ETV Bharat / bharat

UP Assembly Election 2022: PM મોદી 18 જાન્યુઆરીના વારાણસીથી BJP કાર્યકરો સાથે કરશે સંવાદ - ભાજપની પ્રેસ કોન્ફરન્સ

ચૂંટણી પંચ દ્વારા ઉત્તર પ્રદેશ (UP Assembly Election 2022) સહિત 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યા બાદ પાર્ટીના કાર્યકરો સાથે મોદીનો આ પહેલો રાજકીય કાર્યક્રમ હશે. સૂત્રોએ જણાવ્યું કે, આ દરમિયાન મોદી સંભવતઃ ડિજિટલ સંવાદ (PM Modi Digital Dialogue) કરશે.

UP Assembly Election 2022: PM મોદી 18 જાન્યુઆરીના વારાણસીથી BJP કાર્યકરો સાથે કરશે સંવાદ

author img

By

Published : Jan 15, 2022, 7:56 PM IST

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશના વારાણસીમાં ભારતીય જનતા પાર્ટી (BJP Workers Varanasi)ના કાર્યકરો સાથે વાતચીત કરશે. પાર્ટીએ શનિવારે આ જાણકારી આપી. ચૂંટણી પંચ (Election Commission Of India) દ્વારા ઉત્તર પ્રદેશ સહિત 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી (UP Assembly Election 2022)નો કાર્યક્રમ જાહેર કર્યા બાદ પાર્ટીના કાર્યકરો સાથે મોદીનો આ પહેલો રાજકીય કાર્યક્રમ હશે. સૂત્રોએ જણાવ્યું કે આ દરમિયાન મોદી સંભવતઃ ડિજિટલ સંવાદ (PM Modi Digital Dialogue) કરશે.

લોકોને નમો એપ દ્વારા તેમના મંતવ્યો અને સૂચનો શેર કરવા કહ્યું

ભાજપના ઉત્તર પ્રદેશ એકમે તેના ટ્વિટર હેન્ડલ (BJP UP Twitter) પર કાર્યક્રમ વિશે માહિતી આપી હતી અને લોકોને નમો એપ દ્વારા તેમના મંતવ્યો અને સૂચનો શેર કરવા કહ્યું હતું. વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરતા, ચૂંટણી પંચે કોવિડ-19ના વધતા જતા કેસો (Corona Cases In India)ને ધ્યાનમાં રાખીને જાહેર સભાઓ અને રોડ શો (Election rallies and road shows) પર 22 જાન્યુઆરી સુધી પ્રતિબંધ મુક્યો છે.

આ પણ વાંચો: UP Assembly Election 2022 : યુપીના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, મુખ્યપ્રધાન યોગી ગોરખપુરથી લડશે ચૂંટણી

BJPએ UP ચૂંટણી માટેની પ્રથમ યાદી જાહેર કરી

બીજી તરફ બીજેપીએ પ્રેસ કોન્ફરન્સ (BJP Press Conference) કરીને યુપીના ઉમેદવારોની પ્રથમ યાદી (First list of BJP UP candidates) જાહેર કરી હતી. આ યાદીમાં પહેલું નામ યોગી આદિત્યનાથનું છે, જેઓ ગોરખપુર શહેરથી ચૂંટણી લડશે. ડેપ્યુટી મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય પ્રયાગરાજ જિલ્લાના સિરાથુથી યુપીની ચૂંટણી લડશે. સેકન્ડ ડેપ્યુટી મુખ્યપ્રધાન દિનેશ શર્મા પણ લખનઉની સીટ પરથી મેદાનમાં ઉતરશે.

આ પણ વાંચો: UP Assembly election 2022 : અયોધ્યાથી ચૂંટણી લડશે યુપીના CM યોગી આદિત્યનાથ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.