- સિવિલ સર્વિસ પરીક્ષા 2020 નું અંતિમ પરિણામ જાહેર
- UPSC પરીક્ષામાં 761 ઉમેદવારો નિયુક્તિ કરવામાં આવી
- સુરતના કાર્તિક જીવાણીએ દેશમાં 8મું અને ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યું
નવી દિલ્હી: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ સિવિલ સર્વિસ પરીક્ષા 2020 ( Civil Service Examination 2020) નું અંતિમ પરિણામ જાહેર કર્યું છે. આ પરીક્ષામાં 761 ઉમેદવારો નિયુક્તિ કરવામાં આવી છે. આ પરીક્ષામાં શુભમ કુમારે સિવિલ સર્વિસ પરીક્ષા 2020માં ટોપ કર્યું છે. આ દરમિયાન ગુજરાત પણ પાછળ રહ્યું નથી, સુરતના કાર્તિક જીવાણીએ દેશમાં 8મું અને ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. તેઓ સતત ત્રીજી વખત UPSC પરીક્ષામાં પાસ થઈને ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ ઉપરાંત, જાગૃતિ અવસ્થી અને ભોપાલની અંકિતા જૈને અનુક્રમે બીજો અને ત્રીજો ક્રમ મેળવ્યો છે.
કાર્તિકે સતત ત્રીજી વખત UPSC પરીક્ષામાં ગુજરાત પ્રથમ
વર્ષ 2020 માં લેવાયેલી UPSC પરીક્ષાનું પરિણામ આજે શુક્રવારે જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે ગુજરાત માટે આનંદના સમાચાર છે કે, પરિણામના ટોપ ટેનમાં ગુજરાતીનો પણ સમાવેશ થયો છે. UPSC પરીક્ષામાં સુરતના કાર્તિક જીવાણીએ દેશભરમાં 8માં નંબરે સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઉલ્લેખનીય છે કે, હૈદરાબાદ ખાતે UPSCની ટ્રેનીંગ મેળવી કાર્તિક જીવાણીએ ત્રીજી વખત UPSC પરીક્ષામાં ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. UPSC 2020ની પરિક્ષામાં કાર્તિકે દેશમાં 84મો ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો અને 2019માં 94મો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. અને IPS માટેની પસંદગી પણ થઈ ગઈ હતી. પરંતુ કાર્તિક સુરતના પૂર્વ મ્યુનિસિપલ કમિશ્નર રાવ સાહેબની જેમ IAS બનવા માંગતો હતો આ જ કારણ છે કે તેને ફરીથી UPSC જેવી કઠિન પરીક્ષા આપવાનો નિર્ણય કર્યો અને આજે તે ફરી વખત UPSCની પરીક્ષા ઉતીર્ણ કરી છે.
કાર્તિક જીવાણીએ ETV Bharat સાથેની વાતચીત
ગુજરાતી મીડિયમની શાળાથી ભણતરની શરૂઆત કરનાર કાર્તિકે IIT મુંબઈમાં બી.ટેક કર્યું છે અને ત્યારબાદ 2019માં UPSCની પરીક્ષામાં ઓલ ઇન્ડિયામાં 94મો ક્રમ પ્રાપ્ત કર્યો હતો, એવું જ નહી ગત વર્ષની પરીક્ષા કરતા આ વર્ષે સારુ પરિણામ હાંસલ કર્યું છે. વર્ષ દરમિયાન રોજનું 10 કલાક વાંચન કાર્તિક કરતો હતો. આ બાબતે 4 ઓગસ્ટ 2020ના રોજ કાર્તિક જીવાણીએ ETV Bharat સાથે આ અંગે ખાસ વાતચીત કરી હતી.
અહી ક્લિક કરો...... બે વખત UPSCની પરીક્ષા ક્રેક કરનારા સુરતના કાર્તિકે ETV Bharat સાથે કરી ખાસ વાતચીત
761 ઉમેદવારો પાસ થયા
UPSC એ જણાવ્યું કે 761 ઉમેદવારોએ સિવિલ સર્વિસ પરીક્ષા 2020 પાસ કરી છે, જેમાં 545 પુરુષ અને 216 મહિલાઓ છે. અગાઉ (UPSC) અપરિણીત મહિલાઓને નેશનલ ડિફેન્સ એકેડેમી (NDA) અને નેવલ એકેડેમીની પરીક્ષાઓ માટે અરજી કરવાની મંજૂરી આપી હતી. ગત મહિને સુપ્રીમ કોર્ટે આ સંદર્ભમાં એક નિર્દેશ આપ્યો હતો, જેનું પાલન કરીને આ પગલું ભરવામાં આવ્યું હતું. જાગૃતિ અવસ્થી મહિલા ઉમેદવારમાં ટોપ પર છે, તેણીએ બીજું સ્થાન મેળવ્યું છે. તેમણે વૈકલ્પિક વિષય તરીકે સમાજશાસ્ત્ર સાથે પરીક્ષા પાસ કરી છે. તે MANIT ભોપાલમાંથી B.Tech (ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ) માં સ્નાતક છે.
આ પણ વાંચો: