ETV Bharat / bharat

પશ્ચિમ બંગાળની ચૂંટણી માટે બિહાર પોલીસની 12 કંપનીઓ મોકલાઇ - બંગાળ ચૂંટણી પ્રક્રિયા

પશ્ચિમ બંગાળ, કેરલ, આસામ સહિત 5 રાજ્યમાં ચૂંટણી યોજાવા જઇ રહી છે, ત્યારે બિહાર પોલીસના જવાન પણ બંગાળની ચૂંટણી પ્રક્રિયામાં જોડાયા છે. બિહાર પોલીસની 12 કંપની પશ્ચિમ બંગાળની ચૂંટણી માટે ગઇ હતી. કમાન્ડન્ટ રેન્કના અધિકારીઓ પણ દળનું નેતૃત્વ કરી રહ્યા છે. પોલીસ ઉપરાંત બિહારમાં તૈનાત અર્ધલશ્કરી દળની બે કંપનીઓને પણ બંગાળ મોકલવામાં આવી છે.

પશ્ચિમ બંગાળની ચૂંટણી માટે બિહાર પોલીસની 12 કંપનીઓ મોકલાઇ

author img

By

Published : Mar 30, 2021, 4:14 PM IST

  • પશ્ચિમ બંગાળ, કેરલ, આસામ સહિત 5 રાજ્યમાં ચૂંટણી યોજાવા જઇ રહી છે
  • 27 માર્ચના રોજ બંગાળમાં પ્રથમ તબક્કાનું મતદાન પ્રક્રિયા પૂર્ણ
  • બંગાળની ચૂંટણી માટે બિહારથી 20 કંપનીઓની કરવામાં આવી હતી માગ

પટનાઃ પશ્ચિમ બંગાળ, કેરલ, આસામ સહિત 5 રાજ્યમાં ચૂંટણી યોજાવા જઇ રહી છે, ત્યારે બિહાર પોલીસના જવાનો પણ બગાની ચૂંટણી પ્રક્રિયામાં જોડાયા હતા. 27 માર્ચના રોજ બંગાળમાં પ્રથમ તબક્કાનું મતદાન પ્રક્રિયા પૂર્ણ થઇ છે, ત્યારે બિહાર પોલીસની 12 કંપનીને પશ્ચિમ બંગાળની ચૂંટણી પ્રક્રિયા માટે મોકલવામાં આવી હતી. પોલીસ હેડ ક્વાર્ટર અનુસાર, ચૂંટણી પંચે બંગાળની ચૂંટણી માટે બિહારથી 20 કંપનીઓની માગ કરી હતી, પરંતુ હોળીમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેના કરણે 12 જ કંપનીઓને બંગાળની ચૂંટણી પ્રક્રિયામાં ઉપલબ્ધ કરાઈ હતી.

પશ્ચિમ બંગાળની ચૂંટણી માટે બિહાર પોલીસની 12 કંપનીઓ મોકલાઇ
પશ્ચિમ બંગાળની ચૂંટણી માટે બિહાર પોલીસની 12 કંપનીઓ મોકલાઇ

બિહાર પોલીસની 12 કંપનીઓને બંગાળ ચૂંટણી પ્રક્રિયા માટે મોકલાઇ

બિહાર પોલીસની 12 કંપનીઓને મોકલ્યા બાદ હજૂ પણ બંગાળ તરફથી એવી આસા રાખવામાં આવી રહી છે કે, હોળી બાદ બંગાળ ચૂંટણી પ્રક્રિયા માટે બિહારથી વધારે પોલીસની કંપનીઓ મોકલવામાં આવશે. જ્યારે બિહાર પોલીસ ઉપરાંત બિહારમાં તૈનાત અર્ધલશ્કરી દળની બે કંપનીઓને પણ બંગાળ મોકલવામાં આવી છે. જેમાં એક કંપની RAFની છે. બિહારથી અર્ધલશ્કરી દળની કેટલીક કંપનીઓ પૂર્વે જમ્મુ-કશ્મીર પણ ગઇ હતી. જેમાની 4 કંપનીઓને બંગાળ મોકલવામાં આવી હતી. બંગાળમાં શાંતિપૂર્ણ અને ન્યાયપૂર્ણ રીતે ચૂંટણી યોજઇ તે માટે, ચૂંટણી પંચ દ્વારા અર્ધલશ્કરી દળ અને રાજ્યના સશસ્ત્ર પોલીસ દળને પશ્ચિમ બંગાળમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા સમયે પણ બિહારની 188 પોલીસ કંપનીઓ આવી હતી, અર્ધલશ્કરી દળો ઉપરાંત અન્ય રાજ્યોના સશસ્ત્ર પોલીસ દળ પણ મોકલવામાં આવ્યા હતા. વર્ષ 2020ની બિહાર વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયામાં 14 રાજ્યોના પોલીસ દળની 188 કંપનીઓ આવી હતી.

પશ્ચિમ બંગાળમાં કુલ 8 તબક્કામાં મતદાન પ્રક્રિયા

પશ્ચિમ બંગાળમાં કુલ 8 તબક્કામાં મતદાન પ્રક્રિયા યોજાવા જઇ રહી છે. જેમાં 27 માર્મના રોજ પ્રથમ તબક્કામાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયું છે. જ્યારે 1 એપ્રિલથી બીજા તબક્કાની મતદાન પ્રક્રિયા શરૂ થશે. જ્યારે 6 એપ્રિલથી ત્રીજા તબક્કાની મતદાન પ્રક્રિયા, 10 એપ્રિલથી 4 તબક્કાની મતદાન પ્રક્રિયા, 17 એપ્રિલના રોજ પાંચમાં તબક્કાની મતદાન પ્રક્રિયા, 22 એપ્રિલના રોજ છઠ્ઠા તબક્કાની મતદાન પ્રક્રિયા, 26 એપ્રિલના રોજ સાતમાં તબક્કાની મતદાન પ્રક્રિયા અને 29 એપ્રિલના રોજ અંતિમ આઠમાં તબક્કની મતદાન થશે. જ્યારે 2મે ના રોજ મતગણતરી થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.