ETV Bharat / bharat

UP Assembly Election 2022: ઉત્તર પ્રદેશમાં BJPને મોટો ઝાટકો, કેબિનેટ પ્રધાન દારા સિંહ ચૌહાણે આપ્યું રાજીનામું - બસપાના સ્થાપક સભ્યો

યોગી કેબિનેટમાં પ્રધાન સ્વામી પ્રસાદ મૌર્ય (swami prasad maurya resigns)એ રાજીનામું આપ્યા બાદ બુધવારે કેબિનેટ પ્રધાન દારા સિંહ ચૌહાણે પણ પોતાના પદ પરથી રાજીનામું (dara singh chauhan resigns) આપી દીધું. તેઓ સપા સુપ્રીમો અખિલેશ યાદવને મળ્યા હતા. અખિલેશે ટ્વીટ કરીને દારા સિંહ ચૌહાણનું સ્વાગત કર્યું છે.

UP Assembly Election 2022: ઉત્તર પ્રદેશમાં BJPને મોટો ઝાટકો, કેબિનેટ પ્રધાન દારા સિંહ ચૌહાણે આપ્યું રાજીનામું

author img

By

Published : Jan 12, 2022, 6:45 PM IST

લખનૌ: કેબિનેટ પ્રધાન દારા સિંહ ચૌહાણે બુધવારે પોતાના પદ પરથી રાજીનામું (dara singh chauhan resigns) આપી દીધું છે. ભાજપ માટે આને મોટો આંચકો (UP Assembly Election 2022) માનવામાં આવી રહ્યો છે. રાજીનામું આપ્યા બાદ તેઓ સપા સુપ્રીમો અખિલેશ યાદવને મળ્યા હતા. અખિલેશે ટ્વીટ (Akhilesh Yadav Tweets) કરીને દારા સિંહ ચૌહાણનું સ્વાગત કર્યું છે.

રાજ્યપાલને મોકલ્યું રાજીનામું

વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. કેબિનેટ પ્રધાન સ્વામી પ્રસાદ મૌર્યના રાજીનામા (swami prasad maurya resigns) બાદ વન પ્રધાન દારા સિંહ ચૌહાણે પણ બુધવારે કેબિનેટમાંથી રાજીનામું મોકલી દીધું છે. દારા સિંહ ચૌહાણે પોતાનું રાજીનામું (Yogi cabinet ministers resigns) રાજ્યપાલ આનંદીબેન પટેલને મોકલી આપ્યું છે. પ્રધાન સ્વામી પ્રસાદ મૌર્ય બાદ ભારતીય જનતા પાર્ટી માટે આ વધુ એક મોટો આંચકો માનવામાં માનવામાં આવી રહ્યો છે. દારા સિંહ ચૌહાણે પણ દલિતો અને પછાતો (Dalits situation bjp government in up)ની અવગણનાનો આરોપ લગાવીને કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે.

દારા સિંહ ચૌહાણે શું કહ્યું?

કેબિનેટ પ્રધાન પદ પરથી રાજીનામું આપ્યા બાદ દારા સિંહ ચૌહાણે કહ્યું કે, ભાજપે દલિતો, પછાત સમુદાયોના સમર્થનથી સરકાર બનાવી, પરંતુ તેમની સારી રીતે સેવા કરી નથી. એટલા માટે મેં રાજીનામું આપ્યું છે. હું મારા સમાજના લોકો સાથે ચર્ચા કરીશ અને પછી ભવિષ્ય વિશે જાહેરાત કરીશ. જો કે તેઓ સપા સુપ્રીમો અખિલેશ યાદવને મળ્યા છે.

5 વર્ષ સુધી સરકારમાં પ્રધાન હતા

પ્રધાન દારા સિંહ ચૌહાણ પણ 2017ની વિધાનસભા ચૂંટણી (up assembly election 2017) પહેલા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. તેઓ 5 વર્ષ સુધી સરકારમાં પ્રધાન હતા અને હવે વિધાનસભા ચૂંટણીની સૂચના જાહેર થતાં તેમણે પણ સ્વામી પ્રસાદ મૌર્યની જેમ કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે. સૂત્રોનું કહેવું છે કે, પ્રધાન સ્વામી પ્રસાદ મૌર્યની સાથે દારા સિંહ ચૌહાણ પણ સમાજવાદી પાર્ટીમાં જોડાશે અને બીજેપીના અન્ય ઘણા પ્રધાનો પણ સ્વામી પ્રસાદ મૌર્યના સંપર્કમાં છે.

આ પણ વાંચો: UP Assembly Election 2022: ભાજપે સપાને આપ્યો જબરદસ્ત ઝાટકો, આ કદાવર નેતા BJPમાં થયા સામેલ

બસપા અને સપામાં પણ રહી ચૂક્યા છે

ઉલ્લેખનીય છે કે, દારા સિંહ ચૌહાણ મૂળ આઝમગઢ જિલ્લાના ગેલવારા ગામના છે. તેમની ગણતરી બસપાના સ્થાપક સભ્યો (Founding members of BSP)માં થાય છે. કહેવાય છે કે, દારા સિંહ રાજકારણના એવા કુશળ ખેલાડી છે જે ચૂંટણી પહેલા પવનને સમજે છે. દારા સિંહ ચૌહાણે રાજકારણની શરૂઆતમાં જ મૌના મધુબન પ્રદેશને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું હતું. બસપાએ તેમને વર્ષ 1996માં પહેલીવાર રાજ્યસભામાં મોકલ્યા હતા. આ પછી તેઓ 2000માં સપામાં જોડાયા હતા. આ પછી સપાએ તેમને રાજ્યસભામાં મોકલ્યા. 2007ની ચૂંટણી પહેલા તેઓ ફરીથી બસપામાં જોડાયા હતા. આ પછી, બસપાએ તેમને 2009માં ફરીથી રાજ્યસભામાં મોકલ્યા.

2 વર્ષથી હાંસિયામાં ધકેલાતા જોવા મળ્યા દારા સિંહ

2012ની ચૂંટણીમાં યુપીમાં સપાની સરકાર બની અને માયાવતી સત્તાથી બહાર થઈ ગયા, ત્યાર પછી દારાનો બીએસપી પ્રત્યેનો મોહભંગ થઈ ગયો અને 2 ફેબ્રુઆરી, 2015ના રોજ તેઓ ભાજપમાં જોડાઈ ગયા. દારા સિંહ ચૌહાણને ભાજપે પછાત જાતિ સેલના રાષ્ટ્રીય અધ્યક્ષ (National Chairman of the Backward Caste Cell) બનાવ્યા. આ પછી 2017ની ચૂંટણીમાં મધુબન સીટ જીતીને દારા સિંહ કેબિનેટ પ્રધાન બન્યા. છેલ્લા 2 વર્ષથી દારા સિંહ ભાજપમાં હાંસિયામાં ધકેલાતા જોવા મળતા હતા. નવેમ્બર 2021માં પણ જ્યારે ગૃહપ્રધાન રાજ્ય યુનિવર્સિટીના ઉદ્ઘાટન માટે આઝમગઢ આવ્યા હતા, ત્યારે દારા સિંહને કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું નહોતું.

આ પણ વાંચો: Swami Prasad Maurya Joins SP: આખરે સસ્પેન્સનો આવ્યો અંત, સમાજવાદી પાર્ટીમાં જોડાશે સ્વામી પ્રસાદ મૌર્ય

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.