ETV Bharat / bharat

GST પરિષદની આજે બેઠક, કોરોનાની સારવાર સાથે જોડાયેલા સાધનો સસ્તા થવાની સંભાવના

author img

By

Published : Jun 12, 2021, 12:31 PM IST

જીએસટી કાઉન્સિલની આજે બેઠક યોજાશે. આ બેઠક પહેલા શું કોરોનાની સારવાર સાથે જોડાયેલા સાધનો સસ્તા થશે તે અંગે લોકોમાં ચર્ચા છે. મહત્વનું છે કે, નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ (NIRMALA SITHARAMAN) આજે આ બેઠકની અધ્યક્ષતા કરશે.

GST પરિષદની આજે બેઠક, કોરોનાની સારવાર સાથે જોડાયેલા સાધનો સસ્તા થવાની સંભાવના
GST પરિષદની આજે બેઠક, કોરોનાની સારવાર સાથે જોડાયેલા સાધનો સસ્તા થવાની સંભાવના
  • નાણા પ્રધાન નિર્મલા સીતારમણ (NIRMALA SITHARAMAN)ની અધ્યક્ષતામાં આજે GST પરિષદની બેઠક
  • કોરોનાની સારવાર સાથે જોડાયેલા સાધનો સસ્તા થવાની સંભાવના
  • બેઠકમાં નાણા રાજ્યપ્રધાન અનુરાગ ઠાકુર સહિત તમામ રાજ્યોના નાણાપ્રધાન રહેશે ઉપસ્થિત

નવી દિલ્હીઃ નાણા પ્રધાન નિર્મલા સીતારમણ (NIRMALA SITHARAMAN)ની અધ્યક્ષતામાં આજે જીએસટી પરિષદની બેઠક (GST Counci Meeting) યોજાશે. આ બેઠકમાં કોરોના સંબંધિત જરૂરી સામાન અને બ્લેક ફંગસની દવા પર કપાત અંગે વિચાર કરવામાં આવશે.

આ પણ વાંચોઃ આંશિક Lockdownમાં પણ રાજ્ય સરકારની આવક યથાવત, જાણો કારણ...

બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોના વરિષ્ઠ અધિકારી પણ ઉપસ્થિત રહેશે

આ જીએસટી પરિસદની 44મી બેઠક હશે, જેમાં નાણા રાજ્યપ્રધાન અનુરાગ ઠાકુર અને રાજ્યો તથા સંઘ પ્રદેશના નાણા પ્રધાનોની સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારોના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. કેન્દ્રિય નાણા મંત્રાલયે આ અંગે ટ્ટિવ કરી માહિતી આપી હતી.

આ પણ વાંચોઃ બ્લેક ફંગસની દવાઓની આયાત પર ફી માફ: નાણાં પ્રધાન

અનેક રાજ્યોના નાણા પ્રધાનોએ કોરોનાની સારવારમાં ઉપયોગી સામગ્રી પર ટેક્સ કપાતની ભલામણ કરી

પરિષદની બેઠકમાં મેઘાલયના નાયબ મુખ્યપ્રધાન કોનરાડ સંગમાની અધ્યક્ષતાવાળું પ્રધાન સમૂહની કોવિડ રાહત સામાન મેડિકલ ગ્રેડ ઓક્સિજન, પલ્સ ઓક્સિમીટર, હેન્ડ સેનિટાઈઝર અને વેન્ટિલેટર સહિતની વસ્તુ પર જીએસટીના દરમાં છૂટછાટ સંબંધિત રિપોર્ટ પર વિચાર-વિમર્શ કરવામાં આવશે. આ ઉપરાંત પ્રધાન સમૂહે વેક્સિન, દવાઓ અને સંક્રમણની તપાસ કરતી પરીક્ષણ કિટ પર પણ જીએસટીમાં છૂટછાટ પર વિચાર કર્યો છે અને પોતાના મંતવ્ય આપ્યા છે. આ અંગે પણ બેઠકમાં વિચાર કરાશે. આ અગાઉ અનેક રાજ્યોના નાણા પ્રધાનોએ કોરોનાની સારવારમાં ઉપયોગી સામગ્રી પર ટેક્સ કપાતની ભલામણ કરી છે. પ્રધાન સમૂહના સભ્ય ઉત્તરપ્રદેશના વિદેશ પ્રધાન સુરેશકુમાર ખન્નાએ બુધવારે કહ્યું હતું કે, રાજ્ય કોરોનાથી સંબંધિત સામાન પર ટેક્સ કપાતના પક્ષમાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.