ETV Bharat / bharat

Manipur violence: મણિપુરમાં આતંકવાદીઓ સાથે ગોળીબારમાં બે સુરક્ષાકર્મીઓ ઘાયલ - Manipur terrorists

હિંસાગ્રસ્ત મણિપુરમાં લગભગ બે મહિનાથી આગચંપી અને ફાયરિંગની ઘટનાઓ સતત બની રહી છે. બે સમાજના વિરોધમાં લોકોના મોત પણ થઇ રહ્યા છે. શુક્રવારે એટલે કે આજે તારીખ 28-7-2023ના એક પોલીસ અધિકારીએ માહિતી આપી હતી તે અનુસાર ઘટનામાં બે જૂથો વચ્ચે ચાલી રહેલા ગોળીબારમાં બે સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે.

Manipur violence: મણિપુરમાં આતંકવાદીઓ સાથે ગોળીબારમાં બે સુરક્ષાકર્મીઓ ઘાયલ

author img

By

Published : Jul 28, 2023, 12:29 PM IST

ઇમ્ફાલ: મણિપુર છે કે હિંસાપુર? મણિપુરમાં એક બાજુ બે સમાજ વચ્ચે અથડામણ થઇ રહી છે. તો બીજી બાજૂ મણિપુરના બિષ્ણુપુર જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના જવાન સહિત બે સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હોવાની વિગતો મળી રહી છે. જાણકારી અનુસાર રાજધાની ઇમ્ફાલથી લગભગ 50 કિમી દૂર ફૌબકચાઓ ઇખાઇ વિસ્તારમાં ગુરુવારે સવારે ગોળીબારની શરૂઆત થઇ હતી. જે લગભગ 15 કલાક મોડી રાત સુધી ચાલુ રહી હતી.

કાર્યવાહીમાં માર્યો ગયો: કેટલીક તસવીરો સામે આવી છે કે આતંકવાદીઓ તેમના કેટલાક સાથીઓને ડ્રોનમાં લઈ જઈ રહ્યાં છે. તે હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે તે ઘાયલ થયો હતો કે કાર્યવાહીમાં માર્યો ગયો હતો. મણિપુરમાં 160 થી વધુ લોકો માર્યા ગયા છે અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે કારણ કે 3 મેના રોજ પહાડી જિલ્લાઓમાં આયોજિત 'આદિવાસી એકતા માર્ચ' દરમિયાન હિંસા ફાટી નીકળી છે. Meitei સમુદાય રાજ્યમાં લગભગ 53 ટકા વસ્તી ધરાવે છે અને તેઓ મુખ્યત્વે ઇમ્ફાલ ખીણમાં રહે છે. તે જ સમયે, નાગા અને કુકી જેવા આદિવાસી સમુદાયો વસ્તીના 40 ટકા હિસ્સો ધરાવે છે અને મોટે ભાગે પહાડી જિલ્લાઓમાં રહે છે.

ઓળખ હજુ સુધી થઈ નથી: ગોળીબાર દરમિયાન તેરા ખોંગસાંગબી પાસેના એક મકાનમાં આગ લાગી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બંને તરફથી ગોળીબાર વચ્ચે ભીડને વિખેરવા માટે પોલીસકર્મીઓને દરમિયાનગીરી કરવી પડી હતી. ઘાયલ મણિપુર પોલીસ કમાન્ડોની ઓળખ 40 વર્ષીય નામિરકપમ ઈબોમચા તરીકે થઈ છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે મોર્ટાર વિસ્ફોટને કારણે ઇબોમ્ચાના જમણા પગ અને જમણા કાનમાં શ્રેપનલ વાગી હતી. તેણે જણાવ્યું કે સેનાનો જવાન કુમાઉં રેજિમેન્ટનો છે, પરંતુ તેની ઓળખ હજુ સુધી થઈ નથી.

  1. Manipur Viral Video: મણિપુર વાયરલ વીડિયો પર ગૃહ મંત્રાલય સખ્ત, CBIને સોંપી તપાસ
  2. Manipur Violence : સશસ્ત્ર હુમલાખોરોએ શાળાને આગ ચાંપી, મહિલાઓ બની માનવ રૂપી ઢાલ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.