મુંબઈ: વીકલી એક્સપાયરીને કારણે શેરબજારમાં બે તરફી મોટી વધઘટ જોવા મળી હતી. તેજીવાળા ખેલાડીઓએ ઉભા લેણ સરખા કરવા વેચવાલી કાઢી હતી. તેની સાથે મંદીવાળા ઓપરેટરોએ ઊંચા મથાળે નવું વેચવાની તક ઝડપી હતી. તો બીજી તરફ એફઆઈઆઈ સતત સેલર રહી હોવાના સમાચાર છે. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પ્લસ હતા, તેમ છતાં ભારતીય શેરોમાં વેચવાલીનો દોર રહ્યો હતો.સેન્સેક્સ અને નિફ્ટી માઈનસમાં બંધ હતા, પણ તેની સામે મિડકેપ સ્ટોક અને સ્મોલકેપ સ્ટોકમાં ઈન્વેસ્ટમેન્ટરૂપી બાઈંગ જોવા મળ્યું હતું. આથી બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ અને સ્મોલકેપ ઈન્ડેક્સ પ્લસમાં બંધ થયા હતા.
BSE Sensex: આજે 24 ઓગસ્ટ, ગુરૂવારના રોજ BSE Sensex ગતરોજના 65,433.30 બંધની સામે 65,722.51 ના મથાળે લગભગ 289 પોઈન્ટ પ્લસમાં ખુલ્યો હતો. આજે ટ્રેંડિગ સેશનના અંતે BSE Sensex 181 પોઈન્ટ (0.28 %) ઘટીને 65,252.34 પોઈન્ટ પર બંધ થયો હતો. આજે BSE Sensex 65,181 ડાઉન ગયો હતો. જ્યારે 65,913.77ની સપાટી પર હાઈ ગયો હતો.
NSE Nifty: આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ 57 પોઈન્ટ (0.29 %) ઘટીને 19,386 પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 19,535ના મથાળે ખુલ્યો હતો. આજે NSE Nifty ડાઉન 19,369 સુધી ગયો હતો. જ્યારે 19,584ની ડે હાઈ બનાવી હતી. ગતરોજ NSE Nifty ઈનડેક્સ 19,444 પર બંધ થયો હતો.
ટોપ ગેઈનર શેર: BSE સેન્સેક્સમાં સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં ઈન્ડસઈન્ડ બેન્ક 1,424.70 (1.72 %), એશિયન પેઈન્ટ્સ 3,222 (1.68 %), ઈન્ફોસિસ 1,424.50 (1.19 %)નો સમાવેશ થાય છે.
ટોપ લુઝર શેર: સૌથી વધુ ગગડેલા શેરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝ 2,478.65 (-1.76 %), પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા 246.30 (-1.32 %), જેએસડબલ્યુ સ્ટીલ 787.80 (-1.19 %)નો સમાવેશ થાય છે.
વેચવાલીનું દબાણઃ આઈટી, મેટલ, ઓટો સેક્ટર, ફાયનાન્શિયલ સર્વિસ,ફાર્મા, હેલ્થ કેર, ઓઈલ એન્ડ ગેસમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું.બેન્ક નિફ્ટી 0.04 ટકાના વધારાની સાથે 44,496.20ના સ્તરે બંધ થયા હતા. જ્યારે એફએમસીજી, આઈટી, અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં સુધારો નોંધાયો હતો.