ETV Bharat / bharat

રોડ પર થુકનારાઓ પાસેથી યૂપી પોલીસે 47 લાખ વસૂલ્યા - યૂપી પોલીસ

યૂપીમાં કામવગર રોડ પર નિકળનાર અને નિયમો તોડનાર લોકો સામે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જાહેર જગ્યાઓ પર થુકવાથી માંડીને માસ્ક ન પહેરનાર અને ભીડ ભેગી કરવાના કિસ્સામાં દંડ ફટકારવામાં આવી રહ્યો છે. યુપી પોલીસે જાહેર કરેલા આંકડા અનુસાર એક વર્ષમાં 250 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે.

રોડ પર થુકનારાઓ પાસેથી યૂપી પોલીસે 47 લાખ વસૂલ્યા

author img

By

Published : May 14, 2021, 7:41 PM IST

લખનઉ: જો કોઇના થૂંકવાથી પણ કમાણી થઇ શકે જો તમારે આ શીખવું હોય તો ઉત્તરપ્રદેશ પોલીસ પાસેથી શીખી શકાય.. જેમણે કોવિડ-19 સાથે જોડાયેલા નિમયોનું ઉલ્લંઘન કરનાર લોકો પાસેથી એક વર્ષમાંથી 250 કરોડથી પણ વધારે રૂપિયાની કમાણી થઇ રહી છે. તેમાં 47,60,312 રૂપિયા તો ફ્ક્ત રોડ પર થુકવનાર લોકો પાસેથી એકઠા કરવામાં આવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે આમ છતાં લોકો સુધવાનું નામ નથી લેતા ભલેને વાત પછી તેમના જીવની જ કેમ ન હોય. કોઇ માસ્ક પહેર્યા વગર ફરવામાં તેની શાન સમજે છે તો કોઇ રોડ પર થૂંકીને કોરોના ફેલાવવામાં મદદ રૂપ થઇ રહ્યો છે.

યુપી પોલીસે જાહેર કર્યા આંકડા

યુપી પોલીસ મુખ્યાલયે જાહેર કરેલા આંકડા મુજબ ઉત્તરપ્રદેશમાં કોવિડ સંબંધી લોકડાઉનનું ઉલ્લંઘન કરવા માટે 55,73,783 લોકો પાસેથી દંડ વસૂલ્યો છે. આ દંડમાંથી 90,42,76,304 રૂપિયા વસૂલવામાં આવે છે. કોરોનાને ફેલાતો રોકવા માટે દરેક વ્યક્તિએ માસ્ક લગાવવું અનિવાર્ય છે. બેદરકાર લોકોની વધતી સંખ્યા જોઇને યુપી સરકારે દંડની રકમ પણ વધારી દીધી છે.

રોડ પર થુકનારાઓ પાસેથી યૂપી પોલીસે 47 લાખ વસૂલ્યા

વધુ વાંચો: GMERSની હડતાલને લીધે ગાંધીનગર સિવિલમાં મ્યુકોરમાઇકોસિસના દર્દીઓની સર્જરી મોડી શરૂ થઈ

કડક રીતે થઇ રહી છે કાર્યવાહી

કડકાઇથી થઇ રહી છે કાર્યવાહી વર્ષ 2020માં જ્યારે કોરોના વાઇરસની પહેલી વેવ દરમ્યાન કડકાઇથી લોકડાઉનનું પાલન કરવામાં આવ્યું હતું. હવે બીજી વેવમાં પણ પોલીસ તૈયાર છે. નિયમ તોડનાર પાસેથી દંડ વસૂલવામાં આવી રહ્યો છે. પોલીસે જાહેર જગ્યા પર થૂંકનાર, માસ્ક ન લગાનાર અને ટોળા ભેગા કરનાર લોકોને દંડ વસૂલી રહી છે.

દંડ માટે વાહન ચાલકો પાસેથી વસૂલમાં આવ્યા 171.16 કરોડ

યુપી પોલીસે અભિયાન ચલાવીને એક વર્ષમાં 3,48,38,560 વાહનોની તપાસ કરી હતી જેમાંથી 79,57,364 વાહનો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે. વાહન ચાલકોએ 171.16 કરોડ રૂપિયાનો દંડ આપ્યો છે. ઉપરાંત 4,00,324 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

વધુ વાંચો: સયાજી હોસ્પિટલમાં દાખલ કોરોના સંક્રમિત કેદી તકનો લાભ લઈ ફરાર થયો

નિયમ ન માનનાર સામે કડક કાર્યવાહી

એડીદી લૉ એન્ડ ઑર્ડર પ્રશાંત કુમારે જણાવ્યું છે કે કોરોનાને હરાવવા માટે તમામ નિયમોનું કડક રીતે પાલન કરવામાં આવે છે અને નિયમો ન પાળનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે, દંડ વસૂલવામાં આવે છે જે સરકારના કોષાગારમાં જમા કરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.