ETV Bharat / bharat

આજે હિન્દી દિવસ, જાણો આ ભાષા સાથે જોડાયેલા અનેક કિસ્સા

વિભાજન પહેલાં અને આઝાદી પછી ભારતની રાજનીતિ અંગે હંમેશા વિવાદ થયો છે. 14 સપ્ટેમ્બર 1949ના દિવસે ભારતમાં હિન્દી ભાષાને સત્તાવાર ભાષા તરીકે સુચિબદ્ધ કરવામાં આવી હતી. આ માટે આ દિવસને હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતના અનેક રાજ્યોમાં હિન્દીને રાષ્ટ્રીય ભાષા બનાવવા અંગે વિરોધ થયો છે. આ વિરોધ હજી પણ ચાલુ જ છે. વિરોધનો આધાર રાજકીય વધુ છે.

આજે હિન્દી દિવસ, જાણો આ ભાષા સાથે જોડાયેલા અનેક કિસ્સા
આજે હિન્દી દિવસ, જાણો આ ભાષા સાથે જોડાયેલા અનેક કિસ્સા
author img

By

Published : Sep 14, 2021, 11:03 AM IST

  • દેશભરમાં આજે હિન્દી દિવસની થઈ રહી છે ઉજવણી
  • 14 સપ્ટેમ્બર 1949ના દિવસે ભારતમાં હિન્દી ભાષાને સત્તાવાર ભાષા તરીકે સુચિબદ્ધ કરવામાં આવી હતી
  • ભારતના અનેક રાજ્યોમાં હિન્દીને રાષ્ટ્રીય ભાષા બનાવવા અંગે વિરોધ થયો છે, જે હજી પણ ચાલુ જ છે

હૈદરાબાદઃ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે પોતાના 1925ના કરાચી અધિવેશનમાં નિર્ણય લીધો હતો કે, દેશમાં હિન્દુસ્તાની ભાષા સામાન્ય બોલચાલની ભાષા હશે. હિન્દુસ્તાની ભાષા હિન્દી અને ઉર્દુનું લોકપ્રિય અવિભાજ્ય મિશ્રણ હશે.

સત્તાવાર ભાષા હિન્દી

14 સપ્ટેમ્બર 1949ના દિવસે ભારતમાં સત્તાવાર ભાષા તરીકે હિન્દી ભાષાની સુચિબદ્ધ કરવામાં આવી હતી. ત્યારબાદથી આ દિવસને હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકાર માટે હિન્દી અને અંગ્રેજી ભારતની 2 સત્તાવાર ભાષા છે. જ્યારે સંવિધાનમાં 22 ભાષાઓને માન્યતા આપી છે. વર્ષ 1947માં ભારતીય સ્વતંત્રતા પછીથી કેન્દ્ર સરકાર દ્વારા હિન્દીને વ્યાપક રીતે ઉપયોગ કરવામાં આવતી ભાષા તરીકેનો દરજ્જો આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેના પ્રોત્સાહન આપવામાં હિન્દી સિનેમાએ પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

ઈતિહાસ

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે પોતાના વર્ષ 1925ના કરાચી અધિવેશનમાં નિર્ણય લીધો હતો કે, હિન્દુસ્તાની સ્વતંત્ર રાષ્ટ્રની સામાન્ય ભાષા હોવી જોઈએ, જે હિન્દી અને ઉર્દુનું લોકપ્રિય અવિભાજ્ય મિશ્રણ છે. જોકે, આ સંકલ્પને હિન્દી સાહિત્ય સંમેલનના પ્રભાવના કારણે કેટલાક વર્ષો પછી સંશોધનના સૂચન આપ્યા હતા. આ સૂચનોમાં કહેવામાં આવ્યું હતું કે, હિન્દીને રાષ્ટ્રીય ભાષા હોવી જોઈએ. આ જોગવાઈએ મુસલમાનો સહિત કોંગ્રેસના અનેક સભ્યો નિરાશ થયા હતા, જેના કારણે સાંપ્રદાયિક ગૂંચવણોનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ મુસ્લિમ લીગ જેમનું સંગઠન વર્ષ 1906માં થયું હતું. તો બીજી તરફ ઉર્દુ ભાષા મુસ્લિમોની ઓળખનું પ્રતીક બની ગઈ છે. વર્ષ 1946માં ભારત વિભાજનની નજીક ઉર્દુને પાકિસ્તાન સાથે જોડવામાં આવી હતી. ત્યારબાદ ઉર્દુને નવા સ્વતંત્ર ભારતની રાષ્ટ્રીય ભાષાની દાવેદારીથી હટાવી દેવાઈ હતી.

હિન્દી સમર્થક/હિન્દુસ્તાની સમૂહમાં જવાહરલાલ નેહરુ અને મહાત્મા ગાંધીને સામેલ થયા પછી બંને ભાષાઓમાંથી કોઈ એકને રાષ્ટ્રીય ભાષા તરીકે અપનાવવાના તર્ક આપવામાં આવ્યા હતા. હિન્દી વિરોધ સમૂહે આનો વિરોધ કર્યો અને અંગ્રેજીને સત્તાવાર ભાષા તરીકે બનાવી રાખવા સમર્થન કર્યું હતું. આ મુદ્દાને ઉકેલવા માટે વર્ષ 1949માં ભારતીય સંવિધાન સમિતિએ સમજૂતી કરી હતી, જેને મુનશી-અય્યંગાર સૂત્ર તરીકે જાણવામાં આવે છે.

ભાષાનું નામ હિન્દી (દેવનાગરી લિપિ)માં હતું, પરંતુ હિન્દુસ્તાનીના સમર્થકોને એક નિર્દેશ ખંડની સાથે વિશ્વાસ અપાયો હતો, જેણે સંસ્કૃતને હિન્દી શબ્દાવલીના મુખ્ય આધારીના રૂપમાં નિર્દેશિત કરી હતી. આમાં અન્ય ભાષાઓના શબ્દોને સ્પષ્ટ રીતે બહિષ્કાર નહતો કરાયો. આમાં 'રાષ્ટ્રીય ભાષા'નો ઉલ્લેખ ન થઈને ભારતીય સંઘની 2 સત્તાવાર ભાષાઓનું વર્ણન કરવામાં આવ્યું હતું. અંગ્રેજીનો સત્તાવાર ઉપયોગ સંવિધાન લાગુ થયાના 15 વર્ષ પછી એટલે કે 26 જાન્યુઆરી, 1965એ સમાપ્ત થયો હતો.

આ પણ વાંચો- આજે વિશ્વ સૌંદર્ય દિવસ, જાણો પોતાની સુંદરતા જાળવી રાખવાના ઉપાય

શરૂઆતમાં થઈ હતી ટક્કર

બાલકૃષ્ણ શર્મા અને પુરુષોત્તમદાસ ટંડન જેવા રાજનેતાઓની હિન્દી સમર્થક લોબીએ અંગ્રેજીને અપનાવવાનો વિરોધ કર્યો હતો. આ લોકોનું કહેવું હતું કે, સત્તાવાર ભાષા તરીકે અંગ્રેજી સામ્રાજ્યવાદના અવશેષની જેમ છે. આ લોકોએ હિન્દીને એક માત્ર રાષ્ટ્રીય ભાષા તરીકે લાવવા માટે ધરણાં-પ્રદર્શન કર્યા હતા.

તેમણે હિન્દી ભાષાના પ્રયોગ અંગે અનેક જગ્યા પર સંશોધનના પ્રયાસ કર્યા હતા, પરંતુ આ ક્યારેય લાગુ ન થઈ શક્યું. આવું એટલા માટે કારણ કે, અડધાથી વધુ ભારતીયોને હિન્દીનું વર્ચસ્વ અસ્વીકાર્ય હતું. ખાસ કરીને દેશના દક્ષિણ અને પૂર્વના રાજ્યોમાં. વર્ષ 1965માં હિન્દીને પ્રભાવી રીતે અનિવાર્ય કર્યા પછી તમિલનાડુ અને હિંસક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

પરિણામસ્વરૂપ, ભારતના સંવિધાનમાં લાગુ થયાના 15 વર્ષ પછી કોંગ્રેસ કાર્ય સમિતિએ એક જોગવાઈ પર સંમતિ વ્યક્ત કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, સત્તાવાર ભાષા તરીકે અંગ્રેજીની સ્થિતિ ત્યાં સુધી નહીં બદલે. જ્યાં સુધઈ તમામ રાજ્ય આના પર સંમતિ નહીં આપે. અંતે વર્ષ 1967ની સત્તાવાર ભાષા અધિનિયમના માધ્યમથી સરકારે દ્વિભાષાવાદની નીતિ અપનાવી હતી. આનાથી ભારતમાં સત્તાવાર ભાષાઓ તરીકે અંગ્રેજી અને હિન્દીના ઉપયોગની ગેરન્ટી અનિશ્ચિત કાળ માટે મળી ગઈ હતી.

વર્ષ 1971 પછી ભારતની ભાષા નીતિમાં ક્ષેત્રીય ભાષાઓને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ક્ષેત્રીય ભાષાઓને ભારતના સંવિધાનની આઠમી અનુસૂચિમાં સામેલ કરવાનો નિર્ણય થયો હતો. આવું કરવાનો ઉદ્દેશ ભાષાઓને રાજભાષા આયોગ સમક્ષ પ્રતિનિધિત્વનો હક આપવાનો હતો. આ પગલું બહુભાષી જનતાની ભાષાઈ નારાજગીને રોકવા માટે ઉઠાવવામાં આવ્યું હતું. સ્વતંત્રતાના આ સમયે આ સૂચિમાં 14 ભાષાઓ હતી, જે વર્ષ 2007માં વધીને 22 થઈ ગઈ હતી.

આ પણ વાંચો- વડાપ્રધાન રાષ્ટ્ર મહાસભાના 76 માં સત્રને સંબોધિત કરશે

NDA સરકાર અતંર્ગત હિન્દી ભાષા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (National Democratic Alliance)ની સરકારે પોતાના ત્રણ વર્ષના કાર્યકાળમાં હિન્દી ભાષાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સરકાર ટીકાકારોના નિશાને પર પણ રહી હતી. ટીકાકારોનું કહેવું હતું કે, બહુસંખ્યક હોવાના કારણે સરકારના પ્રયાસ બિનહિન્દી ભાષી લોકો પર ભાષા થોપવાનો છે.

વર્ષ 2014માં સરકારે પોતાના અધિકારીઓને સોશિયલ મીડિયા એકાઉન્ટ અને સરકારી પત્રોમાં હિન્દીનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો હતો. પોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ધારાપ્રવાહ અંગ્રેજી બોલી શકતા હોવા છતાં રાજદ્વારી પ્રવૃત્તિઓમાં હિન્દીનો પ્રયોગ કર્યો હતો. તેમણે વિશ્વના નેતાઓ સાથે આંતરરાષ્ટ્રીય સ્ટેજ પર પણ હિન્દીમાં જ ભાષણ આપ્યું હતું. ગયા વર્ષની શરૂઆતમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને પણ કેન્દ્ર સરકારને સૂચન આપ્યું હતું કે, તમામ મહાનુભાવો અને પ્રધાનોએ હિન્દીમાં જ ભાષણ આપવું જોઈએ.

મોટાભાગના રાષ્ટ્રવાદી દેશોમાં બોલાતી ભાષા એક સંયુક્ત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ શાસકીય રીતે ભાષાને થોપવી હંમેશા મુશ્કેલી અને અંતર પેદા કરે છે. બાંગ્લાદેશ આનું સૌથી સારું ઉદાહરણ છે. ઈતિહાસમાં પણ આના ઘણા ઉદાહરણ છે, જ્યાં અંધરાષ્ટ્રીયતા અને લોકોને વહેંચવા માટે એક જ ભાષાનો ઉપયોગનો સહારો લેવાયો હતો. ભાજપ અને તેમના પૂર્વવર્તી જનસંઘે ભારતની એકતા માટે લાંબા સમયથી હિન્દીના પ્રયોગની વકીલાત કરી છે. આ મુદ્દા પર ધ્રુવીકરણ ઉત્તરભારતમાં પાર્ટીના હિન્દી ભાષી જનાધારને મજબૂત કરી શકે છે.

જોકે, ગયા વર્ષે બેંગલુરુ મેટ્રોમાં હિન્દી સૂચકાંકો લગાવવા અને તમિલનાડુમાં હાઈવે પર લગાવવામાં આવેલા માઈલસ્ટોન પર હિન્દીના પ્રયોગ અંગે હાલમાં વિરોધ પ્રદર્શન થઈ ચૂક્યું છે. તેવામાં ભાષાને લઈને ગુપ્ત રીતે કરવામાં આવતા કોઈ પણ નિર્ણય સામે લોકોનો ગુસ્સો અને હિન્દી વિરોધી રાજનીતિ પોતાનું માથું ઉંચકી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.