- યુપીના મુખ્યપ્રધાન આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી મળી
- ધમકી આપનારે પોતાનું, સરનામું અને મોબાઈલ નંબર પણ મોકલ્યો
- પોલીસ દ્વારા આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા
લખનઉ : ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને (Cm Yogi Adityanath ) ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મુખ્યપ્રધાન યોગી અને ભારતીય કિસાન મંચના (Bharatiya Kisan Manch) રાષ્ટ્રીય અધ્યક્ષ દેવેન્દ્ર તિવારીને એક પત્ર દ્વારા જાનથી મારી નાખવાની ધમકી (Threat Letter To CM Yogi Adityanath) આપવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. મુખ્યપ્રધાન યોગીને ધમકી (Threat To Kill CM Yogi) આપનાર વ્યક્તિએ પરબિડીયા પર પોતાનું નામ, સરનામું અને મોબાઈલ નંબર પણ લખ્યો છે.
ગૌરક્ષાના નામે હેરાન કર્યા હોવાનો આરોપ
આ ધમકીભર્યો પત્ર મળતાં કિસાન મંચના પ્રમુખ દેવેન્દ્ર તિવારીએ આલમબાગ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરીને કાર્યવાહીની માંગ કરી છે. દેવેન્દ્ર તિવારીનું (Devendra Tiwari) કહેવું છે કે, પત્રમાં લખવામાં આવ્યું છે કે તમે અમને ગૌશાળા અને ગૌરક્ષાના નામે ખૂબ પરેશાન કર્યા છે. આ માટે અમે હું તમારી હાલત ખરાબ કરી નાખીશ. આ સાથે જ તેને ચેતવણી આપવામાં આવી છે કે, જો તે નહીં સુધરશે તો તે એવી હાલત કરશે, જે કોઈએ ક્યારેય કોઈની સાથે નહીં કર્યું હોય.
પત્ર મોકલનારે પોતાનું નામ પણ લખ્યું
પત્રમાં લખ્યું છે, 'મારું નામ મોહમ્મદ અજમલ છે, તમે મને નુકસાન પહોંચાડી શકશો નહીં. તમારું કાઉન્ટડાઉન આજથી શરૂ થઈ ગયું છે. મુખ્યપ્રધાનને સુરક્ષા છે, નહીંતર તેમને પણ ઉડાવી દેવામાં આવ્યા હોત. પત્ર મોકલનારે ગૌશાળાના સર્વેને રોકવા માટે લખ્યો છે. આરોપીએ રણજીત બચ્ચન અને કમલેશ તિવારીની હત્યાનો પણ ઉલ્લેખ કર્યો છે અને લખ્યું છે કે આ બન્નેની જેમ તે તમને પણ મારી નાખશે.
પોલીસે આ મામલે તપાસ હાથ ધરી
ખેડૂત નેતા સહિત મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને મારી નાખવાની ધમકી (Threat Letter To CM Yogi Adityanath) આપતો પત્ર મળ્યા બાદ પોલીસે આરોપીઓની શોધ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એ વાત સામે આવી છે કે, આ પત્ર ઉન્નાવની પોસ્ટ ઓફિસમાંથી મોકલવામાં આવ્યો છે. જો કે તેના પર સરનામું દેવબંદ લખેલું છે. હાલ પોલીસ આ મામલે અનેક પાસાઓ પર તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા લખનઉ સહિત અનેક જિલ્લાના ધાર્મિક સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા પત્રો મળ્યા હતા.
આ પણ વાંચો: