- ઉત્તરપ્રદેશમાં કોરોનાના કેસમાં સતત વધારો
- રાજ્ય સરકારે આંશિક કોરોના કરફ્યૂની અવધિ વધારી
- આંશિક કરફ્યૂમાં 2 દિવસનો વધારો કરવામાં આવ્યો
લખનઉઃ ઉત્તરપ્રદેશમાં કોરોનાના કેસ સતત વધતા હોવાથી સરકારે આંશિક કરફ્યૂ લગાવ્યો છે. જોકે, હવે રાજ્ય સરકારે આ આંશિક કરફ્યૂને 2 દિવસ વધારવાનો નિર્ણય કર્યો છે. હવે રાજ્યમાં 6 મેએ સવારે 7 વાગ્યા સુધી કરફ્યૂ રહેશે. શુક્રવારની રાત્રે 8 વાગ્યાથી મંગળવારની સવારે 7 વાગ્યા સુધી સાપ્તાહિક બંધ લાગુ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે રાજ્યમાં બેકાબૂ થઈ રહેલા કોરોના સંક્રમણના કારણે રાજ્ય સરકારે હવે 2 દિવસ કરફ્યૂ વધારવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચોઃ ચીખલીના 68 ગામમાં 5 મે સુધી સ્વૈચ્છિક લૉકડાઉન
સરકારે ગામમાં અભિયાન ચલાવી કોરોનાના કેસની તપાસ કરવાનો નિર્ણય કર્યો
2 મેએ 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી માટેની મતગણતરીની સાથે જ રાજ્યમાં ત્રિસ્તરીય પંચાયતની ચૂંટણી પૂર્ણ થઈ છે. શક્યતા છે કે, ચૂંટણી પછી રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ સરકારે ગામમાં અભિયાન ચલાવીને કોરોનાના કેસની તપાસ કરવાનો નિર્ણય કર્યો છે. સરકાર ઈચ્છે છે કે, કોરોના સંક્રમણના વધતા કેસને ગમે તે રીતે રોકવામાં આવે.
આ પણ વાંચોઃ પાટણમાં મિની લૉકડાઉનમાં પણ બજારમાં લોકોની હાજરી જોવા મળી
ઉત્તરપ્રદેશમાં કોરોનાના કારણે અત્યાર સુધી 12,874 લોકોના મોત થયા
આપને જણાવી દઈએ કે, ઉત્તરપ્રદેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 12,80,000 થઈ ચૂકી છે. જ્યારે કોરોનાના 9,68,000 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કારણે કુલ 12,874 લોકોના મોત થયા છે.