ETV Bharat / bharat

UP Assembly Election 2022: ભાજપે સપાને આપ્યો જબરદસ્ત ઝાટકો, આ કદાવર નેતા BJPમાં થયા સામેલ

author img

By

Published : Jan 12, 2022, 4:39 PM IST

કોંગ્રેસના ધારાસભ્ય નરેશ સૈની (congress mla naresh saini), સપા ધારાસભ્ય હરિઓમ યાદવ (sp mla hariom yadav) અને પૂર્વ ધારાસભ્ય ડૉ. ધરમપાલ સિંહ દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાજપમાં જોડાયા હતા. હરિઓમ યાદવ મુલાયમ સિંહ યાદવના ખૂબ જ સંબંધી છે.

UP Assembly Election 2022: ભાજપે સપાને આપ્યો જબરદસ્ત ઝાટકો, આ કદાવર નેતા BJPમાં થયા સામેલ
UP Assembly Election 2022: ભાજપે સપાને આપ્યો જબરદસ્ત ઝાટકો, આ કદાવર નેતા BJPમાં થયા સામેલ

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ (UP Assembly Election 2022)માં સત્તારૂઢ ભાજપ સરકારમાંથી સ્વામી પ્રસાદ મૌર્ય (swami prasad maurya resigns)ના રાજીનામાના એક દિવસ પછી ભગવા પાર્ટીએ બુધવારે 3 વખત સમાજવાદી પાર્ટીમાંથી ધારાસભ્ય રહી ચૂકેલા અને ફિરોઝાબાદ જિલ્લાના કદાવર નેતા હરિઓમ યાદવ (Hariom Yadav Firozabad)ને પાર્ટીમાં સામેલ કરી લીધા છે. હરિઓમ યાદવ સપાના સંસ્થાપક અને પૂર્વ મુખ્યપ્રધાન મુલાયમ સિંહ યાદવના સંબંધી છે. હાલમાં તેઓ સિરસાગંજના ધારાસભ્ય (sirsaganj mla hariom yadav) છે. પાર્ટી વિરોધી ગતિવિધિઓ બદલ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં તેમને SPમાંથી 6 વર્ષ માટે હાંકી કાઢવામાં આવ્યા હતા.

નરેશ સૈની પણ ભાજપમાં જોડાયા

હરિઓમ યાદવ ઉત્તર પ્રદેશના બંને નાયબ મુખ્યપ્રધાનો કેશવ પ્રસાદ મૌર્ય અને દિનેશ શર્મા તેમજ દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર (delhi bjp headquarters) ખાતે રાજ્ય એકમના પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. આ અવસર પર સહારનપુર જિલ્લાના બેહટ વિધાનસભાના કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય નરેશ સૈની (behat mla naresh saini) પણ ભાજપમાં જોડાયા.

આ પણ વાંચો: UP Assembly Election 2022 : BSP માયાવતીના જન્મદિવસ પર ઉમેદવારની જાહેરાત કરશે

એતમાદપુર વિધાનસભા બેઠકના પૂર્વ સપા ધારાસભ્ય પણ ભાજપમાં સામેલ

સહારનપુરના પૂર્વ સાંસદ ઇમરાન મસૂદના સપામાં જોડાવાની જાહેરાત બાદ એવી ચર્ચા હતી કે નરેશ સૈની તેમના માર્ગ પર ચાલી શકે છે. જો કે ત્યારબાદ તેમણે તેને અફવા ગણાવી હતી અને કહ્યું હતું કે, તેઓ ન તો સપા કે ભાજપમાં જોડાશે. હરિઓમ યાદવ અને નરેશ સૈની ઉપરાંત આગરા જિલ્લાની એતમાદપુર વિધાનસભા બેઠક (etmadpur assembly constituency agra)ના પૂર્વ સપા ધારાસભ્ય ધરમપાલ યાદવ પણ ભાજપમાં જોડાયા હતા.

યોગી સરકારમાં પ્રધાન સ્વામી પ્રસાદ મૌર્ય સપામાં જોડાશે

ત્રણેય નેતાઓને ભાજપમાં આવકારતા પ્રદેશ પ્રમુખ સિંહે કહ્યું કે, આ નેતાઓ ભાજપ દ્વારા સમાજના ગરીબ અને વંચિત વર્ગ માટે કરવામાં આવી રહેલા કાર્યોથી પ્રભાવિત થઈને પાર્ટીમાં જોડાયા છે. તેમણે કહ્યું કે, તેમના આવવાથી પાર્ટીનું કદ વધશે. બેહટના કોંગ્રેસના ધારાસભ્ય સૈનીએ અગાઉ કહ્યું હતું કે, તેઓ કોંગ્રેસમાં રહીને ચૂંટણી લડશે પરંતુ આજે તેમણે પોતાનો નિર્ણય બદલી નાખ્યો છે. આ પહેલા મંગળવારે યોગી સરકારમાં પ્રધાન પદેથી રાજીનામું આપનાર સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું હતું કે, તેઓ 14 જાન્યુઆરીએ સમાજવાદી પાર્ટીમાં જોડાશે.

આ પણ વાંચો: Channi Haridwar visit : પંજાબના મુખ્યપ્રધાન ચન્ની શા માટે કોઈને કહ્યા વગર પહોંચ્યા ઉત્તર પ્રદેશ, જાણો કારણ...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.