આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
- કોવેક્સિનના કટોકટીના ઉપયોગ માટે આજે ટેકનિકલ સલાહકાર જૂથની બેઠક
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)નું ટેકનિકલ સલાહકાર ગ્રુપ 26 ઓક્ટોબરે ભારત બાયોટેકની એન્ટિ-કોવિડ -19 રસી(Anti-covid-19 vaccine) કૉવેક્સિનના ઇમરજન્સી ઉપયોગ પર વિચાર કરવા માટે મળશે. વૈશ્વિક આરોગ્ય સંસ્થાના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્ય સ્વામીનાથ(Soumya Swaminath)ને ટ્વીટ કરીને આ માહિતી આપી છે. Click Here...
- લખીમપુર ખેરી હિંસા કેસની સુનાવણી આજે હાથ ધરાશે
લખીમપુર ખેરી હિંસા કેસની સુનાવણી બુધવારે સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્ટેટસ રિપોર્ટ ફાઈલ કરવામાં વિલંબ બદલ યુપી સરકારને ઠપકો આપ્યો છે. આ બાદ આ સુનાવણી 26 ઓક્ટોબર સુધી મુલતવી રાખી હતી, જેની આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. Click Here...
ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
- કચ્છ સીમાની જાસૂસી કરતો BSF જવાન ઝડપાયો
કચ્છ સીમાની જાસૂસી કરતાં BSFના જવાનને ગુજરાત ATS દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. ATSના (Gujarat ATS) અધિકારીઓને આધારભુત અને વિશ્વસનીય સુત્રો તરફથી બાતમી મળી હતી કે સજ્જાદ સન ઓફ મોહર્મદ ઇમ્તીયાઝ કે જમ્મુ કાશ્મીરનો રહેવાસી છે અને હાલમાં BSF બટાલીયન 74 માં A કંપનીમાં ગાંધીધામ કચ્છ ખાતે ફરજ બજાવે છે. તે BSFની અતિગુપ્ત અને સંવેદનશીલ માહિતી પોતાના મોબાઇલ મારફતે પડોશી દેશ પાકિસ્તાનમાં મોકલે છે અને તેના બદલામાં પૈસા મેળવી દેશ વિરોધી પ્રવૃત્તી કરી રહ્યો હતો. આ બાતમીના આધારે તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. Click Here...
- 'પીએમ આયુષ્યમાન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મીશન' યોજનાની શરૂઆત
ઉત્તર પ્રદેશમાં વડાપ્રધાન મોદીએ સોમવારે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીથી 'પીએમ આયુષ્યમાન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મીશન' (AYUSHMAN BHARAT HEALTH INFRASTRUCTURE MISSION) યોજનાની શરૂઆત કરી હતી. આ ઉપરાંત તેમણે પોતાના સંસદીય ક્ષેત્ર માટે 5189 કરોડ રુપીયાથી વધુ 20 વિભિન્ન વિકાસ પરિયોજનાનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. Click Here...
- સુપરસ્ટાર રજનીકાંતને દાદા સાહેબ ફાળકે એવોર્ડ
67માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સ સમારોહનું સોમવારે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે ઉપ-રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂના હાથે વિજેતાઓને પુરસ્કાર આપીને સન્માતિ કરવામાં આવ્યા. વર્ષ 2019માં બનેલી ફિલ્મો માટે આ પુરસ્કાર આપવામાં આવ્યા. રજનીકાંતને દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. Click Here...
- IPL 2022 માટે બે ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો
અમદાવાદ અને લખનઉ ઇન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League 2022) પરિવારના બે નવા સભ્યો બન્યા છે. આગામી સીઝનથી દસ ટીમોની IPLમાં રમશે. સોમવારે દુબઈની તાજ હોટલમાં બોલી લાગી હતી અને તે (RPSG) આરપી-સંજીવ ગોયન્કા ગ્રુપ (લખનઉ) અને સીવીસી કેપિટલ પાર્ટનર્સ (અમદાવાદ) છે, જે આ બેન્ને ટીમનો ભાગ બનશે. Click Here...
સુખીભવ
- વૃદ્ધાવસ્થામાં રોગોને રોકવા માટે શું શું કરવું જોઈએ
સામાન્ય રીતે, જેમ જેમ વ્યક્તિ મોટી થાય છે, તેમ તેમ શારીરિક પ્રવૃત્તિ ઓછી થવા લાગે છે. આપણા દેશમાં 60 વર્ષની ઉંમર નિવૃત્તિ વય તરીકે ગણવામાં આવે છે. આ ઉંમર સુધીમાં, વૃદ્ધ લોકો તેમની શારીરિક પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર ઘટાડો કરે છે, ખાસ કરીને કસરત. સામાન્ય ભારતીય ઘરોમાં, મોટાભાગે 60થી 65 વર્ષ અને તેથી વધુ ઉંમરના પુરુષો અને સ્ત્રીઓ તેમનો મોટાભાગનો સમય બેસીને અથવા સૂઈને પસાર કરે છે.પરંતુ આ શારીરિક નિષ્ક્રિયતા સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બને છે ખાસ કરીને સ્થૂળતા, હૃદય રોગ, ડાયાબિટીસ, પાચન રોગો અને હાડકા અને સ્નાયુઓની સમસ્યાઓ. Click Here...