- અંબાણીના ઘર પાસેથી મળ્યું વધુ એક અજાણ્યું વાહન
- બાઇક મળતા પોલીસ હરકતમાં
- બાઇકનું રજીસ્ટ્રેશન ન હોવાની વિગતો આવી સામે
મુંબઇ: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલીયા પાસેથી 25 ફેબ્રુઆરીએ વિસ્ફોટક મળી આવ્યો હતો. આ મામલે સચિન વાજેને NIA(નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)એ કસ્ટડીમાં લીધો છે. ત્યારે આ ઘટનામાં વધુ એક વળાંક આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર એન્ટિલીયા પાસેથી એક અજાણી મોટરસાઇકલ મળી આવી છે. જે અંગે ગાંવદેવી પોલિસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવામાં આવી છે.
બાઇકનું રજીસ્ટ્રેશન નથી
પ્રાથમિક માહિતી અનુસાર બાઇકનું RTOમાં કોઇ જ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું નથી. પોલીસ આ બાઇક કોનું છે તે શોધવામાં લાગી ગઇ છે. પોલીસ માટે એક પણ યક્ષ પ્રશ્ન છે કે કેટલાક દિવસથી આ બાઇક મુકેશ અંબાણીના ઘરની બહાર પડી છે.
વધુ વાંચો: એન્ટિલિયા કેસ: NIAએ જપ્ત કર્યું ત્રીજું વાહન, થઈ શકે છે મહત્વપૂર્ણ ખુલાસા
આપને જણાવી દઇએ કે મનસુખ હિરેનની હત્યા કેસમાં મુંબઇ ATS (એન્ટિ ટેરેરિઝમ સ્કૉડ) દ્વારા ઝડપી પાડવામાં આવેલા બે આરોપીઓને NIA દ્વારા હિરાસતમાં લેવામાં આવ્યા છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે આ બંને આરોપીઓમાં સસ્પેન્ડ થયેલા પોલીસકર્મી શીંદે અને સટોડિયા નરેશ ગૌડનો સમાવેશ થાય છે. શિંદે અને ગૌડ છેલ્લા એક અઠવાડિયાથી પોલીસ કસ્ટડીમાં છે.
વધુ વાંચો: એન્ટિલીયાની બહાર મળેલા વિસ્ફોટકના કેસ સાથે જોડાયેલો શંકાસ્પદ મોબાઈલ તિહાર જેલમાંથી મળી આવ્યો
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દક્ષિણ મુંબઇ સ્થિત ઘર પાસેથી 25 ફેબ્રુઆરી પાસેથી વિસ્ફોટ વાળી SUV મળી આવી હતી. આ વાહન થાણે સ્થિત વેપારી હિરેનનું હતું. જેની ચોરી કરવામાં આવી હતી. 5 માર્ચે હિરેનનો શવ મુબ્રા વિસ્તારની એક નદી પાસેથી મળી આવ્યો હતો. NIAએ SUV મળવાના કેસમાં તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં અંબાણીના ઘર પાસે 3 શંકાસ્પદ વાહન મળી ચુક્યા છે.