હૈદરાબાદ: યુપીએસસીની પરીક્ષા પાસ કરવી સ્પર્ધાત્મક પરીક્ષા આપતા દરેક યુવાનનું સપનું હોય છે. તેલંગાણા મહાનગર હૈદરાબાદમાંથી નુકાલા હુમા હરથી એ આ પરીક્ષા પાસ કરી ઓલ ઇન્ડિયા લેવલે ત્રીજો ક્રમ મેળવ્યો છે. એમના પિતા નારાયણપેટ જિલ્લાના એસપી તરીકે પોલીસ વિભાગમાં ઉચ્ચ અધિકારી છે. જેમનું નામ એન વેંકટેશ્વરલુ છે. નુકાલા હુમા હરથી એ આઇઆઇટીમાંથી બીટેક ઇન સિવિલ કર્યું છે.
સૌથી બેસ્ટ કામ આપીશ: હૈદરાબાદમાંથી બીટેક પૂર્ણ કર્યા બાદ સિવિલ સર્વિસની એક પરીક્ષા દેવાનું નક્કી કર્યું હતું. વર્ષ 2022 માં જે UPSCની કસોટીમાં એમની પાંચમી ટ્રાય હતી. માનવ શાસ્ત્ર વિષય સાથે તેમણે આ કસોટી આપી હતી. સિવિલ સર્વિસ માટે તૈયારી કરવા અને આ દિશામાં આગળ વધવા પ્રેરણા ક્યાંથી મળી એ સવાલના જવાબમાં તેમણે પોતાના પિતાનો ઉલ્લેખ કર્યો. નુકાલા હુમા હરથી એ પોતાની સફળતા અંગે વાત કરતા જણાવ્યું હતું કે, એજ્યુકેશન અને મહિલા સશક્તિકરણ આ બંને મુદ્દામાં મને ખૂબ રસ છે. સમાજના એક નીચલા વર્ગ માટે કામ કરવાનો ચાન્સ મળ્યો તો હું મારા તરફથી સૌથી બેસ્ટ કામ આપીશ.
પૂરતું ધ્યાન આપો: જે લોકો સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે એમને એક જ વાત કહીશ કે, પરીક્ષાનું માળખું સમજો અને પછી એ દિશામાં તૈયારી કરો. જે તે વિષયના સિલેબસ પર પૂરતું ધ્યાન આપો અને જુના પ્રશ્નપત્રો સોલ્વ કરો. આ પરીક્ષાની તૈયારી કરવી એક લાંબી જર્ની સમાન છે. જેમાં ઘણી વખત એવા પણ લોકો મળે છે જેમણે પ્રથમ પ્રયાસમાં જ આ કસોટી ક્રેક કરી નાખી હોય. એટલે આ દિશામાં પ્રથમ પગથિયું તો તમારો પ્રયાસ હોવો જોઈએ. આ ઉપરાંત તમારે માનસિક અવસ્થા અને કસોટી વચ્ચે પૂરતું બેલેન્સ રાખવાનું છે. પરીક્ષાની તૈયારીઓ કરતી વખતે સ્ટ્રેસ લેવલ ઓછું કરવા માટે તમે તમારી ગમતી પ્રવૃત્તિ કરી શકો. જેનો શોખ હોય તે કરવાથી માનસિક તાણ થોડું ઘટે છે.
પૂરતો સાથ આપ્યો: આ પરીક્ષા ક્રેક કરવા માટે મારા પરિવાર અને મિત્રોએ પૂરતો સાથ આપ્યો. એટલી આશા હતી કે, આ પરીક્ષામાં સારો રેન્ક મળે. પરંતુ થર્ડ રેન્ક આવતા ખરેખર ખૂબ જ ખુશી થઈ. વિચાર્યું ન હતું કે, ત્રીજો રંગ આવશે. યુવક હોય કે યુવતી પરિવારનો સપોર્ટ ઘણી બધી રીતે આવી પરીક્ષાઓ માટે અસર કરતો હોય છે. એ સપોર્ટ હોય ત્યારે જ લક્ષ્યાંક પાર પડે છે. આ એક એવી પરીક્ષા છે જેમાં ઈમોશનલ સપોર્ટ જરૂરી નહીં પણ અનિવાર્ય છે. બુક્સ, રેફરન્સ બુક, મટીરીયલ અને જરૂરી ગાઈડ તમામ વસ્તુઓ ઓનલાઇન મળે છે પરંતુ ઈમોશનલ સપોર્ટ ઓનલાઈન નથી. તેનું મહત્વ ખૂબ જ છે.
યુવાનોની ક્ષમતા ઉપર શંકા: આવી પરીક્ષાઓ જ્યારે આવે અને એમાં કોઈ ફેઈલ થાય ત્યારે ઘણા યુવાનો આત્મહત્યા કરી બેસે છે. પરંતુ યુવાનોએ ક્યારેય આવું પગલું ન ભરવું જોઈએ. પ્રેરિત થવું જોઈએ પરંતુ ગેરમાર્ગે ન દોરાવું જોઈએ. ખાસ કરીને જ્યારે પરિણામ નાપાસનું આવે ત્યારે એને સ્વીકારતા શીખવું જોઈએ. છેલ્લા પાંચ વર્ષથી આ પરીક્ષાની હું તૈયારી કરી રહી હતી, પાંચમી ટ્રાયમાં સફળતા મળી છે. એટલે નાપાસનું પરિણામ મેં પણ જોયું છે. માતા-પિતાને માત્ર એટલું જ કહેવા માંગીશ કે, યુવાનોની ક્ષમતા ઉપર શંકા કર્યા વગર એમને એમની મહેનતના સહારે આગળ વધવા દો. યુવાનોને એમનું સપનું પૂરું કરવા દો.
નામ રોશન કર્યું: દીકરીની સફળતા અંગે વાત કરતા પિતાએ જણાવ્યું હતું કે, દીકરી એ સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું છે. જીવનમાં કોઈપણ સફળતા ક્યારેય કોઈ અકસ્માતથી મળતી નથી. પ્રયાસોનું પ્લાનિંગ કર્યા બાદ જ ચોક્કસ સફળતા મળે છે. મારો અને મારા પરિવારનો એમને પૂરતો સપોર્ટ મળ્યો છે. અભ્યાસના ક્ષેત્રોમાં તેની આ 10 વર્ષની મહેનત સફળ થઈ. યુવાનોને માત્ર એટલું જ કહીશ કે, બિનજરૂરી પ્રવૃત્તિઓ કરવા કરતાં તમારા કેરિયર પર ફોકસ કરો.ટોપ 25 કેન્ડીડેટ માંથી 14 યુવતીઓ અને 11 યુવકો છે. આ પરીક્ષા ત્રણ તબક્કાઓમાં લેવામાં આવે છે.