ETV Bharat / bharat

કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરીએ વિશ્વના સૌથી લાંબા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના નિર્માણ કાર્યનું કર્યું નિરીક્ષણ

કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરીએ (Union Transport Minister Nitin Gadkari) આજે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેના નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. તે દરમિયાન હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરીએ વિશ્વના સૌથી લાંબા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના નિર્માણ કાર્યનું કર્યું નિરીક્ષણ
કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરીએ વિશ્વના સૌથી લાંબા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના નિર્માણ કાર્યનું કર્યું નિરીક્ષણ
author img

By

Published : Sep 16, 2021, 11:56 AM IST

  • કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરીએ (Union Transport Minister Nitin Gadkari) આજે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેના નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું
  • કેન્દ્રિય પ્રધાન સાથે હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા
  • દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે વિશ્વનો સૌથી લાંબો એક્સપ્રેસ-વે હશે, દિલ્હીથી મુંબઈ જતા લોકોને થશે ફાયદો

ગુરુગ્રામઃ કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરીએ (Union Transport Minister Nitin Gadkari) આજે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેના નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. તે દરમિયાન તેમની સાથે હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરીએ ગુરુગ્રામ જિલ્લાના લોહટકી ગામની પાસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે (Delhi-Mumbai expressway in Sohna Gurugram)નું નિરીક્ષણ કર્યું હતું.

આ પણ વાંચો- રાજસ્થાનમાં એક સેમિનારમાં કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરીએ આપી હાજરી, કહ્યું- પ્રધાનથી લઈ મુખ્યપ્રધાન તમામ લોકો દુઃખી છે

એક્સપ્રેસ વેથી માત્ર 12 કલાકમાં દિલ્હીથી મુંબઈ પહોંચી શકાશે

તે દરમિયાન એનએચએઆઈ (NHAI)ના નોડલ અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા. નીતિન ગડકરીએ કહ્યું હતું કે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે વિશ્વનો સૌથી લાંબો એક્સપ્રેસ-વે હશે. તેમણે કહ્યું હતું કે, વર્ષ 2019 દરમિયાન તેનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. 1,380 કિલોમીટર લાંબા આ એક્સપ્રેસ-વેમાં હરિયાણાના લગભગ 160 કિલોમીટરનો ભાગ છે. હરિયાણાનો મોટા ભાગનો હિસ્સો સોહનાથી શરૂ થઈને ફિરોઝપૂર ઝિરકા સુધી હશે. એક્સપ્રેસ-વે બન્યા પછી લોકો 12 કલાકમાં કારથી દિલ્હીથી મુંબઈ સુધીનો પ્રવાસ કરી શકશે.

કેન્દ્રિય પ્રધાન સાથે હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા

આ પણ વાંચો- રાજનાથસિંહ અને નીતિન ગડકરીને લઇને પ્લેનનું નેશનલ હાઈવે પર ઇમર્જન્સી લેન્ડિંગ કેમ?

આ એક્સપ્રેસ-વે 5 રાજ્યમાંથી પસાર થશે

વર્તમાનમાં દિલ્હીથી મુંબઈ રસ્તાનું અંતર લગભગ 1,510 કિલોમીટર છે. એક્સપ્રેસ-વે બન્યા પછી આ અંતર 1,350 કિલોમીટર રહી જશે. આ નિર્માણ પર લગભગ 95,000 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પાંચ રાજ્યોમાંથી પસાર થશે, જેમાં હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર સામેલ છે.

આ એક્સપ્રેસ-વે બનતા દિલ્હીમાં 47 ટકા પ્રદૂષણ ઘટશે

કેન્દ્રિય પ્રધાને હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટરની ભલામણ પર કહ્યું હતું કે, માનેસર, કાપડીવાસ અને બિલાસપુરમાં હાઈ-વે પર અંડરપાસ બનશે. દિલ્હી-મુંબઈ વિશ્વનો સૌથી મોટો એક્સપ્રેસ-વે છે. આ એક્સપ્રેસ-વે પર એર એમ્બુલન્સની વ્યવસ્થા હશે અને ડ્રોન પણ ઉતારવામાં આવશે. પલવલમાં કેજેપી અને એનએચઆઈ માટે સર્વિસ રોડ મંજૂર કરવામાં આવ્યો છે. હાઈ-ેવ પર પ્રદૂષણ કન્ટ્રોલ કરવાના સાધનો લાગશે. આ એક્સપ્રેસ-વે બનતા દિલ્હીમાં 47 ટકા પ્રદૂષણ ઘટી જશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.