- આજના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો.
1) આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશમાં રોડ શૉ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (તારીખ 16 જુન) ઉત્તરાખંડમાં રોડ શૉ કરશે. આ સાથે ધર્મશાળામાં પણ મોટી જનમેદનીને સંબોધન કરશે. આ મુલાકાત દરમિયાન તેઓ શિમલા શહેરની મુલાકાત લેશે. જ્યાં રેલી કરીને સભા સંબોધશે. આ ઉપરાંત કેન્દ્રની કેટલીક યોજનાઓના લાભાર્થીઓની સાથે પણ વડાપ્રધાન મોદી ખાસ મુલાકાત કરશે. આ વર્ષના અંત સુધીમાં હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. જેને ધ્યાને લઈને આ મુલાકાત રાજકીય મહત્ત્વ ધરાવે છે. આ ઉપરાંત પક્ષના કેટલાક લોકો સાથે ચૂંટણીલક્ષી બેઠક પર યોજશે.
2) નરેશ પટેલની ખાસ પત્રકાર પરિષદ
છેલ્લા કેટલાક સમય રાજકારણમાં પ્રવેશને લઈ જેની સૌથી વધારે ચર્ચા થઈ રહી છે એવા નરેશ પટેલ આજે (તારીખ 16 જુન) ખાસ એક પત્રકાર પરિષદ કરવાના છે. આ પત્રકાર પરિષદમાંથી એ સ્પષ્ટતા થઈ શકે છે કે, તે રાજકારણમાં એન્ટ્રી કરશે કે નહીં? એન્ટ્રી કરશે તો ક્યા પક્ષમાંથી પ્રવેશ કરશે? આ પહેલા તેઓ એક બેઠક કરવાના છે, જેને નિર્ણાયક બેઠક માનવામાં આવી રહી છે. રાજકોટના ગોંડલ પાસે આવેલા ખોડલધામમાં ખોડલધામ ટ્ર્સ્ટ, સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન અને લેઉઆ પટેલ અતિથિભવન - સોમનાથના હોદ્દેદારો સાથે બેઠક યોજાશે. Click Here
ગઈકાલના એ સમાચાર જે તમે જરૂર વાંચવા ઈચ્છશો:
- 18મી જુને હીરાબા 100 વર્ષના થશે, વડનગરમાં એના જન્મદિવસની ઉજવણીને લઈ તૈયારીઓ શરૂ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનો તારીખ 18 જૂનના દિવસે જન્મ દિવસ છે. આ વર્ષમાં તેઓ 100 વર્ષ પૂર્ણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તારીખ 17 અને 18 જુનના દિવસે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન મોદીના કાર્યક્રમ આ વખતે થોડો અલગ રહેવાનો છે. તારીખ 17 જુનના રોજ તેઓ અમદાવાદ આવશે. ત્યાર પછી તેઓ પોતાના માતાને મળવા જશે. હાલ એવી શક્યતાઓ સેવાઈ રહી છે. Click Here
2. ગીર સોમનાથ પંથકમાં મેધકૃપા, વાતાવરણમાં ઠંડક થતા ગરમીથી છૂટકારો
ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની મહેર જોવા મળી છે. તાલાળા, વેરાવળ, કોડીનાર સૂત્રાપાડા અને ઉનામાં વરસાદને પગલે ગરમીમાંથી છૂટકારો મળ્યો છે. જિલ્લાના તાલાળા કોડીનાર સુત્રાપાડા ગીર ગઢડા ઉના વેરાવળ અને કોડીનારમાં 1 થી લઈને 3 ઇંચ સુધીનો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે. તો બીજી તરફ જિલ્લાના તાલાલા શહેરમાં બે ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડતા તાલાલાની બજારમાં વરસાદી પાણી ફરી વળ્યા હતાં. Click Here
3. #Agnipath સેનાની ત્રણે પાંખમાં 40,000 અગ્નિવીરોની ભરતી થશે
યુવાઓને અગ્નિપથ સ્કીમ હેઠળ કેન્દ્ર સરકાર તરફથી પ્રથમ વર્ષમાં 30000 બીજા વર્ષથી 4 વર્ષ 36500 અને ચોથા વર્ષમાં 40000 જેટલું મહિનાનું મહેનતાણું ચૂકવવામાં આવશે. જ્યારે કુલ પગારના 30 ટકા જેટલી રકમ ફંડમાં જમા થશે અને જ્યારે તેઓ 4 વર્ષનો સમયગાળો પૂર્ણ કરશે ત્યારે તેઓને 11 લાખ જેટલી રકમ એક સાથે આપવામાં આવશે. આ માટે સેનાએ એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું છે. સૈન્યમાં જોડાવવા માટે શું તૈયારીઓ કરવી Click Here
4. ચોમાસું સીઝનની શરૂઆતમાં તંત્રની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલી વાહન ચાલકો લપસ્યા
વડોદરામાં વરસાદ શરૂ થતાં ઠેર ઠેર રસ્તામાં ખાડા પડી જતા તંત્રની પોલ ખૂલી ગઈ છે. જોકે, તેનો ભોગ લોકો બની રહ્યા છે. સમગ્ર રાજયમાં વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. જોકે, શરૂઆતી વરસાદમાં શહેરના સર્કિટ હાઉસ સામે આવેલો રોડ લોકો માટે માથાનો દુખાવો થયો હતો. અહીં વરસાદી પાણીના કારણે રસ્તો ધોવાઈ જતાં ટૂવ્હીલર વાહનોના ચાલકો રસ્તા પર પડી ગયા હતા. Click Here
5. જુનિયર તબીબોની માંગને લઈને રાજ્યના આરોગ્ય પ્રધાને ચિમકી આપી,માંગ સાથે સરકાર સંમત નથી
રાજ્યમાં જુનિયર તબીબોની હડતાળ અંગે પાટણમાં મોદી સરકારની આઠ વર્ષની ઉપલબ્ધિનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે તબીબોની માંગ અંગે મહત્વનું નિવેદન આપતાં જણાવ્યું કે સરકાર તેમની સાથે સંમત નથી. Click Here
Special
હવે માત્ર દાગીના જ નહીં, ઘડિયાળથી લઈ iPhone સુધીની વસ્તુઓ પણ આ ડાયમંડની
હાલમાં નેચરલ ડાયમંડ (Diamond decoration Items) કરતા સુરતમાં તૈયાર થયેલા લેબગ્રોન ડાયમંડની (Lab Grown Diamond) ડિમાન્ડ વધી છે. જોકે, ડાયમંડની કિંમત લાખોમાં હોય છે. એ જેની પણ સાથે લાગી જાય એની પણ કિંમત વધી જાય છે. પરંતુ, સુરતની ડાયમંડ ઈન્ડસ્ટ્રીના ઉદ્યોગપતિએ લેબગ્રોન ડાયમંડથી અનેક એવી લક્ઝરી વસ્તુઓના રૂપ રંગ બદલી નાંખ્યા છે. જેને લઈને ભલભલાના મોઢામાંથી ઉદગાર સરી પડશે કે, વાહ...! click Here