ETV Bharat / bharat

કોવિડમાં Cardiac Problems સમજો અને જાણો કોને છે રિસ્ક - કોવિડ

સામાન્ય રીતે કોરોના સંક્રમણ (Corona) હ્રદયના દર્દીઓ માટે સૌથી સંવેદનશીલ માનવામાં આવે છે. સંક્રમણની ગંભીરતા ટાળવા માટે હૃદયરોગના દર્દીઓની (Cardiac Problems ) સારવારમાં ખાસ સાવચેતી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમામ જરૂરી પરીક્ષણો કરાવી લેવા જોઈએ.

કોવિડમાં Cardiac Problems સમજો અને જાણો કોને છે રિસ્ક

author img

By

Published : Jun 30, 2021, 6:27 PM IST

  • Corona સંક્રમિત હૃદયરોગીઓ તપાસ અને સારવારમાં વધુ સાવધાની રાખે
  • કોરોના સંક્રમણની (Cardiac Problems ) આ પ્રકારના દર્દીઓ પર થાય છે વધુ ગંભીર અસર
  • હૃદયના દર્દીઓમાં સંક્રમણની તપાસ દરમિયાન તમામ જરૂરી પરીક્ષણો કરાવે

આ વાતની સૌને ખબર છે કે કોરોના સંક્રમણની (Corona) સચોટ અને કાયમી સારવાર અસ્તિત્વમાં નથી. આવી સ્થિતિમાં ડોકટરો દર્દીઓની સારવાર ફક્ત તેમના શરીરની સ્થિતિ અને તેમના વિવિધ અવયવો પર સંક્રમણની અસરના આધારે કરે છે. હૃદયના દર્દીઓ (Cardiac Problems ) કોરોનાના પ્રારંભિક તબક્કેથી આ સંક્રમણ માટે ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. માત્ર સંક્રમણ થવાની સંભાવનાને કારણે જ નહીં, પરંતુ તે દરમિયાન અથવા પછી, હૃદયના દર્દીઓને મોટી સંખ્યામાં શરીર પર કોરોનાની ગંભીર અસરો જોવા મળે છે. તેથી જ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે ખાસ કરીને હૃદયના દર્દીઓમાં સંક્રમણની તપાસ દરમિયાન તમામ જરૂરી પરીક્ષણો કરવામાં આવે. આ પરીક્ષણો દર્દીઓની સ્થિતિ અને તેમની યોગ્ય સારવાર જાણવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

ઈટીવી ભારત સુખીભવએ ઈન્ડિયન સોસાયટી ઓફ ઇકોકાર્ડિયોગ્રાફી એન્ડ એન્ડોક્રાઇન સોસાયટીના સભ્ય તેમ જ ગોવા મેડિકલ કોલેજના ભૂતપૂર્વ પ્રવક્તા, અમેરિકન સ્પોક કાર્ડિયોલોજીના કોલેજના સભ્ય અને ગોવાના વરિષ્ઠ કાર્ડિયોલોજિસ્ટ ડો. મહેન્દ્ર કારે સાથે વાત કરી હતી.

કયા ટેસ્ટ જરુરી

ડો. મહેન્દ્ર કારે જણાવે છે કે સામાન્ય રીતે કોરોના સંક્રમણના (Corona) કારણે લોકોને વિવિધ પ્રકારના પરીક્ષણો અને પરીક્ષણો લેવાની સલાહ આપવામાં આવે છે. હકીકતમાં સંક્રમણ તપાસવા માટે કરવામાં આવતા મોટાભાગના પરીક્ષણો શરીરના મુખ્ય અંગો જેવા કે હૃદય અને ફેફસાં પર સંક્રમણની અસર વિશે જાણવા માટે કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે ન્યુમોનિયા તપાસવા માટે, ડોકટરો સિટી સ્કેન કરવાની ભલામણ કરે છે કારણ કે તે ફેફસાની સ્થિતિ વિશે કહે છે. તેવી જ રીતે કેટલાક અન્ય સ્કેન પણ છે. માત્ર કોરોના જ નહીં, પણ તમામ પ્રકારના સંક્રમણ અને રોગોના કિસ્સામાં હૃદય અને ફેફસામાં સમસ્યાના સ્તર અને તીવ્રતા વિશે જણાવે છે. આ પરીક્ષણ નીચે મુજબ છે

ઈસીજી

સીએચઓ

એડવાન્સ સીએચઓ

ડો. મહેન્દ્ર કહે છે કે કોરોનાના (Cororna) ગંભીર કેસમાં પ્રો-બીએનપી એડવાન્સ રક્ત પરીક્ષણની પણ સલાહ આપવામાં આવે છે. સંક્રમણની અસરથી છાતીમાં દર્દ (Cardiac Problems ) થવા પર ઈસીજી ટેસ્ટમાં સમસ્યાના કારણની સ્પષ્ટ જાણકારી ન મળે તો તબીબ હૃદય એન્ઝાઈમની તપાસ માટે ટ્રોપોનીંન ટેસ્ટ કરાવવાની સલાહ આપે છે.

રીકવરીનો સમય

ડો. મહેન્દ્ર કહે છે કે જે લોકોમાં સંક્રમણની સંપૂર્ણ સારવાર થઈ ગઈ હોય છે તેઓ પ્રશ્ન પૂછે છે કે તેમની રીકવરીમાં કેટલો સમય લાગશેે? ખરેખર કોઈપણ વ્યક્તિના સ્વાસ્થ્યની રીકવરી તેના શરીરની રોગપ્રતિકારક શક્તિ પર આધારિત છે.

સામાન્ય રીતે એવા સંક્રમિત જેમને કોરોના રસીનો એકપણ ડોઝ નથી મળ્યો તેઓ પ્રારંભિક તબક્કામાં બે સ્તરોનો સામનો કરે છે. પ્રથમ છે "વીરેમિક તબક્કો". આ તબક્કે વાયરસ શરીરમાં ફેલાવાનું શરૂ કરે છે અને શરીરના ભાગોને ઝડપથી અસર કરવાનું શરૂ કરે છે. બીજો તબક્કો "ઇમ્યૂન તબક્કો" છે. જેમાં વ્યક્તિના શરીર પર સંક્રમણની અસર તાવ, થાક અને અન્ય લક્ષણોના સ્વરૂપમાં ગંભીરતા બતાવવાનું શરૂ કરે છે. સામાન્ય રીતે, પ્રથમ સ્તરની અવધિ 7 દિવસ ગણવામાં આવે છે. જો વ્યક્તિનો તાવ આ 7 દિવસોમાં ઓછો થતો નથી તો તે વ્યક્તિ રોગપ્રતિકારક તબક્કામાં પ્રવેશે છે. જેનો અર્થ એ છે કે વ્યક્તિનું શરીર તેના પર વાયરસ સામે લડવામાં સક્ષમ છે જો તે સક્ષમ ન હોય તો વ્યક્તિએ એન્ટિવાયરલ અને અન્ય પ્રકારની દવાઓ અને સ્ટેરોઇડ્સ જેવા ઇમ્યુનોમોડ્યુલેટરી તત્વોની મદદ લેવી પડશે.

આ પણ વાંચોઃ શું શ્વેત રક્તકણો કોરોના વાયરસને મારવામાં મદદ કરી શકે છે?

ડો. મહેન્દ્ર સમજાવે છે કે વ્યક્તિની શારીરિક સ્થિતિ આ બંને સ્તરોના સમયગાળા અને સંક્રમણમાંથી રીકવરીની ગતિ માટે જવાબદાર છે. આંકડા અનુસાર પહેલા તબક્કે આશરે 80ટકા લોકો સાજા થાય છે. ફક્ત 20 ટકા લોકો એવા છે જેમને શારીરિક સમસ્યાઓ અથવા પરિસ્થિતિઓની તીવ્રતાને કારણે સંક્રમણ બીજા તબક્કામાં વધુ સમસ્યાઓ થતી હોય છે. પરંતુ સારી બાબત એ છે કે આમાંથી મોટાભાગના સાચી સંભાળ અને દવાઓની સહાયથી સંપૂર્ણપણે ઠીક થઈ જાય છે.

કેટલીકવાર એવા ઘણા કિસ્સાઓ છે કે જ્યાં દર્દીમાં કોઈ પ્રકારના લક્ષણો નથી. આ સ્થિતિમાં વ્યક્તિને થોડા દિવસો માટે હળવો તાવ આવે છે જે સામાન્ય રીતે 5 થી 7 દિવસમાં ઊતરી જાય છે.

કોણ હોય છે સૌથી વધુ સંવેદનશીલ

કોરોના સંક્રમણના પહેલા તબક્કાથી જ માનવામાં આવી રહ્યું છે કે આ સંક્રમણ હૃદય સંબંધી સમસ્યાઓમાંથી (Cardiac Problems ) પસાર થતાં લોકો, વૃદ્ધો, અથવા કોમોર્બિડિટી સામે ઝઝૂમી રહેલા લોકો, બાયપાસ સર્જરી કરાવેલા લોકો, એન્જીયોપ્લાસ્ટિ કરાવનાર લોકોના શરીર પર વધુ માઠી અસર કરે છે. આ સિવાય કિડનીની સમસ્યાઓથી પીડિત હોય કે કિડની ટ્રાન્સપ્લાન્ટ કે કિડની ફેઇલ્યોર જેવી મુશ્કેલીનો સામનો કરી ચૂક્યાં હોય તેમને પણ કોરોના સંક્રમણને લઇને વધુ સંવેદનશીલ માનવામાં આવે છે.

આ સંદર્ભે વધુ જાણકારી મેળવવા માટે ડૉ. મહેન્દ્ર કારેનો 7350521283 પર સંપર્ક કરી શકાય છે.

આ પણ વાંચોઃ રાજકોટમાં હૃદયરોગ સહિતની ગંભીર બીમારી ધરાવતા 250થી વધુ દર્દીએ કોરોનાને હરાવ્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.