ETV Bharat / bharat

Umesh Pal Murder Case: અતીકનો પરિવાર હત્યામાં સંડોવાયેલ હશે તો શાઇસ્તા પરવીનને પાર્ટીમાંથી કાઢી મુકાશે - માયાવતી - ઉમેશ પાલ હત્યા કેસ અંગે ટ્વિટ

બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ ટ્વીટ કર્યું છે. તેણે કહ્યું છે કે જો ઉમેશ પાલ હત્યા કેસમાં અતીક અહેમદની પત્ની દોષી સાબિત થશે તો તેને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવશે.

Umesh Pal Murder Case
Umesh Pal Murder Case
author img

By

Published : Feb 27, 2023, 12:02 PM IST

લખનઉ: પ્રયાગરાજના પ્રખ્યાત રાજુ પાલ હત્યા કેસના મુખ્ય સાક્ષી ઉમેશ પાલ અને તેના સુરક્ષા ગાર્ડ સંદીપ નિષાદની 24 ફેબ્રુઆરી સાંજે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં અતીક અહેમદના પુત્ર અને અહેમદની પત્ની શાઈસ્તા પરવીનનું નામ સામે આવી રહ્યું છે. તે દરમિયાન સોમવારે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને બહુજન સમાજ પાર્ટી (BSP)ના વડા માયાવતીનું નિવેદન સામે આવ્યું છે.

  • 1.प्रयागराज में राजू पाल की वर्षाे पहले हुई हत्या के मुकदमे का अहम गवाह अधिवक्ता उमेश पाल व उनके गनर की हत्या के मामले में अतीक अहमद के लड़के एवं उनकी पत्नी के ऊपर एफआईआर दर्ज किये जाने की भी सूचना प्रकाशित हुई है। 1/4

    — Mayawati (@Mayawati) February 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ઉમેશ પાલ હત્યા કેસ અંગે ટ્વિટ: માયાવતીએ પ્રયાગરાજમાં ઉમેશ પાલ હત્યા કેસ અંગે ટ્વિટ કર્યું છે. જો ઉમેશ પાલ હત્યા કેસમાં અતીક અહેમદની પત્ની દોષી સાબિત થશે તો તેને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવશે. તેમણે કહ્યું છે કે અતિક અહેમદ માત્ર સપાની પેદાશ હતો. બસપા ધારાસભ્ય રાજુ પાલની હત્યા બાદ તેમની પત્ની પૂજા પાલ સમાજવાદી પાર્ટીને જવાબદાર ગણાવતા હતા. તે સપામાં જોડાઈ અને ત્યાંથી જ ધારાસભ્ય બની. બહુજન સમાજ પાર્ટીને માહિતી મળી છે કે ઉમેશ પાલ હત્યા કેસમાં અતીક અહેમદના પરિવાર વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. જો દોષી સાબિત થશે તો અતીકની પત્નીને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવશે.

આ પણ વાંચો: Manish Sisodia Arrest: ધરપકડના વિરોધમાં ભાજપ મુખ્યાલયની બહાર AAPએ કર્યું શક્તિ પ્રદર્શન

BSPનો નિર્ણય: માયાવતીએ કહ્યું કે આની ગંભીર નોંધ લેતા BSPએ નિર્ણય લીધો છે કે શ્રીમતી શાઇસ્તા પરવીન, પત્ની અતીક અહેમદને ચાલી રહેલી તપાસમાં દોષિત ઠરતાં જ તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અતીક અહેમદ સમાજવાદી પાર્ટીની પેદાશ છે. તેઓ સાંસદ અને ધારાસભ્ય વગેરે પણ રહી ચૂક્યા છે. હવે રાજુ પાલની પત્ની પણ બસપામાંથી સપામાં ગઈ છે. જે પાર્ટી પર મુખ્યત્વે દોષારોપણ કરતી હતી. તેથી તેની આડમાં કોઈ રાજનીતિ કરવી યોગ્ય નથી. આ સાથે એ પણ જાણવા મળે છે કે બસપા દ્વારા કોઈપણ ગુનાની સજા તેમના પરિવાર અને સમાજના કોઈ નિર્દોષ વ્યક્તિને આપવામાં આવતી નથી, પરંતુ એ પણ સત્ય છે કે પાર્ટી કોઈપણ જાતિ અને ધર્મના ગુનાહિત તત્વને પ્રોત્સાહન આપતી નથી.

આ પણ વાંચો: Meghalaya Nagaland Polls 2023: મેઘાલય અને નાગાલેન્ડમાં કડી સુરક્ષા વચ્ચે શાંતિપૂર્વક મતદાન શરુ

રાજુ પાલની 2005માં હત્યા: ઉલ્લેખનીય છે કે બહુજન સમાજ પાર્ટીના ધારાસભ્ય રાજુ પાલની 2005માં હત્યા કરવામાં આવી હતી. રાજુ પાલ હત્યા કેસમાં ઉમેશ પાલ મુખ્ય સાક્ષી હતો. રાજુ પાલની હત્યાનો મુખ્ય આરોપી અતીક અહેમદ ગુજરાતની જેલમાં બંધ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.