ન્યૂઝ ડેસ્ક: હિંદુ ધર્મમાં ગ્રહણને લઈને ઘણી માન્યતાઓ અને પરંપરાઓ છે. આ વખતે વર્ષ 2022નું (solar eclipse of 2022) છેલ્લું સૂર્યગ્રહણ 25 ઓક્ટોબર, એટલે કે દિવાળીના બીજા દિવસે મંગળવારે થવાનું છે. તેનો સુતક સમય સવારથી જ શરૂ થશે. એવું માનવામાં આવે છે કે, ગ્રહણ દરમિયાન સૂર્યમાંથી હાનિકારક કિરણો બહાર આવે છે, જેના કારણે ખોરાક અને પાણી દૂષિત થાય છે. આ માટે તેમાં તુલસીના પાન (Rules for plucking basil leaves) અવશ્ય નાખવા જોઈએ. આમ કરવાથી આ વસ્તુઓ ગ્રહણ પછી પણ ખાવા યોગ્ય રહે છે. તુલસીના પાન તોડવા સંબંધિત ઘણા નિયમો ધાર્મિક ગ્રંથોમાં પણ જણાવવામાં આવ્યા છે. આ વખતે કેટલીક સળંગ તિથિઓ અને સમય છે, જેમાં તુલસીના (Significance of Tulsi worship) પાન તોડવું વર્જિત માનવામાં આવે છે. આ સંબંધમાં શાસ્ત્રો શું કહે છે...
21 ઓક્ટોબરે એકાદશી: આ વખતે 21 ઓક્ટોબર, શુક્રવારે એકાદશી અને દ્વાદશી તિથિનો સંયોગ બની રહ્યો છે. આ દિવસે રમા એકાદશીનું વ્રત કરવામાં આવશે. એકાદશી તિથિએ (Worship of Tulsi on Ekadashi) તુલસીની પૂજા વિશેષ રીતે કરવામાં આવે છે, માટે આ દિવસે તુલસીના પાંદડા ભૂલથી પણ ન તોડવા જોઈએ. આમ કરવું મહાપાપ માનવામાં આવ્યું છે.
22એ પણ ન તોડો તુલસીના પાંદડા: ધર્મ ગ્રંથોના અનુસાર તુલસીના પાંદડા (Significance of Tulsi worship) દ્વાદશી તિથિએ પણ ન તોડવા જોઈએ. 22 ઓક્ટોબર, શનિવારની સાંજે લગભગ 6 વાગ્યા સુધી કાર્તિક માસના કૃષ્ણ પક્ષની દ્વાદશી તિથિ રહેશે, માટે આ દિવસે પણ તુલસીના પાંદડા તોડવા વર્જિત છે. સાંજે ત્રયોદશી તિથિ જરૂર થઈ જશે પણ સૂર્યાસ્ત બાદ તુલસીને અડવું ન જોઈએ, આમ ધર્મ ગ્રંથોમાં લખેલું છે.
23 ઓક્ટોબરે રવિવાર: પુરાણોના અનુસાર, રવિવાર ભગવાન સૂર્યદેવ સાથે સંબંધિત છે. આ દિવસે દેવી તુલસી ભગવાન વિષ્ણુના નિમિત્ત વ્રત કરે છે, માટે આ વખતે ભૂલથી પણ (Rules for plucking basil leaves) તુલસીના પાંદડા ન તોડો, નહીં તો કોઈ પણ પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.
24 ઓક્ટોબરે અમાવસ્યા: આ દિવસે દિવાળીનો પર્વ મનાવવામાં આવશે. એટલે કે, આ દિવસે કાર્તક અમાવસ્યા (Kartak Amavasya 2022) તિથિ રહેશે. અમાવસ્યા તિથિએ પણ તુલસીના પાંદડા તોડવા વર્જિત છે. આમ કરવાથી બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. માટે 24 ઓક્ટોબર, સોમવારે ભૂલથી પણ તુલસીના પાંદડા ન તોડો.
25 ઓક્ટોબરે સવારે સૂતક: 25 ઓક્ટોબર, મંગળવારની સાંજે સૂર્યગ્રહણ (solar eclipse of 2022) થશે, પરંતુ તેનો સુતક સમયગાળો 12 કલાક પહેલા શરૂ થશે. એટલે કે 25 ઓક્ટોબરની સવારથી સુતક કાળ ગણાશે. સુતક કાળમાં પણ તુલસીને સ્પર્શ કરવાની મનાઈ છે.
ક્યા દિવસે તોડવા તુલસીના પાંદડા?: રમા એકાદશીના એક દિવસ પહેલા એટલે કે, 20 ઓક્ટોબર, ગુરુવારે તુલસીના પાન (On which day to pluck basil leaves) તોડીને રાખો. તુલસીના પાન બગડતા નથી, તેથી તેનો ઘણી વખત ઉપયોગ કરી શકાય છે. આ પાંદડાઓનો તમે ઉપયોગ 25 ઓક્ટોબરે સૂર્યગ્રહણ દરમિયાન કરી શકો છો.