભૂકંપમાં સેંકડો લોકોના મૃત્યુ થયા હતા અને હજારો લોકો બેઘર બન્યા હતા.

વિકાસકાર્યોની જરુરિયાતોએ આ સ્થિતિને વધુ ગંભીર બનાવી દીધી છે. હિમાલયના ગઢવાલમાંથી નીકળી બે મોટી નદીઓ ગંગા અને યમુનામાં જળ વિદ્યુત ઉત્પાદન(hydro-power production)ને પરિણામે તેમને નુકસાન પહોંચ્યું છે. દસકાઓથી hydro-power production માટે ડેમ બનાવવા પહાડોના નાજુક વળાંકોને કાપીને અનેક ભોંયરા-ટનલ બનાવવામાં આવ્યા છે. દસકાઓ પહેલા કેન્દ્ર સરકારે 2400 મેગાવોટનો ટિહરી ડેમ પ્રોજેક્ટ શરુ કર્યો હતો. જેના પરિણામે હજારો લોકોને વિસ્થાપિત થવું પડ્યું અને એક આખુ હિલ સ્ટેશન પાણીમાં ડૂબી ગયું હતું.

આ ઉપરાંત કેન્દ્રીય રેલ મંત્રાલય દ્વારા ચારધામ રેલ પરિયોજનાને અમલી બનાવાઈ છે. જેમાં કુલ 61 ટનલ અને 59 માનવ નિર્મિત બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગઢવાલમાં નાજુક પહાડોમાં પથ્થર કાપવાનું કામ પણ ચાલી રહ્યું છે. રેલવે ટનલ ઉપરાંત આ પહાડોમાંથી પથ્થર કાઢવાને લીધે કુલ 750 કિલોમીટર લાંબી ટનલનું નિર્માણ થયું છે. ઉલ્લેખનીય છે કે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન(NTPC) દ્વારા શરુ કરવામાં આવેલ 300 મેગાવોટની વિષ્ણુપ્રયાગ hydro-power production માટે 12 કિમી લાંબી ટનલ બનાવવામાં આવી હતી. જેના પરિણામે ચમોલી જિલ્લાનું આખું જોશીમઠ નામક શહેર ડૂબમાં ગયું હતું. વાડિયા ઈન્સ્ટિટયૂટ ઓફ હિમાલય જિયોલોજી(WIHG)ના કેટલાક પૂર્વ વૈજ્ઞાનિકો જેમાં ડૉ. એન.એસ. વિરદી અને ડૉ. એ. કે. મહાજનનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું કે માત્ર ગંગા પ્રદેશમાં જ hydro-power production માટે લગભગ 150 કિલોમીટર લાંબી ટનલોને મંજૂરી આપવામાં આવી છે. જેમાંથી કેટલીક ટનલો બની ગઈ છે જ્યારે કેટલીક ટનલનું ડ્રિલિંગનું કામ ચાલી રહ્યું છે.

તેથી પહાડોમાં આ રીતના અંધાધુંધ વિસ્ફોટક પ્રવૃત્તિ ઉપ હિમાલય વિસ્તારના જૈવિક તંત્ર પર ખરાબ પ્રભાવ પાડી રહી છે. લોકલ ટોપોગ્રાફી, જંગલો, વન્ય જીવો પર કાર્ય કરતી સંસ્થા ઈન્ટરનેશનલ યુનિયન ફોર કંઝરવેશન ઓફ નેચર Internationl Union for Conservation of Nature(IUCN) દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર કુદરતી પરિબળોના ભોગે કરવામાં આવતા વિકાસને હળવાશથી ન લઈ શકાય તેમજ બગડતી પરિસ્થિતિ પર ગંભીરતાથી વિચાર કરવાની જરુર છે તેવું જણાવાયું છે.

હવે સમય આવી ગયો છે કે સમગ્ર સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે એન્જિનિયર્સ અને અર્થક્વેક સાયન્ટિસ્ટ્સનો સમાવેશ કરીને સમગ્ર ઉત્તરાખંડનો એક ટેકનીકલ સર્વે કરવામાં આવે. 22 ઓક્ટોબર 1991ના રોજ ઉત્તરકાશી જિલ્લામાં આવેલા ભયાનક ભૂકંપ બાદ તત્કાલીન વડા પ્રધાન નરસિમ્હારાવે સમગ્ર વિસ્તારની આ કાયમી સમસ્યાના નિવારણ માટે એક સર્વેનું વચન આપ્યં હતું. જો કે 3 દસકાથી પણ વધુનો સમય વીતી ગયો હોવા છતા કોઈ વ્યાપક સર્વે હાથ ધરવામાં આવ્યો નથી.

  1. સીએમ ધામી ચિન્યાલીસૌર સીએચસીમાં સુરંગમાંથી બચાવી લેવામાં આવેલા મજૂરોને મળશે, દરેકને ચેકનું વિતરણ કરશે
  2. સુરંગમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવા માટે અક્ષય કુમારથી લઈને કંગના રનૌત સુધીના આ સેલેબ્સે રેસ્ક્યુ ટીમને સલામ કરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.