નોઈડા: યુપી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જોરદાર (UP Assembly Election 2022 ) જીત નોંધાવી છે. બીજી તરફ ભાજપના ઉમેદવાર પંકજ સિંહે ગૌતમ બુદ્ધ નગર (નોઈડા)માં રેકોર્ડ જીત નોંધાવી છે. પંકજ સિંહ નોઈડા વિધાનસભા સીટ (Noida Assembly seat)પરથી એક લાખ 79000થી વધુ મતોથી જીત્યા છે. અત્યાર સુધીમાં સૌથી વધુ મતોથી(Defense Minister Rajnath Singh) નોંધાયેલ આ જીત છે. અગાઉ અજિત પવારે 1 લાખ 65 હજાર મતોથી ચૂંટણી જીતી હતી.
આ પણ વાંચોઃ UP Assembly Election 2022: યુપીમાં સાયકલ પર બુલડોઝર ભારે, CM યોગી 1 લાખ મતોથી જીત્યા
સુનીલ ચૌધરીને હરાવીને બમ્પર જીત મેળવી
ભાજપના ઉમેદવાર પંકજ સિંહે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર સુનીલ ચૌધરીને હરાવીને બમ્પર જીત મેળવી છે. કૃપારામ શર્મા નોઈડા બેઠક પરથી બસપા તરફથી ચૂંટણી મેદાનમાં હતા, જ્યારે પંખુરી પાઠક કોંગ્રેસ તરફથી ઉમેદવાર હતા. વિધાનસભાની ચૂંટણી દરમિયાન પંખુરી પાઠકનું નામ ચર્ચામાં હતું. પ્રિયંકા ગાંધી પણ તેમના પ્રચાર માટે પહોંચ્યા હતા, પરંતુ પાઠક આ ચૂંટણીમાં ચોથા ક્રમે આવ્યા હતા.
આ પણ વાંચોઃ Punjab Assembly Result 2022 : સોશિયલ મીડિયા પર ખાલિસ્તાન અને કુમાર વિશ્વાસ થયા ટ્રેન્ડ, જુઓ ટિપ્પણી