- વિશ્વની 8 અજાયબીમાં તાજમહેલ પણ સામેલ
- મુખ્ય ગુંબજમાં પ્રવેશવા રૂપિયા 200 વધુ ચૂકવવા પડશે
- આગરા ડિવિઝનલ કમિશનર અમિત ગુપ્તાએ આપી માહિતી
આગરાઃ વિશ્વભરની 8 અજાયબીમાં સામેલ તાજમહેલને પ્રેમની ઈમારત તરીકે ઓળખવામાં આવે છે. દેશ વિદેશથી લોકો તાજમહેલને નીહાળવા આવતા હોય છે. આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખી આગરા વિકાસ ઓથોરિટીએ આ ઈમારતના મુખ્ય ગુંબજમાં પ્રવેશ માટેની ટિકિટમાં રૂપિયા 200નો વધારો કરી દીધો છે. જોકે, પહેલા જ ASI તરફથી ચાર્જ કરાતા રૂપિયા 200 અલગથી છે. આ સમગ્ર બાબતની જાણકારી આગરા ડિવિઝનલ કમિશનર અમિત ગુપ્તાએ આપી હતી. એટલે કે હવે તાજમહેલના પ્રવાસીઓ પર ખર્ચનું ભારણ વધી જશે.
આ પણ વાંચોઃ રૂ.8,505માં હવે કરો ભારત દર્શન, રેલવે વિભાગ લાવ્યું મુસાફરો માટે સ્પેશિયલ ટ્રેન
1 એપ્રિલથી તાજમહેલની ટિકિટની કિંમત વધે તેવી શક્યતા
અત્યાર સુધી તાજમહેલમાં આવતા ભારતીય પ્રવાસીઓને તાજને જોવા માટે રૂપિયા 250 આપવા પડે છે. જ્યારે વિદેશી પ્રવાસીઓ માટે રૂપિયા 1300 રાખવામાં આવ્યા છે. જોકે, આ પહેલા આગરા વિકાસ ઓથોરિટીની બોર્ડ બેઠકમાં તાજમહેલની ટિકિટની કિંમતને વધારવા અંગે ચર્ચા થઈ હતી. 1 એપ્રિલથી તાજમહેલની ટિકિટની કિંમત વધી શકે છે.
આ પણ વાંચોઃ કચ્છમાં 109 દિવસના રણોત્સવમાં 1.28 લાખ પ્રવાસીઓ ઉમટ્યાં અને સરકારને 1.31 કરોડની આવક થઈ