ETV Bharat / bharat

ઈસ્લામિક સંગઠને બકરી ઇદ પર ગાયની બલિને લઈને કર્યો નિર્ણય, જાણો શું કહ્યું...

આસામમાં ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટે (All India United Democratic Front) બકરી ઇદ પર ગાયની બલિ ન ચઢાવવા (Goat Requested Not To Sacrifice Cow On Eid) વિનંતી કરી છે. ગાયને બદલે અન્ય પ્રાણીઓની બલિ ચઢાવવા માટે અનુરોધ કરાયો છે. કહેવાય છે કે, ગાયની બલિ ચઢાવવાની હોય તેવો કોઈ ઉલ્લેખ કે મજબૂરી નથી.

આસામના પ્રમુખ ઈસ્લામિક સંગઠને બકરી ઇદ પર ગાયની બલિ ન ચઢાવવાની કરી વિનંતી

author img

By

Published : Jul 5, 2022, 11:31 AM IST

ગુવાહાટી: અગ્રણી ઇસ્લામિક સંગઠન જમીયત ઉલેમાના આસામ એકમે મુસ્લિમોને વિનંતી કરી છે કે, તેઓ ઇદ-ઉઝ-અદહા અથવા બકરી ઇદ પર ગાયની બલિ ચઢાવવા ન આવે (Goat Requested Not To Sacrifice Cow On Eid) , જેથી હિન્દુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ ન પહોંચે. સંગઠનના રાજ્ય એકમના વડા બદરુદ્દીન અજમલે (AIUDF Chief Badaruddin Ajmal) કહ્યું કે, બલિ ચઢાવવી આ તહેવારનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેમાં ગાય સિવાયના અન્ય પ્રાણીઓની બલિ ચઢાવી શકાય છે.

આ પણ વાંચો: બકરી ઈદની કુર્બાની માટે પુત્રની જેમ ઘરે જ તૈયાર કર્યો 130 કિલોનો બકરો

બકરી ઇદ પર ગાયની બલિ ન ચઢાવવાની કરી વિનંતી : રાજકીય પક્ષ 'ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ'ના (AIUDF) પ્રમુખ અજમલે એક નિવેદનમાં કહ્યું કે, "હિંદુઓનો સનાતન ધર્મ ગાયને માતા માને છે અને તેની પૂજા કરે છે. આપણે તેમની ધાર્મિક ભાવનાઓને ઠેસ ન પહોંચાડવી જોઈએ. તેમણે કહ્યું કે, ઈસ્લામિક સેમિનરી 'દારુલ ઉલૂમ દેવબંદ'એ 2008માં જાહેર અપીલ કરી હતી કે, બકરી ઇદ પર ગાયની બલિ ચઢાવવી ન જોઈએ અને તેણે કહ્યું હતું કે, ગાયની બલિ ચઢાવવી પડશે એવો કોઈ ઉલ્લેખ કે જરૂરિયાત નથી.

આ પણ વાંચો: દેશભરમાં બકરી ઇદની ઉજવણી, જામા મસ્જિદમાં ઇદની નમાઝ અદા કરાઇ

ગાયને બદલે અન્ય કોઈ પ્રાણીની બલિ ચઢાવો : ધુબરી સાંસદે કહ્યું કે, 'હું ફરી એ જ અપીલનું પુનરાવર્તન કરું છું અને મારા સાથીઓને વિનંતી કરું છું કે, ગાયને બદલે અન્ય કોઈ પ્રાણીની બલિ ચઢાવો, જેથી દેશની બહુમતી વસ્તીની ધાર્મિક લાગણીઓને ઠેસ ન પહોંચે.' અજમલે કહ્યું કે, ઈદ-ઉઝ-અઝહા દરમિયાન ઊંટ, બકરી, ગાય, ભેંસ અને ઘેટાં જેવા અન્ય પ્રાણીઓની કુરબાની આપી શકાય છે. તેમણે કહ્યું, 'મોટા ભાગના લોકો ગાયને પવિત્ર માને છે, તેથી હું લોકોને નમ્ર વિનંતી કરું છું કે, ગાયની બલિ ન ચઢાવો અને અન્ય કોઈ પ્રાણીનો બલિદાન આપો.' 10 જુલાઈએ બકરીદ મનાવવામાં આવે તેવી શક્યતા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.