- ગુજરાત સરકાર પાસે સાંચોરમાં રાજસ્થાનના ખેડૂતો 2,200 ક્યૂસેક પાણીની માગ સાથે ઉપવાસ પર બેઠા
- 28 ખેડૂતો બુધવારના રોજ ઉપવાસ પર બેઠા
- 3 ખેડૂતોની તબીયત બગડી
રાજસ્થાન : સાંચોરમાં ગુજરાત સરકાર સામે ખેડૂતો ઉપવાસ પર બેઠે છે. જેમાંથી બુધવાર મોડી રાત્રે 95 વર્ષીય વૃદ્ધ સહિત 3 ખેડૂતોની તબીયત લથડી હતી. જે કારણે આ ત્રણેય ખેડૂતોને દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ખેડૂતો ગુજરાત સરકાર પાસે રાજસ્થાનના ભાગના 2200 ક્યૂસેક પાણીની માગ કરી રહ્યા છે. 28 ખેડૂતો પોતાની આ માગ સાથે સાંચોરમાં ઉપવાસ બેઠા છે.
ગુજરાત સરકારના વિરોધમાં 28 ખેડૂતો ઉપવાસ પર બેઠા
સાંચોર નર્મદા નહેર પરિયોજનાની કચેરી બાહર ગત ચાર દિવસથી 2,200 ક્યૂસેક પાણી આપવાની માગ સાથે ગુજરાત સરકારના વિરોધમાં 28 ખેડૂતો ઉપવાસ પર બેઠા છે. જેમાંથી 95 વર્ષીય વૃદ્ધ સહિત 3 ખેડૂતોની તબીયત બગડતા તેમને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ગુજરાત સરકારે રાજસ્થાનના ભાગનું પાણી છોડ્યું નથી
ઉપવાસ પર બેઠેલા ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ગુજરાત સરકારે રાજસ્થાનના ભાગનું પાણી છોડ્યું નથી. રાજસ્થાનની નર્મદા નહેરમાં 2200 ક્યૂસેક પાણી મળવુ જોઇએ, પરંતું છેલ્લા એક મહિનાથી રાજસ્થાનને માત્ર 1,000થી 1,200 ક્યૂસેક આપવામાં આવી રહ્યું છે. જે કારણે નહેરના છેવાડાના ગામોસુધી પાણી ન પહોંચવાને કારણે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે.
નહેરમાં પાણી ન છોડવાને કારણે સિંચાઇ કરી શકતા નથી
ખેડૂતોના જણાવ્યા અનુસાર, રવિ સિઝન શરૂ થઇ ગઇ છે. ખેડૂતોએ વાવણી માટે ખેતરો તૈયાર કરી દીધા છે, પરંતું નહેરમાં પાણી ન છોડવાને કારણે સિંચાઇ કરી શકતા નથી. જે કારણે પાણી છોડવાની માગ સાથે ગુજરાત સરકાર સામે ઉપવાસ પર બેઠા છે.
આ ખેડૂતોની તબીયત લથડી
નર્મદા નહેરમાંથી પાણી છોડવાની માગ સાથે 28 ખેડૂતો બુધવારના રોજ ઉપવાસ પર બેઠા હતા. જેમાંથી 95 વર્ષીય હીરારામ કલબી, 85 વર્ષીય કાનારામ બિશ્નોઇ અને અમરા રામ પુરોહિતની તબીયત લથડી હતી.