- આજે વર્લ્ડ સ્માઈલ ડે (World Smile Day), હસવા અને હસાવવાનો દિવસ
- આ દિવસે લોકો એકબીજાને ફની મેસેજ, જોક્સ અને શાયરી મોકલીને શુભેચ્છા પાઠવે છે
- વર્ષ 1999 પછીથી દર વર્ષે ઓક્ટોબરના પ્રથમ શુક્રવારે આ દિવસની ઉજવણી થાય છે
ન્યૂઝ ડેસ્કઃ હસવું એક ભાવ જ નથી, પરંતુ અનેક સમસ્યાનું સમાધાન પણ છે. કહેવાય છે કે, હસવાથી તમે લાંબા સમય સુધી જવાન અને સ્વસ્થ રહી શકો છે. જોકે, સામાન્ય હાસ્ય માટે ચહેરો જોવામાં પણ સુંદર લાગે છે. લોકોના ચહેરા પર હાસ્ય લાવવા માટે અનેક પ્રકારના કોમેડી શો અને ફિલ્મો બનાવવામાં આવે છે. તો આનાથી તમે સમજી શકો છો કે, હાસ્યનું કેટલું મહત્ત્વ છે. તો આ જે વર્લ્ડ સ્માઈલ ડે (World Smile Day)ના દિવસે પોતે ખુશ રહેવાનો પ્રયાસ કરો અને સાથે જ તમારી આસપાસના લોકોને પણ જોક્સ, મેસેજના માધ્યમથી હસાવો.
આ પણ વાંચોઃ World vegetarian Day 2021: શાકાહારી ભોજન વિશેની 5 ગેરમાન્યતાઓ, જાણો શું છે સત્ય
મહાન અભિનેતા રાજ કપૂરે પોતાના ગીતથી લોકોને હસવા આપ્યું હતું પ્રોત્સાહન
હાસ્ય ઉપર ફિલ્મોમાં અનેક ગીતો પણ બની ચૂક્યા છે. મહાન અભિનેતા રાજ કપૂરે પણ પોતાની ફિલ્મ 'અનારી'માં કિસી કી મુસ્કુરાહટો પે હો નિસાર ગીત ગાઈને લોકોને હસવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત હાસ્ય પર અનેક કોટ (Quote) પણ છે. જેમ કે, તમારું હાસ્ય ઈતિહાસને નથી બદલી શકતી, પરંતુ તમારા જીવનમાં ઘણું બધું બદલી શકે છે. આ માટે હંમેશા હસતા રહો, દિલ કી ગહેરાઈમાં ગમ ક્યા છુપાના, ચાર દિન કી જિંદગી હૈ સદા મુસ્કુરાના. મુસ્કાન હૈ જીવન કા અનમોલ ખજાના, મુસ્કાન સે બનતા હે જીવન સુહાના. હાસ્યની કોઈ કિંમત નથી હોતી, હાસ્ય પામનારા લોકો હંમેશા ખુશ રહે છે અને આપવાવાળાને પણ કંઈ નુકસાન નથી.
આ પણ વાંચોઃ International Translation Day : અનુવાદ એટલે વિશ્વમાં સંસ્કાર અને સંસ્કૃતિને જોડતો સેતુ
હસવાથી શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહી શકાય છે
વર્ષ 1999 પછીથી દર વર્ષે ઓક્ટોબરના પહેલા શુક્રવારે વર્લ્ડ સ્માઈલ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ એ વાતને યાદ અપાવે છે કે, જીવનની સ્થિતિ કેવી પણ હોય, પરંતુ હાસ્યનું એક અલગ જ મહત્ત્વ હોય છે. હસવાથી શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહી શકાય છે. જે પરિવારમાં ખુશી અને હાસ્યનો માહોલ હશે ત્યાં બધું સારું જ થતું હોય છે.