સતારા : મહારાષ્ટ્રના સતારા જિલ્લાના કરાડમાં સોમવારની સાંજે રખડતા કૂતરાઓના ટોળાએ ત્રણ વર્ષના છોકરા પર હુમલો કર્યો(Three year old dies in dog attack) હતો. કુતરાઓના હુમલાથી બાળકનું મૃત્યું થઇ ગયું હતું. બાળકનું નામ રાજવીર છે. રાજવીરની માતા ખેતરોમાં કામ કરી રહી હતી અને બાળક નજીકના મકાનમાં રમી રહ્યો હતો. આ દરમિયાન એક ડઝનથી વધુ કૂતરાઓએ બાળક પર હુમલો કર્યો હતો. કૂતરાઓ બાળકને તે સ્થળેથી નજીકના ખેતરમાં ખેંચીને લઈ ગયા(dogs picked up baby) હતા અને ત્યાં તેને બચકા ભરીને મારી નાખ્યો હતો.
આ પણ વાંચો - શું કયારેય આવી રીતે દિપડાને શિકાર કરતા જોયો છે?
માસૂમને કુતરાએ પિંખી નાખ્યો - બાળકની માતા ખેતરમાંથી પરત આવી ત્યારે બાળક મળ્યું ન હતું. આથી આસપાસના લોકો તેને શોધવા લાગ્યા હતા. મંગળવારે સવારે બાળકનો વિકૃત મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને નગરપાલિકા પ્રશાસન ઘટના સ્થળે પહોંચી ગયું હતું. રહેવાસીઓએ જણાવ્યું કે, મોટી સંખ્યામાં રખડતા કૂતરાઓ તેમને પરેશાન કરી રહ્યા છે. ઘટના બાદ ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો - દેહરાદૂનમાં માનવતા મરી ગઈ : પોલીસ VIDEO બનાવતી રહી, ઈજાગ્રસ્ત સૈનિકનું થયું મોત