ETV Bharat / bharat

આજે ATMનો જન્મદિવસ, જાણો ATM વિષે કેટલીક રોચક જાણકારી - લંડન

આજે ATMનો જન્મદિવસ છે. 27 જૂને પહેલીવાર દુનિયામાં ATM જોવા મળ્યું હતું. પહેલું ATM ક્યા લાગ્યું હતું, કંઈ બેન્કનું હતું અને કોના વિચારનાના કારણે આજે આપણે આટલી સરળતાથી પૈસા મેળવી શકીએ છે. વાંચો

xxx
આજે ATMનો જન્મદિવસ, જાણો ATM કેટલીક રોચક જાણકારી
author img

By

Published : Jun 27, 2021, 9:14 AM IST

Updated : Jun 27, 2021, 11:41 AM IST

  • આજે ATMનો જન્મ દિવસ
  • આજના દિવસે લંડનમાં 1967માં પહેલીવાર ATM મુકવામાં આવ્યું હતું
  • બાર્કલેઝ બેંકે સૌથી પહેલા તેની બેન્કની બહાર ATM મુક્યું હતું

હૈદરાબાદ: 8 નવેમ્બર 2016, પીએમ મોદીએ નોટબંધીની ઘોષણા કર્યા બાદ, લોકો પૈસા ઉપાડવા માટે એટીએમની બહાર લાઇનમાં કલાકો સુધી ઉભા રહ્યા હતા. શેરીથી લઈને હાઇવે સુધીના દરેક એટીએમમાં ​​લોકોની લાઈનો જોવા મળી હતી. નોટબંધીના સમયમાં દરેકને ATMનું મહત્વ પણ સમજાઈ ગયું હતું. આજે આપણે ATM વિશે વાત કરી રહ્યા છીએ કારણ કે વિશ્વમાં પહેલું એટીએમ આજે સ્થાપિત થયું હતું એટલે કે 27 જૂને.

54 વર્ષ પહેલા લાગ્યું હતું પહેલુ ATM

આજે ATM એટલે કે ઓટોમેટેડ ટેલર મશીનનો જન્મદિવસ છે. 27 જૂન 1967ના રોજ, લંડનના એનફિલ્ડ વિસ્તારમાં પ્રથમ ATM શરૂ કરવામાં આવ્યું હતું. વિશ્વનું પ્રથમ ATM બાર્કલેઝ બેંકની શાખાની બહાર સ્થાપિત કરવામાં આવ્યું હતું. આજે ભલે તમે નિર્ભય રીતે ATMનો ઉપયોગ કરો છો, પરંતુ તે સમયે પૈસાની નોટા કાઢતા આ મશિનને જોઈને વિશ્વ આશ્ચર્યચકિત થઈ ગયું હતું. બ્રિટીશ અભિનેતા રેગ વર્નાયે વિશ્વના પહેલા ATMમાંથી પૈસા ઉપાડનારા વ્યક્તિ હતા. ત્યારથી આજ સુધી ATMનું નેટવર્ક આખા વિશ્વમાં ફેલાઈ ગયું છે.

સોનાનુ ATM
વિશ્વનું સૌથી પહેલું ATM

આજે દુનિયાનુ પ્રથમ ATM સોનાનું બની ચુક્યુ

લંડનના એનફિલ્ડ વિસ્તારમાં સ્થાપિત વિશ્વનું પ્રથમ ATM હવે ઘણું બદલાઈ ગયું છે. બાર્કલેઝ બેંકની શાખામાં સ્થાપિત ATMને વર્ષ 2017 માં 50 વર્ષ પૂરા થવા નિમિત્તે તેને સોનાનું બનાવી દીધું હતું. આ 5 દાયકા દરમિયાન તેમાં ઘણા તકનીકી ફેરફારો કરવામાં આવ્યા હતા, જે હજી પણ ચાલુ છે.

આ પણ વાંચો : શહેરમાં મુકાયેલા 30થી વધુ સ્માર્ટ વોટર ATM બંધ, પ્રાઇવેટ એજન્સીને આપ્યો હતો પ્રોજેક્ટ

ATMનું ઈન્ડીય કનેક્શન

જ્હોન શેફર્ડ બેરોન, તે તે વ્યક્તિનું નામ છે કે જેની વિચારસરણીનું પરિણામ છે કે મશીનમાંથી નોટો નિકળવાનું શરૂ થયું. જ્હોન શેફર્ડ બેરોનનો જન્મ 23 જૂન 1925માં મેઘાલયની રાજધાની શિલોંગમાં થયો હતો. તે સમયે તેના પિતા ચિટગાંવ પોર્ટ કમિશનરેટમાં ચીફ એન્જિનિયર પદ પર હતા. જ્હોન શેફર્ડ બેરોનનું 15 મે, 2010ના રોજ યુકેમાં 84 વર્ષની વયે અવસાન થયું હતું.

પાણીમાં ATM
કેરલાનું ATM

તકલીફનુ પરીણામ

એવું કહેવામાં આવે છે કે એકવાર જ્હોન શેફર્ડ બેરોનને પૈસાની જરૂર હતી. જ્યારે તે બેંક પહોંચ્યા ત્યારે તે એક મિનિટનો વિલંબ ચૂકી ગયા. બેંક બંધ હતી, તેથી પૈસા ઉપાડી શક્યા નહીં. પછી તેમણે વિચાર્યું કે જ્યારે ચોકલેટ મશીનમાંથી બહાર આવી શકે છે, તો પછી 24 કલાક મશીનમાંથી પૈસા કેમ ન આવી શકે. કારણ કે તે લોકોને ખૂબ સગવડ આપશે. આ વિચારસરણીનું પરિણામ ઓટોમેટેડ ટેલર મશીન હતું.

ભારતનું પહેલું ATM

દેશમાં કઈ બેંકનું પ્રથમ એટીએમ હતું? આ સવાલ પર, મોટાભાગના લોકો સંભવત: ભારતીય સ્ટેટ બેંકનું નામ લેશે. પરંતુ ભારતમાં પહેલું ATM વર્ષ 1987માં શરૂ થયું હતું. હોંગકોંગ અને શાંઘાઈ બેંકિંગ કોર્પોરેશન (HSBC) એ મુંબઇની એક શાખામાં ATM લગાવ્યું હતું. ત્યારબાદ આજ સુધી દેશમાં ATMનું નેટવર્ક ફેલાયેલું છે. RBIના ડેટા અનુસાર સપ્ટેમ્બર 2020 સુધીમાં દેશમાં 2,34,244 મશીનો લગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો : અમૂલનું માઈક્રો ATM દૂધ ઉત્પાદકો માટે આશીર્વાદ રૂપ બન્યું

વાર્તા 4 અંકના પીનની

આજે તમે ATM પર જાઓ છો , ડેબિટ કાર્ડ સ્વાઇપ કરો અને ચાર-અંકનો પિન દાખલ કરીને મશીનમાંથી પૈસા ઉપાડો છે. એવું કહેવામાં આવે છે કે જ્હોન શેફર્ડ પ્રથમ 6-અંકનો પાસવર્ડ અથવા પિન રાખવા માંગતા હતા, પરંતુ તેમની પત્નીને કારણે, તે આમ કરી શક્યા નહીં. ખરેખર, તેમની પત્નીને 6 અંકના પાસવર્ડને યાદ કરવામાં મુશ્કેલી હતી, તે વધુમાં વધુ 4 અંકનો પાસવર્ડ યાદ કરી શકે છે. તેમની પત્નીએ કહ્યું કે જો 6 અંકને બદલે 4-અંકનો પિન હોય તો લોકો આરામદાયક બનશે. જેના પછી અંતિમ સ્ટેમ્પ 4 અંકના પિન પર મૂકવામાં આવ્યો હતો અને આજે પણ નંબરવાળી બેંકો સિવાય, મોટાભાગના એટીએમ પિન ફક્ત 4 અંકોના છે.

ATMથી જોડાયેલી રોચક વાતો

  • વિશ્વનુ સૌથી ઉંચાઈ પર આવેલુ ATM પાકિસ્તાનની નેશનલ બેંકના નાથુ-લામાં છે. તે પાકિસ્તાન-ચીન સરહદ પર લગભગ 16 હજાર ફૂટની ઉંચાઇ પર છે.
  • યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાનું ATM ભારતમાં સૌથી ઉંચાઈ પર છે. જે સિક્કિમના નાથુલામાં 14000 ફૂટથી વધુની ઉંચાઇ પર સ્થિત છે.
  • કેરળના કોચિમાં ફ્લોટિંગ એટીએમ લગાવવામાં આવ્યું હતું. આ મશીન સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સ્થાપિત કરાયું હતું. તે કેરળ શિપિંગ અને ઇનલેન્ડ નેવિગેશન કોર્પોરેશન કંપનીની માલિકીનું છે.
  • ATMમાંથી માત્ર પૈસા જ નહીં, પણ સોનું પણ નિકળે છે. પ્રથમ ગોલ્ડ-પ્લેટ નિકળનારુ મશીન અબુધાબીની એક હોટલમાં છે.
  • INS વિક્રમાદિત્ય ATM સુવિધા પુરી પાડવા માટે ભારતનું સૌથી મોટું યુદ્ધ જહાજ છે. અહીં આ RBI એટીએમ સેટેલાઇટ દ્વારા સંચાલિત છે.
  • એન્ટાર્કટિકામાં ફક્ત બે ATM મશીનો છે. થોડા વર્ષો પહેલા ત્યાં સુધી એક જ મશીન હતું.
  • ATMની ટેક્નોલોજી એટલી વિકસિત થઈ છે કે હવે પાસવર્ડને બદલે બાયોમેટ્રિક એટલે કે ફિંગરપ્રિન્ટનો પણ ઉપયોગ કરવામાં આવે છે.
  • ATM વિવિધ દેશોમાં જુદા જુદા નામોથી ઓળખાય છે. યુકે અને ન્યુઝીલેન્ડમાં તેને 'કેશ પોઇન્ટ' અથવા 'કેશ મશીન' કહેવામાં આવે છે, અને ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં તેને 'મની મશીન' કહેવામાં આવે છે.

Last Updated : Jun 27, 2021, 11:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.