નવી દિલ્હી: ઐતિહાસિક સ્મારક કુતુબ મિનાર પરિસરમાં (The Qutub Minar Excavation) ખોદકામની અટકળો વચ્ચે કેન્દ્રીય સાંસ્કૃતિક પ્રધાન જી. કિશન રેડ્ડીએ કેટલાક મીડિયા રીપોર્ટનું ખંડન કરીને હકીકત કહી છે. કેન્દ્રીય પ્રધાન જી. કિશન રેડ્ડીએ કહ્યું હતું કે, પરિસરમાં ખોદકામ કરવા (Qutub Minar Complex in Mehrauli) અંગે હજુ સુધી કોઈ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી. આ પહેલા જે રીપોર્ટ સામે આવ્યા હતા એમાં કુતુબ મિનાર પરિસરમાં ખોદકામ થશે એવા વાવડ હતા. પણ ભારતીય પુરાતત્ત્વ વિભાગના સર્વે (Archaeological Survey of India (ASI))તરફથી કુતુબ મિનારમાં કોઈ પ્રકારનું ખોદકામ નહીં કરવામાં આવે.
આ પણ વાંચો: હિન્દુ સંગઠને કુતુબ મિનાર પરિસરમાં મોટું એલાન, નામની રાજનીતિના ભણકારા
આ વાત ફગાવી: આ પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે, કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલયે નવી દિલ્હીમાં આવેલા કુતુબ મિનાર ઐતિહાસિક પરિસરમાં ખોદકામ માટેના આદેશ આપ્યા છે. પણ મંત્રાલયે કુતુબ મિનાર પરિસરમાં રાખેલી હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓનો અભ્યાસ કરવા માટેના આદેશ આપ્યા હતા. સાંસ્કૃતિક મંત્રાલય સચિવ અને અધિકારીઓએ થોડા દિવસ પહેલા કુતુબ મિનાર પરસિરનું નિરીક્ષણ કર્યું હતું. એ પછી પુરાતત્ત્વ વિભાગે આ અંગે એક સર્વે પણ કર્યો હતો. જોકે, કેટલાક મીડિયા રીપોર્ટને પ્રધાને પાયાવિહોણા કહીને પરિસરમાં ખોદકામની વાત ફગાવી છે. આ અંગે હજુ સુધી કોઈ પ્રકારનો નિર્ણય લેવામાં નથી આવ્યો. કેટલાક મીડિયા રીપોર્ટ જે આવ્યા છે તે પાયાવિહોણા છે.
વિવાદ શું છે: હિન્દુ સંગઠનો તરફથી એક એવો દાવો કરવામાં આવ્યો હતો કે, કુતુબ મિનાર હકીકતમાં એક વિષ્ણુ સ્તંભ છે. મુસ્લિમ શાસકોએ અહીં આવીને ઘણા બધા હિન્દુ-જૈન મંદિર તોડી પાડ્યા હતા પછી ત્યાં મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું. એ સમયના મુસ્લિમ રાજવીઓએ હિન્દુઓનું મનોબળ તોડવા માટે મંદિરમાં મૂકેલી ભગવાનની મૂર્તિઓને ખંડિત કરી નાંખી હતી. પછી એ લોકોને કારાવાસમાં નાંખીને શેતાન કહી ચૂક્યા હતા. કુતુબ મિનાર પરિસરમાં ગણેશજીની પ્રતિમાને અન્ય સ્થાને ખસેડવા સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ છે.
આ પણ વાંચો: ભ્રષ્ટાચારના આરોપમાં પંજાબના આરોગ્ય પ્રધાન સામે કાર્યવાહી
વિશ્વ હિન્દુ પરિષદનો દાવો: વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા વિનોદ બંસલે એવો દાવો કર્યો છે કે, કુતુબ મિનાર હકીકતમાં એક વિષ્ણુ સ્તંભ છે. ASIના પૂર્વ પ્રાદેશિક નિર્દેશક ધરમવીર શર્માએ એવો દાવો કર્યો હતો કે, કુત્બુદિન અલ ઐબકે આ કુતુબ મિનાર નથી બનાવ્યો. એ રાજા વિક્રમાદિત્યએ બનાવ્યો હતો. કોર્ટે ઐતિહાસિક પરિસરમાં કોઈ પ્રકારની છેડછાડ ન કરવા માટેના આદેશ આપીને મામલા પર મોટી બ્રેક મારી છે. થોડા દિવસો પહેલા કુતુબ મિનાર પરિસરમાં હિન્દુ સંગઠનોએ પરિસર પાસે હનુમાન ચાલીસા કર્યા હતા.