ETV Bharat / bharat

ઉત્તરાખંડમાં ત્રણ દિવસ ભારે વરસાદ અંગે એલર્ટ જાહેર, કેદારનાથ અને બદરીનાથની યાત્રા પર પ્રતિબંધ - ઉત્તરાખંડમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

ઉત્તરાખંડમાં ફરી એક વાર વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. દહેરાદૂનના હવામાન વિભાગ કેન્દ્રએ આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદ અંગે એલર્ટ જાહેર કર્યું છે.

ઉત્તરાખંડમાં ત્રણ દિવસ ભારે વરસાદ અંગે એલર્ટ જાહેર, કેદારનાથ અને બદરીનાથની યાત્રા પર પ્રતિબંધ

author img

By

Published : Oct 18, 2021, 10:30 AM IST

  • હવામાન વિભાગે રાજ્યમાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે
  • સાવચેતીરૂપે કેદારનાથ અને બદરીનાથની યાત્રા અસ્થાયી રીતે રોકી દેવામાં આવી છે
  • તંત્રએ ચારધામ યાત્રીઓને વરસાદમાં યાત્રા ન કરવાની અપીલ કરી છે

દહેરાદૂનઃ હવામાન વિભાગે રાજ્યમાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે. તેવામાં વિભાગનું પૂર્વાનુમાન સાચુ સાબિત થયું છે. ગઈકાલ રાતથી રુદ્રપ્રયાગ, ચમોલી અને ઉત્તરકાશીમાં વરસાદ પડી રહ્યો છે. તો આજે આ જનપદોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેવામાં સાવચેતીરૂપે કેદારનાથ અને બદરીનાથની યાત્રા અસ્થાયી રીતે રોકી દેવામાં આવી છે. તંત્રએ ચારધામ યાત્રીઓને વરસાદમાં યાત્રા ન કરવાની અપીલ કરી છે. સાથે જ યાત્રીઓને તમામ યથાસ્થન પર રોકાવવા કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો- ખુશખબર: તમામ શ્રદ્ધાળુઓ માટે ખુલ્યા ચારધામ, કોવિડ નિયમોનું કરવું પડશે પાલન

થોડા દિવસ પહેલા મુખ્યપ્રધાને યોજી હતી બેઠક

આપને જણાવી દઈએ કે, હવામાન વિભાગના એલર્ટ પછી મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીએ થોડા દિવસ પહેલા સચિવાલયમાં તમામ જિલ્લાધિકારીઓ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ (Disaster management) સાથે જોડાયેલા વિભાગો અને એજન્સીઓની બેઠકમાં ભાગ લીધો હતો, જેમાં મુખ્યપ્રધાને તમામ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ પાસેથી રાજ્યની સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી.

આ પણ વાંચો- એકચક્રી શાસન છતાં ભાજપે શા માટે યોજવી પડી રહી છે જન આશીર્વાદ યાત્રા?

વરસાદની ચેતવણીરૂપે આજે સ્કૂલો બંધ

મુખ્યપ્રધાને જિલ્લાધિકારીઓ પાસેથી તેમની તૈયારી, વરસાદની સ્થિતિ વગેરે અંગે વિસ્તૃતમાં માહિતી મેળવી હતી. સાથે જ મુખ્યપ્રધાને વરસાદની ચેતવણીને જોતા રાજ્યની તમામ સ્કૂલોમાં 18 ઓક્ટોબરે રજા રાખવાનો નિર્દેશ કર્યો છે.

જૂન 2013માં આવેલી આપત્તિનું થઈ શકે છે પુનરાવર્તન

આપને જણાવી દઈએ કે, હવામાન વિભાગના હાઈએલર્ટ અંગે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, વર્ષ 2013ની જૂનમાં આવેલી આપત્તિનું પુનાવર્તન થઈ શકે છે, જેને જોતા જિલ્લા તંત્ર સતર્ક છે. આજે સવારે જિલ્લા તંત્રએ યાત્રા પર અસ્થાયી પ્રતિબંધ લગાવ્યો છે. યાત્રીઓને કેદારનાથ નથી જવા દેવાતા.

યાત્રીઓને સુરક્ષિત સ્થળ પર જવાની સલાહ

તો જિલ્લાધિકારી મનુજ ગોયલે જણાવ્યું હતું કે, હવામાન એલર્ટ અંગે ભારે વરસાદની સંભાવના છે. યાત્રીઓની સુરક્ષિત સ્થળો પર જવાનું કહેવામાં આવ્યું છે. જે યાત્રી કેદરનાથ પહોંચી ગયા છે. તેમને દર્શન કર્યા પછી ગૌરીકુંડ અને સોનપ્રયાગ મોકલવામાં આવી રહ્યા છે. જ્યારે કેદારનાથ યાત્રામાં મોટી સંખ્યામાં તીર્થયાત્રી પહોંચી રહ્યા છે.

કેદારનાથ ધામમાં અત્યાર સુધી 90,000ની નજીક તીર્થયાત્રી દર્શન કરી ચૂક્યા છે

તો શનિવારે 16,338 તીર્થયાત્રીઓએ બાબાના દર્શન કર્યા હતા. અત્યાર સુધી કેદારનાથ ધામમાં 85થી 90 હજારની નજીક તીર્થયાત્રી દર્શન કરી ચૂક્યા છે. જ્યારે 3 દિવસ સુધી ભારી વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે ઋષિકેશમાં પણ ગંગા ઘાટો પર પોલીસ સાવધાની રાખતી જોવા મળી રહી છે. પોલીસ પણ યાત્રીઓને ગંગા તટ પર ન જવાની અપીલ કરી રહી છે. સુરક્ષાની દ્રષ્ટિથી રોકવામાં આવેલી કેદારનાથ યાત્રાની જાણકારી પણ પોલીસ યાત્રીઓ સુધી પહોંચાડી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.