ETV Bharat / bharat

જો બાઈડન વિરુદ્ધ મહાભિયોગ તપાસને મંજૂરી, અમેરિકન રાષ્ટ્રપતિએ પાયાવિહોણો રાજકીય સ્ટંટ ગણાવ્યો

અમેરિકી સંસદે બુધવારના રોજ રાષ્ટ્રપતિ જો બાઈડન વિરુદ્ધ મહાભિયોગ તપાસને મંજૂરી આપી દીધી છે. ત્યારબાદ જો બાઈડને રિપબ્લિકન સાંસદો પર વાસ્તવિક મુદ્દાઓની અવગણના કરવાનો અને તેમના પર ખોટા અને પાયાવિહોણા રાજકીય સ્ટંટથી હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો. Us president joe biden, impeachment inquiry on joe biden, US House approves impeachment inquiry, joe biden government shutdown

જો બાઈડન વિરુદ્ધ મહાભિયોગ તપાસ
જો બાઈડન વિરુદ્ધ મહાભિયોગ તપાસ
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 14, 2023, 12:04 PM IST

વોશિંગ્ટન DC : એક મોટા રાજકીય ઘટાનાક્રમમાં અમેરિકી સંસદે બુધવારના રોજ રાષ્ટ્રપતિ જો બાઈડન વિરુદ્ધ તેમના પુત્રના આંતરરાષ્ટ્રીય વ્યવહાર અંગે મહાભિયોગ તપાસને ઔપચારિક રૂપ આપવાની દરખાસ્તને મંજૂરી આપી હતી. GOP ની આગેવાની હેઠળના ગૃહે પ્રસ્તાવ પર 221-212 મત આપ્યા હતા.

શું હતો મામલો ? અમેરિકાની રાજકીય ઘટનાઓમાં આ બનાવ નોંધાયો છે. જેમાં રાષ્ટ્રપતિના પુત્ર હન્ટર બાઈડન દ્વારા બંધ દરવાજા પાછળ સાક્ષી આપવા માટે રિપબ્લિકન તપાસકર્તાના સમન્સની અવગણના કરી હતી. જોકે રાષ્ટ્રપતિના પુત્ર હન્ટર બાઈડને ફરી વાર કહ્યું કે, તે રાષ્ટ્રપતિની વિરુદ્ધમાં GOP આગેવાનીવાળી તપાસના ભાગરૂપે સાર્વજનિક રૂપથી ગવાહી આપવા તૈયાર છે.

બાઈડને રિપબ્લિકન્સની ટીકા કરી : રાષ્ટ્રપતિ જો બાઈડને આ પ્રસ્તાવ પર રિપબ્લિકન સાંસદોની ટીકા કરતા કહ્યું કે, મહાભિયોગ તપાસ પાયાવિહોણો રાજકીય સ્ટંટ છે. દેશ અને વિશ્વ માટે મહત્વપૂર્ણ પ્રાથમિકતાઓ પર કાર્યવાહી કરવા માટે અમેરિકન લોકોને કોંગ્રેસમાં તેમના નેતાઓની જરૂર છે. જો બાઈડને સંબંધિત સંઘર્ષોના સંબંધમાં યુક્રેન અને ઇઝરાયેલન માટે ફંડ રોકવા બદલ રિપબ્લિકનની ટીકા કરી હતી. ઉપરાંત તેમના પર સરહદ સુરક્ષાને મજબૂત કરવા માટે સમર્થન ન આપવાનો આરોપ પણ લગાવ્યો હતો.

રિપબ્લિકન પર આક્ષેપ : જો બાઈડને કહ્યું કે, મેં યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી જેઓ રશિયન આક્રમણ સામે આઝાદીની લડાઈમાં પોતાના લોકોનું નેતૃત્વ કરી રહ્યા છે. તે અમારી મદદ માંગવા અમેરિકા આવ્યા હતા. છતાં કોંગ્રેસમાં રિપબ્લિકન મદદ કરવા આગળ નહીં આવે. ઈઝરાયેલના લોકો આતંકવાદીઓ સામે લડી રહ્યા છે અને તેઓ આપણી મદદની રાહ જોઈ રહ્યા છે. છતાં કોંગ્રેસમાં રિપબ્લિકન મદદ કરવા કોઈ નિર્ણય લેતા નથી.જો બાઈડને વધુમાં કહ્યું કે, આપણે આપણી દક્ષિણ સરહદ પરની પરિસ્થિતિનું સમાધાન લાવવું પડશે અને હું સમસ્યાને ઉકેલવા માટેના પ્રયાસ કરવા માટે પ્રતિબદ્ધ છું. સરહદ સુરક્ષાને મજબૂત કરવા માટે આપણને નાણાંની જરૂર છે, પરંતુ કોંગ્રેસમાં રિપબ્લિકન મદદ કરવા માટે કાર્યવાહી નહીં કરે.

જો બાઈડનની અપીલ : રિપબ્લિકન્સ તરફથી યુક્રેન અને ઇઝરાયેલને નવી સુરક્ષા સહાય પૂરી પાડતા એક આપાતકાલીન ખર્ચ બિલને અવરોધિત કરવામાં આવ્યા બાદ જો બાઈડનનું નિવેદન સામે આવ્યું હતું. બીજી તરફ રિપબ્લિકન મેક્સિકો સાથેની અમેરિકી સરહદ પર ગેરકાયદેસર ઘૂસણખોરી સામે કડક કાર્યવાહી કરવા માટે દબાણ કરી રહ્યા છે. જો બાઈડને કહ્યું હતું કે, આપણે અર્થતંત્ર પર પોતાની પ્રગતિ ચાલુ રાખવાની સાથે ફુગાવો નીચે જતો રહે અને નોકરીની વૃદ્ધિ ચાલુ રહે તેની ખાતરી કરવાની જરૂર છે. આનો અર્થ એ છે કે આપણે સરકારી શટડાઉન જેવા સ્વંય-પ્રદત્ત આર્થિક સંકટોથી બચવું પડશે. ઘણું કામ કરવાનું બાકી છે. પરંતુ રિપબ્લિકન સાંસદ આ તરફ ધ્યાન નથી આપી રહ્યા.

  1. પીએમ મોદીને ડરાવી, ધમકાવી કે મજબૂર કરી શકાય નહીં: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કરી મોદીની પ્રશંસા
  2. ગાઝા યુદ્ધ વિરામના પ્રસ્તાવ પર અમેરિકાએ વિટો વાપરતા યુએઈએ ઊંડી નિરાશા વ્યક્ત કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.