ETV Bharat / bharat

Valley Of Flowers: પ્રવાસીઓ માટે ખુલ્લી વિશ્વની ધરોહર ફુલોની ખીણ, દુનિયામાં ક્યાંય નથી એટલા ફુલ - special story

વિશ્વ વિખ્યાત અને વૈશ્વિક હેરિટેજ વેલી ઓફ ફ્લાવર્સ (Valley of Flowers) પ્રવાસીઓ માટે ખુલી ગઈ છે. વન વિભાગના અધિકારીઓએ ખીણની મુલાકાત લીધી હતી અને વ્યવસ્થાઓનો તાગ મેળવ્યા બાદ ખીણને પ્રવાસીઓ માટે ખોલવામાં આવી છે.

પ્રવાસીઓ માટે ખુલ્લી વિશ્વની ધરોહર ફુલોની ખીણ, દુનિયામાં ક્યાંય નથી એટલા ફુલ
પ્રવાસીઓ માટે ખુલ્લી વિશ્વની ધરોહર ફુલોની ખીણ, દુનિયામાં ક્યાંય નથી એટલા ફુલ
author img

By

Published : Jul 10, 2021, 6:04 AM IST

Updated : Jul 10, 2021, 6:12 AM IST

  • ફૂલો સાથે વન્યજીવો પણ જોવા મળશે
  • રેપિડ એન્ટિજેન અને RT-PCR રિપોર્ટ આવશ્યક
  • યુનેસ્કોએ રાષ્ટ્રીય ઉદ્યાનની ઘોષણા કરી

ચમોલીઃ કોરોના સંક્રમણના કારણે ગત વર્ષે 15 ઓગસ્ટના રોજ ફુલોની ખીણ (Valley of Flowers) પ્રવાસીઓ માટે ખોલવામાં આવી હતી. ગયા વર્ષે 942 દેશી-વિદેશી પ્રવાસીઓએ ફૂલોની ખીણની મુલાકાત લીધી હતી. પરંતુ આ વર્ષે આ ખીણ છેલ્લા વર્ષ કરતા 45 દિવસ અગાઉ પ્રવાસીઓ માટે ખોલવામાં આવી છે. તેથી, પર્યટન વિભાગ પ્રવાસીઓની અવરજવરમાં વધારાની અપેક્ષા રાખે છે. ખીણ જોવા માટે પહોંચનારા પર્યટકો માત્ર રંગીન ફૂલો જ નહીં, પરંતુ ખીણમાં હાજર વન્યપ્રાણીઓની દુર્લભ પ્રજાતિઓનો (rare species of wildlife) પણ દિદાર કરી શકશે.

પ્રવાસીઓ માટે ખુલ્લી વિશ્વની ધરોહર ફુલોની ખીણ, દુનિયામાં ક્યાંય નથી એટલા ફુલ

પગદંડી અને પુલોનું સમારકામ

નંદાદેવી બાયોસ્ફીયર (Nanda Devi Biosphere)ના ડિરેક્ટર અમિત કંવર (Amit Kanwar) કહે છે કે, ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સાથે પરામર્શ કર્યા પછી પ્રવાસીઓ માટે વેલી ઓફ ફ્લાવર્સ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, તેઓ પોતે ત્રણ દિવસ માટે ખીણની મુલાકાત લઈ વ્યવસ્થાઓનો ચિત્તાર મેળવ્યો હતો. ખીણમાં પગદંડી અને પગપાળા જઈ શકાય તેવા પુલોના સમારકામનું કામ 1 જૂન પહેલા પૂર્ણ થયું હતું.

રેપિડ એન્ટિજેન અને RT-PCR રિપોર્ટ આવશ્યક

અમિત કંવરએ કહ્યું કે, કોવિડ -19ના નિયમોની સાથે અન્ય રાજ્યોના પ્રવાસીઓ પણ ફૂલોની ખીણ જોવા માટે આવી શકે છે. રેપિડ એન્ટિજેન અને RT-PCR ટેસ્ટમાં કોઈપણના 72 કલાક પહેલાં નેગેટિવ રિપોર્ટ હોવો ફરજિયાત છે.

જાણો...ફૂલોની ખીણ વિશે

વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક ફૂલોની ખીણનું નામ છે, જેને અંગ્રેજીમાં વેલી ઓફ ફૂલો (Valley of Flowers) કહેવામાં આવે છે. તે ભારતના ઉત્તરાખંડ રાજ્યના ગઢવાલ ક્ષેત્રમાં આવેલા ચમોલી જિલ્લામાં છે. ફૂલોની આ ખીણએ વિશ્વ સંગઠન યુનેસ્કો દ્વારા 1982 માં જાહેર કરવામાં આવેલી, વર્લ્ડ હેરિટેજ સાઇટ નંદાદેવી અભ્યારણ્યનો એક ભાગ છે.

ફૂલોની ખીણની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય

ફૂલોની ખીણની મુલાકાત માટે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના શ્રેષ્ઠ ગણવામાં આવે છે. બ્રહ્માકમલ સપ્ટેમ્બરમાં અહીં ખીલે છે.

આ પણ વાંચોઃ પિતાની ઇચ્છાને દિકરાએ કરી પૂરી

ફૂલોની ખીણમાં કેવી રીતે પહોંચવું

ફૂલોની ખીણમાં પહોંચવા માટે ચમોલી જિલ્લાનું છેલ્લું બસ સ્ટેન્ડ ગોવિંદઘાટ છે. જોશીમઠથી ગોવિંદઘાટનું અંતર 19 કિ.મી. છે. અહીંથી એન્ટ્રી પોઇન્ટ સુધીનું અંતર લગભગ 13 કિ.મી. છે.

યુનેસ્કોએ રાષ્ટ્રીય ઉદ્યાનની ઘોષણા કરી

ફૂલોની ખીણ 87.50 કિ.મી.ના ક્ષેત્રમાં ફેલાયેલી છે. 1982 માં યુનેસ્કો દ્વારા તેને રાષ્ટ્રીય ઉદ્યાનની ઘોષણા કરવામાં આવી છે. બરફથી ઢંકાયેલી પર્વતોથી ઘેરાયેલી આ ખીણ ખૂબ સુંદર છે. અહીં 500 થી વધુ જાતિના ફૂલો જોવા મળશે.

Last Updated : Jul 10, 2021, 6:12 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.