આજના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો.
- અમિત શાહ આજે પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરશે
કોવિડ-19 રોગચાળાને કારણે બે વર્ષના બાદ આ બેઠક યોજવામાં આવશે અને તેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવાના મુખ્ય પ્રધાનો અને દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક હાજરી આપે તેવી અપેક્ષા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં યોજાનારી બેઠક, કોરોનાવાયરસ રોગચાળાને કારણે બે વર્ષના અંતરાલ પછી યોજાશે અને તેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવાના મુખ્ય પ્રધાનો અને દાદરા અને નગર હવેલીના પ્રશાસક હાજરી આપે તેવી અપેક્ષા છે.
ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો.
- અવકાશ ક્ષેત્રમાં પણ હવે ખાનગી કંપનીઓ માટે દ્વાર ખુલ્યા, 13 કંપનીઓએ કર્યા MOU
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે (PM Narendra Modi In Ahmedabad) એક દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. નવસારીમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કર્યા બાદ તેઓ અમદાવાદમાં ઇસરોના (Ahmedabad ISRO New Venture) ઉપક્રમ ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર (ઇન-સ્પેસ)નું ઉદ્ઘાટન કર્યું હતું ભારતમાં અવકાશ ક્ષેત્રે હવે પ્રાઇવેટ પાર્ટનર્સ માટે (Private Company investment in Space Sector) પણ દ્વાર ખુલ્લા થઈ ગયા છે. અમેરિકા અને યુરોપની જેમ પ્રાઇવેટ કંપનીઓ પણ હવે ભારતમાં સ્પેસ ક્ષેત્રે સંશોધન કરી શકશે. તફાવત માત્ર એટલો જ છે કે પશ્ચિમી દેશોમાં ખાનગી કંપનીઓ પોતાની રીતે સ્વતંત્ર સંશોધન કરી શકે છે. જ્યારે ભારતમાં ઇસરોના નિયંત્રણ હેઠળ પ્રાઇવેટ પાર્ટનરને અવકાશ ક્ષેત્રે સંશોધનનો મોકો મળશે. Click Here...
- વડોદરામાં નુપુર શર્માનો વિરોધ : નવાબવાડા પાસે મુસ્લિમ સમાજનો રોષ થયો વ્યક્ત, પોલીસે હાથ ધરી આ કવાયત
વડોદરા - વડોદરા શહેરના મચ્છી પીઠ વિસ્તારમાં નુપુર શર્માની ધરપકડ કરો તેવા મેસેજ સાથેના પોસ્ટર જોવા મળ્યાં .ત્યાર બાદ એક મેસેજ વાયરલ થયો, જેમાં જુમ્માની નમાઝ બાદ વિરોધ (Protest after Jumma prayers) માટે એકત્ર થવાનું જણાવવામાં આવ્યું. વડોદરા પોલીસ તથા વિવિધ બ્રાન્ચ SOG, PCB, DCB, સહિતનો સ્ટાફ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં બંદોબસ્તમાં ગોઠવાઇ ગયો.પીએમ મોદીના આગમન પહેલાં આજે વિવાદીત ટીપ્પણી બાદ ભાજપમાંથી કાઢી મુકાયેલા નુપુર શર્માનો વિરોધ વડોદરામાં તેજ બન્યો (Nupur Sharmas protest in Vadodara) છે. Click Here...
- Rajysabha Election 2022 : રાજસ્થાનની રાજ્યસભા બેઠકો પર કોંગ્રેસને 3 અને ભાજપને 1 સીટ મળી
નવી દિલ્હી/મુંબઈ/બેંગલુરુ/ચંદીગઢ: મહારાષ્ટ્રમાં છ અને કર્ણાટકમાં ચાર રાજ્યસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં બે દાયકાથી વધુ સમય બાદ રાજ્યસભાની ચૂંટણી યોજાઈ રહી છે. છ બેઠકો માટે સાત ઉમેદવારો મેદાનમાં છે. જનતા દળ (એસ)ના વડા એચડી કુમારસ્વામીએ કર્ણાટક રાજ્યસભાની ચૂંટણીમાં હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો કે કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયા JD(S) ધારાસભ્યો પર તેમની પાર્ટીને મત ન આપવા દબાણ કરી રહ્યા છે. રાજસ્થાનની રાજ્યસભા બેઠકોના પરિણામો જાહેર થઈ ગયા છે. અહીં ત્રણ સીટો કોંગ્રેસના ફાળે ગઈ હતી. જેમાં રણદીપ સુરજેવાલા, પ્રમોદ તિવારી અને મુકુલ વાસનિકનો વિજય થયો હતો. તે જ સમયે, ભાજપને માત્ર એક જ બેઠક મળી હતી. પાર્ટીના ઘનશ્યામ તિવારીને જીત મળી હતી. જોકે, અપક્ષ ઉમેદવાર સુભાષ ચંદ્રાને હારનો સામનો કરવો પડ્યો હતો. Click Here...
- ઇજાગ્રસ્ત ગરુડને બચાવવા જતા બે લોકો આવી રીતે મોતને ભેટ્યા, જૂઓ વીડિયો...
મુંબઈના બાંદ્રા વર્લી સી લિંક રોડ પર ગરુડને બચાવવા કારમાંથી બહાર નીકળેલા બે લોકોને ટૅક્સીએ ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બીજાએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના 30 મેના રોજ બની હોવાનું જાણવા મળે છે. 43 વર્ષીય અમર મનીષ જરીવાલા પોતાની કારમાં સી લિંક પરથી પસાર થઈ રહ્યા હતા અને તેનો ડ્રાઈવર કાર ચલાવી રહ્યો હતો. અચાનક એક ગરુડ તેની કાર સાથે અથડાયું અને નીચે પડી ગયું હતું. મનીષ તરત જ કાર રોકીને નીચે ઉતરીને ગરુડને બચાવવા માટે આગળ વધ્યો હતો. તેની પાછળ તેનો ડ્રાઈવર પણ નીચે ઉતર્યો હતો. પાછળથી આવતી એક ટેક્સી તેમને રસ્તા પર જોઈને પણ રોકાઈ ન હતી. ટેક્સી ડ્રાઈવરે બંને લોકોને ટક્કર મારી અને ત્યાંથી પસાર થઇ ગઇ હતી. મનીષ અને તેનો ડ્રાઈવર ટેક્સીની ટક્કરથી હવામાં ઉછળ્યા અને પછી રોડ પર પટકાયા હતા. Click Here...
સુખીભવ
- ઊંઘને આપો સર્વોચ્ચ પ્રાથમિકતા: જાણો સારી ઊંઘ કેવી રીતે આવી શકશે
ન્યુઝ ડેસ્ક: શું તમને ઉંઘ આવે છે પરંતુ યોગ્ય સમયે પથારીમાં પડ્યા પછી પણ તમને ઉંઘ આવે છે? જો હા, તો આમ થવાનું કારણ તમારા વાતાવરણ અને ઊંઘ પહેલાનું નબળુ શિસ્ત (Poor pre-sleep discipline) છે. તમે જે ઊંઘ શોધી રહ્યા છો તે મેળવવા માટે, તમારે સખત મહેનત કરવાની જરૂર છે. એવું વાતાવરણ બનાવો, જે તમારા માટે શ્રેષ્ઠ કામ કરે. Click Here...