ગાઝિયાબાદઃ રાજ્યમાં મતગણતરી દરમિયાન બહુજન સમાજ પાર્ટીના એક કાર્યકરને હાર્ટ એટેક આવ્યો (Heart attack to BSP worker) હતો. આ ઘટના ગાઝિયાબાદ શહેર વિધાનસભા સીટના એક મતગણતરી કેન્દ્રમાં (UP Election Results 2022) બની હતી. BSP કાર્યકર અંકિત યાદવને હાર્ટ એટેક આવ્યો છે. આ ઘટના ગાઝિયાબાદ શહેર વિધાનસભા બેઠકના મતગણતરી કેન્દ્રમાં બની હતી.
આ પણ વાંચો: UP Election 2022 : EVM અંગે ધાધલીમાં કર્યા અખિલેશ યાદવે પ્રહારો, શાયરીના અંદાજમાં માર્યો ટોણો
બીજેપી ગાઝિયાબાદ સીટ પરથી અતુલ ગર્ગ જીત્યા હતા
બીજેપીએ ગાઝિયાબાદ શહેર વિધાનસભા સીટ પરથી અતુલ ગર્ગ, કોંગ્રેસે સુશાંત ગોયલ, બીએસપી કૃષ્ણ કુમાર અને સમાજવાદી પાર્ટીના વિશાલ વર્માને મેદાનમાં ઉતાર્યા છે. 2017માં આ સીટ પરથી બીજેપીના અતુલ ગર્ગ જીત્યા હતા. કુલ 54.92 ટકા મતદાન થયું હતું.
આ પણ વાંચો: Goa Assembly Election : મતગણતરી વચ્ચે ભાજપમાં જોડાયેલા ધારાસભ્યો સામે કોંગ્રેસ પહોંચી સુપ્રીમ કોર્ટ