નવી દિલ્હી/ગાઝિયાબાદ: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરી (Union minister Nitin Gadkari)અને ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય આજે ગાઝિયાબાદ પહોંચશે. કેન્દ્રીયપ્રધાન નીતિન ગડકરી દાસના, ગાઝિયાબાદમાં ઈન્ટીગ્રેટેડ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ (Integrated transportation system control room) કંટ્રોલ રૂમ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે. જે દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે (Delhi Meerut Expressway) પર ટ્રાફિક સંબંધિત પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે બનાવવામાં આવી છે.
નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય છીપિયાણા ખાતે રેલ ઓવર બ્રિજનું નિરીક્ષણ કરશે
નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય છીપિયાણા ખાતે રેલ ઓવર બ્રિજનું નિરીક્ષણ કરશે. જે બાદ ડાસના ખાતે ઈન્ટીગ્રેટેડ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ કંટ્રોલ રૂમ (Integrated transportation system control room) બિલ્ડીંગના ઉદઘાટન કાર્યક્રમમાં હાજરી આપશે.
દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ
ગુરુવારે કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી અને કેન્દ્રીય રાજ્યપ્રધાન જનરલ વિજય કુમાર સિંહ ગુરુવારે મેરઠમાં આયોજિત એક કાર્યક્રમમાં દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે (Delhi Meerut Expressway) રાષ્ટ્રને સમર્પિત કરશે. દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે.
ચાર તબક્કામાં દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે બનાવવામાં આવશે
1. પ્રથમ તબક્કો સરાય કાલે ખાનથી યુપી ગેટ સુધીનો છે. જેની લંબાઈ 8.30 કિમી છે.
2. બીજો તબક્કો યુપી ગેટથી ડાસના સુધીનો છે. જેની લંબાઈ 19.20 કિલોમીટર છે.
3. ત્રીજો તબક્કો ડાસનાથી હાપુર સુધીનો છે. જેની લંબાઈ 22.27 કિલોમીટર છે.
4. ચોથા તબક્કામાં, ડાસના અને મેરઠ વચ્ચે 31.77 કિમીનો ગ્રીન ફિલ્ડ એલાઈનમેન્ટ સિક્સ-લેન એક્સપ્રેસવે છે. NHAIના પ્રોગ્રેસ રિપોર્ટ અનુસાર ચાર તબક્કાની કુલ લંબાઈ 82 કિલોમીટર છે.દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે આવશે.
દિલ્હી મેરઠ એક્સપ્રેસ-વે
દિલ્હી મેરઠ એક્સપ્રેસ-વે પૂરો થતાં પહેલાં દિલ્હીથી મેરઠની મુસાફરીમાં એક કલાકથી વધુ સમય લાગતો હતો, પરંતુ દિલ્હી મેરઠ એક્સપ્રેસવે બન્યા પછી આ મુસાફરી માત્ર 40 થી 45 મિનિટમાં પૂર્ણ થઈ જાય છે. દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે શરૂ થવાથી માત્ર દિલ્હી અને મેરઠ જ નહીં પરંતુ ગાઝિયાબાદ અને નોઈડાના લોકોને પણ ઘણી સુવિધા મળી રહી છે.
આ પણ વાંચો: કેન્દ્રીય માર્ગ-પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ જોજીલા ટનલના નિર્માણ કાર્યનો શુભારંભ કર્યો