ETV Bharat / bharat

મહારાષ્ટ્રના મનસુખ હિરેન મર્ડર કેસમાં ATS ટીમે 2 લોકોની કરી ધરપકડ - મહારાષ્ટ્ર સમાચાર

મહારાષ્ટ્રના ચર્ચિત કેસમાં મનસુખ હિરેનનો મૃતદેહ તાજેતરમાં થાણે ખાડી (ડ્રેઇન) પાસેથી પાણીમાં ડૂબેલો મળ્યો હતો. પ્રારંભિક તપાસમાં મનસુખે આત્મહત્યા કરી હોવાનું જણાયું હતું પરંતુ બાદમાં તેના મોં માંથી મળેલા 5 રૂમાલ પરથી એવું કહેવામાં આવી રહ્યું છે કે, કદાચ તેની હત્યા કરવામાં આવી છે. હાલ તપાસ ચાલી રહી છે.

Mansukh Hiren case
Mansukh Hiren case
author img

By

Published : Mar 21, 2021, 1:34 PM IST

  • મનસુખ હિરેન મર્ડર કેસમાં ATS ટીમે 2 લોકોની કરી ધરપકડ
  • મૃતક મનસુખ હિરેનને કેટલાક પોલીસ અને મીડિયાકર્મી કરી રહ્યા હતા હેરાન
  • ATS કરી રહી છે તપાસ

મુંબઈ: મનસુખ હિરેન હત્યા મામલે મહારાષ્ટ્ર ATS (એન્ટી ટેરરિઝમ સ્કવોર્ડ) ની ટીમે 2 લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ લોકોને આજે બપોરે થાણે હોલીડે કોર્ટમાં રજૂ કરી શકાય છે. દરમિયાન, ATS (એન્ટી ટેરરિઝમ સ્કવોર્ડ)એ ગઈકાલે કોર્ટમાંથી સચિન વાજેની કસ્ટડીની માગ કરી હતી, જેના પર કોર્ટે કહ્યું હતું કે, 25 માર્ચ બાદ તે કસ્ટડી મેળવી શકે છે.

મનસુખ હિરેન મર્ડર કેસમાં ATS ટીમે 2 લોકોની કરી ધરપકડ
મનસુખ હિરેન હત્યા કેસમાં મુંબઈ ATS ની ટીમે એક બુકી અને એક પોલીસકર્મીને પકડ્યો છે. નરેશ ધરે 31 વર્ષનો છે અને તે બુકી છે જ્યારે અન્ય આરોપી વિનાયક શિંદે છે જે મુંબઈ પોલીસનો પૂર્વ કોન્સ્ટેબલ છે. શિંદેની ઉંમર 55 વર્ષ છે. વિનાયક શિંદે લખન ભૈયા એન્કાઉન્ટર કેસમાં દોષી છે અને વિનાયક પેરોલ પર બહાર છે.

આ પણ વાંચો: ડાયટમ તપાસના રિપોર્ટ મુજબ મનસુખ હિરેન પાણીમાં પડ્યા ત્યારે જીવીત હતા: અધિકારી

મૃતક મનસુખ હિરેનને કેટલાક પોલીસ અને મીડિયાકર્મી કરી રહ્યા હતા હેરાન

ઉદ્યોગપતિ મનસુખ હિરેને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન, ગૃહ પ્રધાન ઉપરાંત થાણે અને મુંબઇના કમિશ્નરોને ફરિયાદ કરી હતી કે, કેટલાક પોલીસકર્મીઓ અને મીડિયાકર્મીઓ તેને હેરાન કરી રહ્યા છે.

ATS કરી રહી છે તપાસ

મનસુખ હિરેનનો મૃતદેહ તાજેતરમાં થાણે ખાડી (ડ્રેઇન) પાસેથી પાણીમાં ડૂબેલો મળ્યો હતો. પ્રારંભિક તપાસમાં મનસુખે આત્મહત્યા કરી હોવાનું જણાયું હતું પરંતુ બાદમાં તેના મોં માંથી મળેલા 5 રૂમાલ પરથી એવું કહેવામાં આવી રહ્યું છે કે, કદાચ તેની હત્યા કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.