- જિંદની સિવિલ હોસ્પિટલમાંથી કોરોનાની વેક્સિનની ચોરી
- તસ્કરો કોરોના વેક્સિનના 1,710 ડોઝ લઈ ગયા
- તસ્કરો વેક્સિનની સાથે મહત્વની ફાઈલો પણ લઈ ગયા
જિન્દ (હરિયાણા): હરિયાણાના જિંદની સિવિલ હોસ્પિટલમાંથી કોરોના વેક્સિનના 1,710 ડોઝ ચોરી થયા હોવાનું બહાર આવ્યું છે. હોસ્પિટલમાં આવેલા પીપી સેન્ટરના મુખ્ય દરવાજાનું તાળું તોડીને આ ચોરી કરવામાં આવી છે. કોરોના વેક્સિનની સાથા સાથે તસ્કરોએ તપાસ સંબંધિત અનેક ફાઈલની પણ ચોરી કરી છે. પીપી સેન્ટરના ઈન્ચાર્જ રામમેહર વર્માએ ચોરીની માહિતી આપી હતી.
આ પણ વાંચોઃ ગીર સોમનાથઃ વેક્સિનેશનના કાર્યક્રમમાં લોકોનો પ્રતિસાદ ન મળતા તંત્ર હરકતમાં
તસ્કરો વેક્સિનની બાજુમાં રાખેલા 50,000 રૂપિયા ન લઈ ગયા
આરોગ્ય નિરીક્ષકે આ અંગે જણાવ્યું હતું કે, જ્યારે તેઓ પીપી સેન્ટર પહોંચ્યા તો તાળું તૂટેલું હતું. તેમણે જોયું તો વેક્સિન પણ નહતી. તસ્કરો વેક્સિનની સાથે સાથે કેટલીક મહત્વની ફાઈલો પણ લઈ ગયા હતા. જોકે, તસ્કરો ફાઈલોની સાથે રાખવામાં આવેલા 50,000 રૂપિયા નહતા લઈ ગયા.
આ પણ વાંચોઃ ઘરે બેઠા જ લાગી ગઈ વેક્સિન, CMOએ કહ્યું- આ ટેક્નિકલ એરર છે
વેક્સિનની કાળા બજારી કરવા માટે ચોરી થઈ હોવાની શક્યતા
વેક્સિનની ચોરી થતા ઉચ્ચ અધિકારીઓએ આ ઘટનાની માહિતી મેળવી છે. જ્યારે શક્યતા દર્શાવવામાં આવી રહી છે કે, કોરોનાના વધતા કહેરના કારણે કાળા બજારી માટે વેક્સિનની ચોરી થઈ હોઈ શકે છે.