- રાજ્યમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષા યોજાશે
કોરોનાના કહેર વચ્ચે રાજ્યના દરેક જિલ્લાના કેન્દ્ર પર ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષા યોજાશે
- મીડિયા કર્મીઓને અમદાવાદમાં કોરોનાની રસી અપાશે
મીડિયા કર્મીઓને અમદાવાદની સોલા સિવિલ ખાતે આજથી 1 એપ્રિલ સુધી સવારે 10.30થી સાંજના 5 વાગ્યા સુધી કોરોનાની રસી આપવામાં આવશે
- સુરતમાં આજથી 13 એપ્રિલ સુધી 144ની કલમ લાગું કરાઈ
કોરોનાને પગલે સુરતમાં આજથી 13 એપ્રિલ સુધી 144ની કલમ લાગું કરવામાં આવી છે, જેમાં, 4 લોકોના ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
- રાજકોટમાં સુપર સ્પ્રેડરને શોધવા કોરોના ટેસ્ટિંગ કરવામાં આવશે
રાજકોટમાં સુપર સ્પ્રેડરને શોધવા ફેરિયાઓનું ટેસ્ટિંગ કરવામાં આવશે, એસટી વર્કશોપ ખાતે ડ્રાઇવર કંડક્ટરનું પણ ટેસ્ટિંગ કરવામાં આવશે.
- શ્રેય હોસ્પિટલ કેસની સુનાવણી આજે 30 માર્ચે ગુજરાત હાઇકોર્ટમાં થશે
શ્રેય હોસ્પિટલના આઇસીયુમાં લાગેલી આગમાં મૃત્યુ પામેલા વ્યકિતના પરિવારજનોએ તપાસપંચની તપાસ સામે કેટલાક સવાલો ઉઠાવ્યા હતા. આ મામલે, શ્રેયા હોસ્પિટલ કેસની આજે 30 માર્ચે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થશે.
- દિલ્હીના તોફાન કેસમાં સહ આરોપી અમિત ગુપ્તાની અરજીની કોર્ટમાં સુનાવણી
દિલ્હીના તોફાનોમાં મની લોન્ડ્રીગ મામલના સહ આરોપી અમિત ગુપ્તા દ્વારા દાખલ કરેલી અરજીની કોર્ટ સુનાવણી કરી શકે છે.
- કેરળ વિધાનસભાની ચૂંટણીમાં પ્રિયંકા ગાંધીની જાહેર સભા યોજાશે
કેરળની ચૂંટણી માટે કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધીની આજે મંગળવારે ત્રિવેન્દ્રમમાં જાહેર સભા યોજાશે
- બંગાળની ચૂંટણીને લઈને નંદીગ્રામમાં ગૃહપ્રધાન અમિત શાહ આજે શુભેન્દુમાં સભા ગજવશે
બંગાળની ચૂંટણીને લઈને નંદીગ્રામમાં ફિલ્મ સ્ટાર મિથુન ચક્રવર્તી રોડ શો યોજશે, આ સાથે ગૃહપ્રધાન અમિત શાહ આજે શુભેન્દુમાં સભા ગજવશે
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 30 માર્ચે પુડુચેરીમાં જાહેર સભા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 30 માર્ચે NDAના ઉમેદવારોની તરફેણમાં પુડુચેરીમાં જાહેર સભાને સંબોધન કરશે. પુડુચેરીમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે અને અહીં 6 એપ્રિલે મતદાન યોજાશે.
- NIAએ સચિન વાઝે મામલે મિથિ નદીમાંથી મળી આવેલી વસ્તુઓનો ખુલાસો થઈ શકે છે.
સચિન વાઝે મામલામાં મિથિ નદીમાંથી મળી આવેલી નંબર પ્લેટો, DVR અને અન્ય વસ્તુઓનો ખુલાસો થઈ શકે છે. આ કેસની તપાસ NIA (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી) કરી રહી છે.